________________
નવકાર મહeગ્ય.
બતાવે છે કે જેને આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ તથી પવિત્ર થએલે હેાય તે મોક્ષ પદને-સિદ્ધિ સુખને પામે છે. માથું બાંધેલ, સરલ સીધી ત્રણ રેખાવાળે અને મસ્તક પર અનુસ્વારવાળે છે એ અક્ષર જે પુરૂષ હમેશાં બેલે છે, તે પુરૂષ ત્રણે કાળ મન, વચન અને કાયાની શુદ્ધિ વડે સરલ થઈને ત્રણ ભુવનના મુગટરૂપ થાય છે -સિદ્ધિપણાને પામે છે. સાત ક્ષેત્રની જેમ સફળ અને સાત ક્ષેત્રની જેમ શાશ્વતા આ પ્રથમ પદના સાત અક્ષરો નમો અરિહંતા મારા સાત ભલેને નાશ કરે.
શ્રીસિદ્ધસેન આચાર્યે રચેલા નમસ્કાર માહાભ્યને વિષે
પ્રથમ પ્રકાશ સંપૂર્ણ