________________
મહામાભાવિક નવસ્મરણ. મળવાથી, દીવાની સાથે દીવ મળવાથી તથા અમૃતની સાથે અમૃત મળવાથી તે સર્વ પદાર્થો એકપણાને પામે છે, તેમ મુનિ પણ મુનિની સાથે રહેવાથી એકપણાને જ પામે છે. અન્ય મુનિની સાથે રહ્યા છતાં પણ મુનિ એકલે જ કહેવાય છે. ઉન્મત્ત પિત્રાઈઓની માફક કષાયો જેના શરીરને ક્ષણવાર પણ મૂકતા નથી, તેને એકાકીપણાનું સુખ ક્યાંથી હોય? પિતાના મન, વચન અને કાયાથી ઉત્પન્ન થએલા અશુભ વ્યાપારે કુપુત્રની જેમ જેને નાશ કરનારા થાય છે, તેને એકાકીપણાનું સુખ શી રીતે હોય? છળને જનારા પ્રમાદ, મિથ્યાત્વ અને રાગાદિક જેના ખરાબ પાડોશી જેવા છે, તેને એકાકીપણુનું સુખ શી રીતે હોય? જે મહાપુરૂષ આ સર્વથી રહિત હોય તે મનુષ્યના સમૂહમાં રહ્યા હોય તે પણ એકલી જ છે; કેમકે મનુષ્યથી ભરપૂર એવા નગરમાં પણ રહે છતાં પણ પરદેશી મનુષ્ય એ જ કહેવાય છે અને જે મુનિ આ સર્વ સંજ્ઞા, કષાય, ઈન્દ્રિયાદિથી સહિત હોય તે કદાચ અરણ્યાદિકમાં રહેલો હોય તે પણ તેનું એકાકીપણું નિષ્ફળ છે, કેમકે જાર, ધૂર્ત, ગૂઢચર અને ચાર એ સવ શું એકલા નથી ભમતા ?
પુણ્ય પાપો ક્ષય થવાથી મુક્તિને પામેલા પરમાત્માને વિષે અનાહારપણાની જેમ નિરંતર સત્ય એવું એકાકીપણું પ્રતિષ્ઠા પામેલું છે. અથવા તે આ જિનાગમને વિષે કેઈપણ હકીકતને સર્વથા નિષિધ છે જ નહીં, તેથી કરીને શ્રેષ્ઠ મુનિઓ સારી રીતે લાભ અને અલાભને જાણીને લાભવાળા કાર્યને વિષે જ પ્રયત્ન કરે છે–પ્રવર્તે છે.
અહો ! સાધુએ કાંઈપણ દૂ-હેમ કરતા નથી, દાન દેતા નથી, તપ કરતા નથી, જાપ પણ કરતા નથી, માત્ર કિયા રહિત થઈને મોક્ષપદ જ સાધે છે. સાધુઓ હુ હુ નામના ગંધર્વના ગાયન સાંભળવામાં, અમૃતરસને આસ્વાદ લેવામાં, મંદાર પપોની સુગંધ લેવામાં, દેવશય્યાને સુખકારક સ્પર્શ કરવામાં અને દેવાંગનાઓનું રૂપ જોવામાં પણ લુબ્ધ થતા નથી, ત્યારે શું તેઓ વૃક્ષે છે? બાળકે છે? કે શું પશુઓ છે? ના, તેઓ વૃક્ષ, બાળક કે પશુ નથી, પરંતુ તેઓ નિરંજન (કમ -લેપ રહિત) મુનિઓ છે. ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વારવાળો કાર અહીં એમ જણાવે છે કે સદાચારનું આચરણ કરનારા મહામુનિઓએ ત્રણ ગુપ્તિને આચરવામાં રેખા પ્રાપ્ત કરેલી હોય છે. નયના ભેદ, જીવની રક્ષા અને અમૃતના કુંડની જેવી આકૃતિવાળા આ નવ અક્ષરે “નમો ટોપ સલાહૂળ” મને ધર્મને વિષે નવો ન ભાવ આપે.
પંચમ પ્રકાશ સંપૂર્ણ