________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
કે સાંભળવામાં આવે તે સર્વ નમસ્કારમંત્રની આરાધનાના માહાત્મ્યથી જ ઉત્પન્ન થએલા છે તેમ જાણવુ તિર્થાંલાકમાં જે ચંદ્ર વગેરે જ્યાતિષી દેવે છે, પાતાળમાં ચમરેદ્ર વગેરે દેવે છે, ઊર્ધ્વલાકમાં સૌધર્માદિક દેવલેાકને વિષે જે ઇંદ્રાદિક દેવેા છે અને તેની ઉપર પણ જે અમિદ્ર દેવતા છે, તેએની સર્વ સમૃદ્ધિ પચપરમેષ્ટિ રૂપ કલ્પવૃક્ષના અંકુરો, પલ્લવા, કળિઓ કે પુષ્પા સમાન છે. જે નમસ્કારરૂપી મેટા રથ ઉપર આરૂઢ થાય છે, તેઓ વિઘ્ન રહિત મેાક્ષસ્થાને પહેાંચી જાય છે, ગયા છે અને જવાના છે. જો આ સત્ર અત્યંત દુર્લભ એવા મેાક્ષને પણ આપનારા છે, તા પછી પ્રસ ંગે પ્રાપ્ત થનારા બીજા લૌકિક સુખ આપે તેમાં તે શું આશ્ચર્ય ?
૧૩
જે મન, વચન અને કાયાની શુદ્ધિવડે એક લાખ નમસ્કાર મન્ત્રના જાપ કરે છે, તેએ જૈનસંઘને પૂજવા લાયક તીર્થંકર નામકમ ઉપાન કરે છે. હે મિત્ર! જે તારૂ મન નમસ્કારમંત્રનું ધ્યાન કરવામાં લીન નથી થયુ, તે પછી ચિરકાળ સુધી આચરણ કરેલા તપ, દ્યુત અને ચારિત્રનુ' શુ ફળ? જે અસંખ્ય દુ:ખાના ક્ષયનુ કારણ કહેલા છે, જે આલેક અને પરલેાકના સુખ આપવામાં કામધેનુ સમાન છે અને અજ્ઞાનરૂપી જે અંધકારના દીવાના, સૂર્યના, ચંદ્રના કે ખીજા કાઈ પણ પ્રકારના પ્રકાશથી નાશ નથી થતા તે અંધકારને નમસ્કારમત્રના પ્રકાશથી નાશ થાય છે. હેબ! કૃષ્ણ અને સાં વગેરેની જેમ ભાવનમસ્કાર કરવામાં તુ તત્પર થા અને કૃષ્ણના સેવક વીરાસાળવી અને કૃષ્ણના અભવ્ય પુત્ર પાલક વગેરેની જેમ દ્રવ્યનમસ્કાર કરી ફોગટ આત્માને વિડંબણા ન પમાડ. જેમ નક્ષત્રોના સમૂહના સ્વામી ચદ્ર છે, તેમ સર્વ પુણ્યસમૂહના સ્વામી ભાવનમસ્કાર છે. આ જીવે ભાવનમસ્કાર વિના નિષ્ફળ દ્રવ્યલિંગા (સાધુવેષ) અન ́તીવાર ગ્રહણ કરીને મૂકી દીધાં છે. વિધિ પૂર્વક નમસ્કારમત્રને આઠવાર, આઠસેવાર, આઠ હજારવાર કે આઠ કરોડ વાર જાપ કર્યાં હાય તે તે ત્રણ ભવની અંદર મેાક્ષપદને આપે છે.
હું ધર્મબંધુ ! સરલતાથી તને વારંવાર પ્રાથનાપૂર્વક કહુ છુ કે સંસારરૂપી સમુદ્રને તરવામાં પ્રવહણુ સમાન આ મંત્ર ગણવામાં તુ શિથિલ ન થા–અનાદરવાળે ન થા. કારણકે આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વાત્તમ તેજ છે, સ્વર્ગ અને મેાક્ષને મા છે તથા ક્રુતિના નાશ કરવામાં પ્રલયકાળના અગ્નિ સમાન છે.
ભવ્યપ્રાણીઓ અંતકાળની આરાધના સમયે આ મંત્રને વિશેષે કરીને સારી રીતે ભણે, ગણે, સાંભળે કે તેનું ધ્યાન કરે તે તે મંગળની પરપરા રૂપ થાય છે. જેમ ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિમાન તે ઘરના સ્વામી બીજી બધી વસ્તુઓને કારાણે મૂકીને દારિદ્રયને નાશ કરવામાં સમર્થ એવા એક સારભૂત મહારત્નને જ ગ્રહણ કરે