________________
આગમસાર– ઉતરાર્ધ
130
શતક–૫ : ઉદ્દેશક-૧
૧. જંબુદ્રીપમાં સૂર્ય ઈશાન ખુણામાં ઉદય થઈને અગ્નિખુણામાં અસ્ત થાય છે. ૨. અગ્નિખુણામાં ઉદય થઈને નૈઋત્યખુણામાં અસ્ત થાય છે. ૩. નૈઋત્યખુણામાં ઉદય થઈને વાયવ્યખુણામાં અસ્ત થાય છે. ૪. વાયવ્યખુણામાં ઉદય થઈને ઈશાનખુણામાં અસ્ત થાય છે. જયાં સૂર્ય પહેલાનાં ક્ષેત્રની અપેક્ષાએ અસ્ત થાય છે, ત્યાં આગળનાં ક્ષેત્રની અપેક્ષાએ ઉદય થાય છે. ચારે ય ખુણામાં કુલ મળીને એક સૂર્ય પહેલાનાં ક્ષેત્રોની અપેક્ષાએ ચાર વાર અસ્ત થાય છે અને આગળના ક્ષેત્રોની અપેક્ષાએ તે ચારે ખુણામાં કુલ મળીને ચાર વાર ઉદય થાય છે. આ પહેલાં પછીનાં ક્ષેત્રોની અપેક્ષાએ ઉદય અસ્ત કહેવાય છે. પરંતુ હકીકતમાં સૂર્ય તો હમેશાં ઉદય પામેલો જ હોય છે.
(૨) જ્યારે જંબુદ્વીપનાં પૂર્વ-પશ્ચિમ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તર- દક્ષિણ ભાગમાં રાત્રિ હોય છે અને જ્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં દિવસ હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. જ્યારે એક ભાગમાં અઢાર મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે અન્ય ભાગોમાં રાત્રિ દિવસ એટલા જ હોય છે. રાત્રિ અને દિવસનાં પરિમાણનો યોગ ૩૦ મુહૂર્ત હોય છે. જ્યારે-જ્યારે અઢાર મુહૂર્ત દિવસનો સમય ઘટે છે, ત્યારે ત્યારે ૧૨ મુહૂર્ત રાત્રિના સમયમાં વૃદ્ધિ થાય છે. અર્થાત્ જ્યારે ૧૭ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે ૧૬ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. અંતમાં જ્યારે ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. ઉત્ત૨– દક્ષિણ વિભાગમાં દિવસ અથવા રાત સાથે—સાથે હોય છે અને પૂર્વ–પશ્ચિમ વિભાગમાં દિવસ–રાત સાથે હોય છે. બે વિભાગોમાં દિવસ અને બે વિભાગોમાં રાત્રિ એવો ક્રમ ચાલતો રહે છે.
એક સૂર્ય દ્વારા એક મંડલનું ભ્રમણ પૂર્ણ કરવામાં ચારે વિભાગોમાં એક– એક વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે.
(૩) પૂર્વ–પશ્ચિમ વિભાગમાં જ્યારે વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. તેના અનંતર સમય(દિવસ)માં ઉત્તર-દક્ષિણ વિભાગમાં વર્ષનો પ્રારંભ(પ્રથમ સમય) થાય છે. પૂર્વ-પશ્ચિમમાં સાથે જ થાય છે. અર્થાત્ પૂર્વ-પશ્ચિમ વિભાગનાં અંતિમ કિનારે જ્યારે વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે તેના અનંતર સમયમાં ઉત્તર–દક્ષિણ વિભાગના પ્રાથમિક કિનારે વર્ષનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઇએ. વર્ષના પ્રારંભ આદિ સંબંધી વર્ણનની સમાન વર્ષાવાસ, ગ્રીષ્મકાલ, હેમંતકાલના પ્રથમ સમય સમજી લેવો જોઇએ. એવી જ રીતે પ્રથમ સમયની સમાન જ આવલિકા, દિવસ, પક્ષ, માસ, ઋતુ, આદિ સાગરોપમ સુધી સમજવું.
(૪) પૂર્વ–પશ્ચિમ વિભાગમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી હોતી નથી.
(૫) ઉપરોક્ત જંબૂદ્વીપ ની સમાન જ લવણ સમુદ્રના ચાર વિભાગોનું વર્ણન સમજી લેવું જોઇએ. અહીં પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી અવસર્પિણી હોતા નથી. વિશેષતા એ છે કે અહીં મેરુ પર્વત ન કહેતાં દિશાઓનાં વિભાગનું વર્ણન કરવામાં આવે છે. (૬) ધાતકી ખંડ દ્વીપનું કથન જંબૂદ્બીપના સમાન અને કાલોદધિ સમુદ્રનું કથન લવણ સમુદ્રના સમાન છે. ધાતકી ખંડના સમાન આપ્યંતર પુષ્કર દ્વીપનું કથન છે.
ઉદ્દેશક : ૨
(૧) પુરોવાત – પરવાયુ, સ્નિગ્ધતા યુક્ત વાયુ. પથ્ય વાયુ – વનસ્પતિ વગેરે માટે પથ્યકારી વાયુ. મન્દ વાયુ – ધીરે ધીરે વાતો વાયુ. મહા વાયુ – પ્રચંડ તોફાની વાયુ. આવી ચારે ય પ્રકારની હવા બધી દિશામાં, વિદિશામાં દ્વીપમાં સમુદ્રમાં ચાલી શકે છે. પરંતુ એક સાથે એક સમયમાં બે વિરોધી દિશાઓમાં ચાલી શકતી નથી.
=
આ સર્વે વાયુકાય સ્વાભાવિક પણ હોઈ શકે છે.વાયુકાયના ઉત્તર– વૈક્રિયથી પણ હોઈ શકે છે અને દેવકૃત (વાયુકુમાર આદિથી) પણ હોય છે
લવણ સમુદ્રમાં ચાલતી હવા વેલાથી બાધિત થઈ જાય છે. અને તેનાથી આગળ નહીં વધતાં ત્યાં જ અટકી જાય છે. ભલે પછી તે મંદ વાયુ હોય કે પ્રચંડ વાયુ હોય.
લવણ સમુદ્રની વચ્ચે જે ૧૬ હજાર યોજન ઊંચા પાણી ઉઠેલા છે, તેને "વેલા'' કહેવામાં આવે છે.
(૨) કોઈપણ સચિત્ત, સજીવ વસ્તુ સ્વતઃ અચિત થઈ જાય તો તે પૂર્વ કાય જીવનું શરીર કહેવામાં આવે છે. અગ્નિથી પરિતાપિત–પરિણત થઈને અચિત– નિર્જીવ બનવાવાળા પદાર્થ અગ્નિકાયના ત્યક્ત શરીર કહેવામાં આવે છે. પૂર્વભાવની વિવક્ષામાં મૂળ જીવની કાયા(યોનિ) કહી શકાય છે. યથા– કોઈ પણ 'લીલા પાંદડા" વનસ્પતિકાય છે તે સ્વાભાવિક સુકાઈ જાય અથવા તેને પીસીને ચટણી બનાવી દેવાય તો તે વનસ્પતિકાયનું ત્યક્ત શરીર છે. પરંતુ અગ્નિ ઉપર ઉકાળીને અચિત બનાવી દેવાય તો તે અગ્નિકાયનું ત્યક્ત શરીર છે. પૂર્વ ભાવની અપેક્ષાથી વનસ્પતિ શરીર કહેવાય છે. એવી જ રીતે મીઠું (નમક) વગેરે પદાર્થ સમજી લેવા. ખાણમાંથી નીકળતા પદાર્થો લોખંડ વગેરે તેમજ ત્રસ જીવોનાં અવયવો હાડકાં વગેરે અગ્નિ પરિણત હોય તે અગ્નિ શરીર કહેવામાં આવે છે. રાખ કોલસા વગેરે પણ આવી જ રીતે સમજવા.(અહિં દવામાં વપરાતી ભસ્મ સમજવી.)
ઉદ્દેશક : ૩-૪
(૧) એક જીવનાં હજારો આયુષ્ય એક સાથે બાંધેલા હોતા નથી. પરભવનો આયુ જીવ આ ભવમાં બાંધે છે. તે આયુબંધ યોગ્ય આચરણ પણ આજ ભવમાં કરે છે. એક સાથે એક સમયમાં બે આયુષ્ય ભોગવી શકાતા નથી.
(૨) છદ્મસ્થ મનુષ્ય સીમામાં રહેલ પૃષ્ટ શબ્દોને સાંભળે; અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. સર્વજ્ઞાની સર્વદર્શી હોવાથી કેવલી સીમાવર્તી અને સીમા બહાર રહેતા બધા શબ્દોને જાણે જુએ છે.
(૩) છદ્મસ્થ મનુષ્ય મોહ કર્મના ઉદયથી હસે છે, ઉત્સુક થાય છે. પરંતુ કેવલી ભગવાનને મોહ નહીં હોવાથી હસતા નથી.ઉત્સુક થતાં નથી. હસવાવાળા સાત યા આઠ કર્મોનો બંધ કરે છે.
(૪) આવી રીતે છદ્મસ્થ નિદ્રા વગેરે કરે છે. કેવલી ભગવાનને દર્શન મોહનીય કર્મ ન હોવાથી નિદ્રા કરતા નથી. નિદ્રામાં પણ ૭ યા ૮ કર્મ નો બંધ ચાલે છે.