________________
॥ ૐ હ્વીં શ્રી પાર્શ્વનાથાય નમઃ ||
મહાપ્રાભાવિક નવસ્મરણ.
નમકા માહાત્મ્ય
ત્રણ જગતના ગુરૂ અને કલ્પવૃક્ષ સમાન તથા મુક્તિરૂપ રમણીના અદ્વિતીય કામુક પ્રથમ તી કર શ્રીઋષભદેવસ્વામીને નમસ્કાર થાએ. જેએ તપ અને જ્ઞાનરૂપી ધનના સ્વામી છે તથા જેઓના ચરણ કમળને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે અને જેએ સિદ્ધસેનના' સ્વામો છે તે શ્રીશાંતિનાથ પ્રભુને નમસ્કાર થાએ. શ્રીમુનિસુવ્રત સ્વામીને, અન ંતનાથ પ્રભુને, તથા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને નમસ્કાર થા. શ્રીમાન્ પાર્શ્વનાથ સ્વામીને, પ્રભુ શ્રી મહાવીરસ્વામીને તથા ખીજા સર્વ જિનેશ્વરાને નમસ્કાર થાએ. અશ્રુતા, અંબિકા, બ્રાહ્મી, પદ્માવતી અને સરસ્વતી વગેરે દેવીએ કે જે માતા તુલ્ય ગણાય છે તે મને પુરુષાર્થની પર'પરા આપે. પુણ્યરૂપ શરીરને ઉત્પન્ન કરનારી, પાળનારી અને શુદ્ધિ કરનારી તથા હંસ રૂપ આત્માને વિશ્રામ લેવા માટે કમળ સરોવર સમાન પંચપરમેષ્ઠિની નમસ્કૃતિ સદા જયવંતી વતા. આ
૧ આ કૃતિના કર્તાનું નામ સિદ્ધસેન છે.
* શ્રી જૈન ધર્માં પ્રસારક સભા ભાવનગર તરફથી વિ. સ. ૧૯૭૬ માં પ્રસિદ્ધ થએલા ‘નમસ્કાર માહાત્મ્ય અને કૂર્માંપુત્ર ચિત્ર’પરથી આ સારીએ કૃતિ અત્રે રજુ કરવામાં આવી છે.