________________
jainology II
117
આગમસાર ૩.(ભવ કોડિ સંચિય કર્મો તવસા નિજરિ જઈ)કરોડો ભવના સંચિત કરેલા સામાન્ય અને નિકાચિતકર્મ પણ તપથી ક્ષય થઈ જાય છે (૮) સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન સ્પષ્ટ જાણે છે કે અમુક જીવ પોતાના કર્મ કઈ કઈ રીતે ભોગવશે. જેમ કે– પ્રદેશથી અથવા વિપાકથી, તપ આદિથી, અભ્યપ-ગમિકી ઉદીરણાથી (લોચ આદિથી) અથવા સ્વાભાવિક ઉદયથી અમક અમુક કર્મોને ભોગવશે. તે અનુસાર જીવ પોતાના કર્મના ફળને ભોગવીને જ મુક્ત થશે. (૯) જીવ, પરમાણુ અને સ્કંધ આ ત્રિકાલિક શાશ્વત પદાર્થ છે. લોકમાં તેનો અભાવ થતો નથી. (૧૦) જીવ સર્વજ્ઞ સર્વદર્શી બનીને જ સિદ્ધ થાય છે. છઘસ્થજીવ કોઈ સિદ્ધ થતા નથી. ભલે અવધિજ્ઞાની હોય, પરમઅવધિજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની અથવા ચાદ પૂર્વધર હોય, તાત્પર્ય એ છે કે, છવસ્થ અવસ્થાથી(ડાયરેકટ) સીધા કોઈ મુક્ત ન થાય પરન્તુ પરંપરાથી કેવલી બની (સર્વજ્ઞ-સર્વદર્શી બની) મુક્ત થઈ શકે છે; આ સૈકાલિક સિદ્ધાંત છે. (૧૧) સર્વજ્ઞ સર્વદર્શી કેવલી" અલમસ્તુ' કહેવાય છે. અર્થાત્ જેમણે મેળવવા યોગ્ય સર્વ જ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી લીધા છે. જેમને માટે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ અવશેષ નથી રહ્યું તે પરિપૂર્ણ જ્ઞાની અલમસ્તુ સંશક છે.
ઉદ્દેશક: ૫ (૧) ૨૪ દંડકના આવાસ – નરકવાસ – સાત નરકમાં ક્રમથી આ પ્રમાણે નરકવાસ થાય છે– (૧) ત્રીસ લાખ, (૨) પચ્ચીસ લાખ, (૩) પંદર લાખ, (૪) દસ લાખ, (૫) ત્રણ લાખ (દ) એક લાખમાં પાંચ ઓછા (૭) સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. ભવનપતિ દેવોના આવાસ – દક્ષિણદિશામાં– ૧. અસુરકુમાર- ૩૪ લાખ, ૨. નાગકુમાર- ૪૪ લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૮ લાખ, ૪. વાયકમાર- ૫૦ લાખ, શેષ બધાના ૪૦-૪૦ લાખ ભવનાવાસ છે.
ઉત્તરદિશામાં– ૧. અસુરકુમાર- ૩૦ લાખ, ૨. નાગકુમાર– ૪૦ લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૪ લાખ, ૪. વાયુકુમાર- ૪૬ લાખ, શેષ બધાનાં ૩૬-૩૬ લાખ ભવનાવાસ છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ, વ્યંતરના નગરાવાસ, જયોતિષીના વિમાનાવાસ અસંખ્ય-અસંખ્ય છે. વૈમાનિક ૧૨ દેવલોકમાં – ક્રમથી આ પ્રમાણે વિમાન સંખ્યા છે– (૧) બત્રીસ લાખ, (૨) અઠ્ઠયાવીસ લાખ, (૩) બાર લાખ, (૪) આઠ લાખ, (૫) ચાર લાખ, (૬) પચ્ચાસ હજાર, (૭) ચાલીસ હજાર, (૮) છ હજાર, (૯-૧૦) ચારસો, (૧૧-૧૨) ત્રણસો, ૯ રૈવેયકની ૩ ત્રીકમાં–૧૧૧, ૧૦૭ અને ૧૦૦ વિમાન છે. પાંચ અનુત્તર વિમાનનાં પાંચ વિમાન છે. (૨) સ્થિતિ સ્થાન – ચોવીસે ય દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧0000 વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ જ સંખ્યાત–અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી.
જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે.
સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. (૩) અવગાહના સ્થાન :- બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી. (૪) શરીર - ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહારક શરીર અશાશ્વત છે. (૫) સંહનન, સંસ્થાન – જે દંડકમાં જેટલા–જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. (૬)લેશ્યાઃ જે દંડકમાં જેટલી લેગ્યા છે તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં તેજો વેશ્યા અશાશ્વત છે; શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. (૭) દષ્ટિ:- જે દંડકોમાં જેટલી દષ્ટિ છે, તેમાં મિશ્ર દષ્ટિ સર્વત્ર(૧૬ દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગૃષ્ટિ અશાશ્વત છે. (૮) જ્ઞાન અજ્ઞાન :- જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકસેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મન:પર્યવજ્ઞાની આદિ પાંચ જ્ઞાન શાશ્વત છે. ૯) યોગ, ઉપયોગ :- ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. દંડકોમાં શરીર, અવગાહના, વેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું.
ઉદ્દેશક: ૬ (૧)સૂર્ય જેટલો સૂર્યોદયના સમયે દૂર હોય છે, અસ્તના સમયે પણ એટલો જ દૂર હોય છે.તે જેટલો તાપ અથવા પ્રકાશ ઉદયના
શિ અસ્તના સમયે કરે છે. સૂર્યના કિરણો તે તે ક્ષેત્રને બધી દિશાઓથી સ્પર્શ કરતાં તાપિત અને પ્રકાશિત કરે છે. (૨) લોક અલોકને અને અલોક લોકને કિનારાઓ પર છએ દિશાઓથી સ્પર્શ કરે છે. તેવી જ રીતે દ્વીપ અને સમુદ્ર તડકો અને છાયા; વહાણ અને પાણીનું વસ્ત્ર અને છિદ્ર આદિ આ બધાં એક બીજાનાં કિનારાઓથી છ એ દિશાઓમાં સ્પર્શ કરેલ હોય છે. (૩) જીવને ૧૮ પાપ કોઈ પણ કારણ અને યોગથી અને પોતાના કરવાથી લાગે છે. પાપ કર્યા વગર અથવા બીજાના કરવાથી પાપ લાગતા નથી. તેમ છતાં અવ્રતની ક્રિયામાં ત્યાગ ન હોવાથી પાપના અનુમોદનની પરંપરા ચાલુ રહે છે. (૪) લોક-અલોક, જીવ-અજીવ, ભવી-અભવી, નરક–પૃથ્વી આદિ, ધનોદધિ આદિ, દ્વીપ, સમુદ્ર, પર્વત, શરીર, કર્મ, લેશ્યા આદિમાં કોઈ કોઈથી પહેલાં થયા અથવા પાછળ થયા, પહેલાં હતા અથવા પાછળ હતા, એવું કાંઈ પણ હોતું નથી. આ બધા