________________
૫૨૨
મહામાભાવિક નવમરણ. અર્થાત–શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલને વિષે ભક્તિમાન એવા નવે ગ્રહ૪ આ તેત્રને પાઠ કરનારને નિરંતર આનંદના દેનારા અને માટી લક્ષમીને આપનારા થાય છે અને પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરનારાને ત્યાં ચિરકાલ લક્ષ્મી વાસે કરે છે.–૧૩
નવગ્રહ પીડા નિવારણ વિધિ
આ પ્રમાણે નવગ્રહ મંત્રાક્ષર સ્તોત્રનો પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી સવારમાં ઉઠીને પાઠ કરવાથી અને નીચેની વિધિએ પૂજન કરવાથી તે તે ગ્રહની પીડાનું નીવારણ થાય છે.
સૂર્ય નડતું હોય તે પદ્મપ્રભુના અધિષ્ઠાયક દેવની રક્તવસ્ત્રથી તથા રક્તચંદનથી પૂજા કરવી–૧
ચંદ્ર નડતું હોય તો ચંદ્રપ્રભુના અધિષ્ઠાયક દેવની તવસ્ત્રથી તથા સુખડ અને બરાસથી પૂજા કરવી–૨
મંગલ નડતે હેય તે વાસુપૂજ્ય સ્વામીના અધિષ્ઠાયક દેવની રક્તચંદન તથા રકત રોપારીથી પૂજા કરવી.-૩
બુધ નડતું હોય તો વિમલનાથ, અનંતનાથ, ધમનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ, અથવા મહાવીરસ્વામિના અધિષ્ઠાયક દેવની દૂધ તથા ખાંડથી પૂજા કરવી.-૪
1 ગુરૂ નડતો હોય તે અષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, અથવા શીતલનાથના અધિષ્ઠાયકદેવની દહિંથી પૂજા કરવી.-૫
શુક્ર નડતો હોય તો સુવિધિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવની ધાતુ વગેરેથી પૂજા કરવી.-૬
શનિ નડતો હોય તે મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક દેવની તેલના દીવાથી પૂજા કરવી.-૭ * રાહ નડતો હોય તે નેમીનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવની નીલ વસ્ત્રથી પૂજા
કરવી.-૮
કેતુ નડતું હોય તે મલ્લિનાથ તથા પાશ્વનાથના અધિષ્ઠાયક દેવની નીલવસ્ત્રથી પૂજા કરવી.-૯
છે ઇતિ નવ ગ્રહ પીડા નિવારણ વિધિ સંપૂર્ણ છે
સંવત ૧૮૮૨ના દિપોત્સવી દિને લિખિત * શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા તેઓના ચરણકમલમાં રહેલાં નવ ગ્રહોના ચિત્ર માટે જુઓ ચિત્ર. નંબર ૩૮૮