________________
jainology II
ત્યાર પછી મોટેથી બોલ્યા કે– અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણ હિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનો યાવજ્જીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંલેખનાના પાઠથી પાદોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે અંબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવધ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું.
(૧૪) અંબડ પરિવ્રાજક :– અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છઠ્ઠ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન્ન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામીએ પણ આ વાત સાંભળી હતી.
અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કંતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાહુણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો યાવજ્જીવન ત્યાગ કર્યો હતો.
11
આગમસાર
તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા.
અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંબડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું.
દેવભવ પૂર્ણ થતાં અંબડનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા-પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ શ્રામણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ–શરીર સંસ્કારનો ત્યાગ. (૨) મંડભાવ−ગૃહ આદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલુંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભઅલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલ હીલના, નિંદા, ગર્હા, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો.
અન્ય કોઈ ઊંચા–નીચા રાગ–દ્વેષાત્મક સંકલ્પ–વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, ૨૨ પરીષહ, દેવ–મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટા બની સમભાવ રાખવો.
આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે.
(૧૫) ગુરુ પ્રત્યનીક શ્રમણોની ગતિ :– · જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર ભ્રમણનો જ સમજવો.
(૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ :- આજીવિક મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ(ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્યા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વ અભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી.
(૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થઈ કાલાતરે મહિમા, પૂજા, માન–પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનુવાદ અને અન્યના અવગુણ ગાય છે, દોરા–ધાગા, રક્ષા પોટલી, યંત્ર- મંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યંત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે.