________________
૪૨
મહામાભાવિક નવમરણ,
કાવ્ય ૩૧
દ્વિ–૩% લ્હી અર્દ નો ધોળુ પરમાળા મત્ર:–૩૪
૩ ૪ વર્ષ વૈવામિ મધfમુ. વિદુર વિવિજ્ઞા मंगलकल्लाणआवासं ॐ ह्रीं नमः स्वाहा।
યંત્ર–મધ્યમાં ચતુરસ આકાર કરીને, તે ચતુરસની મધ્યમાં એક કાર અને એક ઈંકાર, એ પ્રમાણે સાત કાર અને સાત ઈંકાર મળીને કુલ ચઉદ બીજાક્ષર લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર બાવીશ કંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર અદ્ધિ, મન્ચ વીંટી, તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૩
વિધિ –આ કાવ્ય, ઋદ્ધિ અને મન્નનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી રાજા વશ થાય છે. વળી વિધિ પૂર્વક આ યંત્રને સ્થાપન કરીને પવિત્ર થઈ; રક્ત વસ્ત્ર પહેરીને, પવિત્ર સ્થાને પંચામૃતથી ભરેલો ઘડો સ્થાપન કરીને, વળી ચક્રેશ્વરી તથા ધરણેન્દ્ર બનેની અષ્ટગંધથી પૂજા કરીને સ્થાપના કરવી. નૈવેદ્ય ફલ વગેરે પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ વિધિ કરીને, યંત્ર સેનાનાં પતરાં ઉપર તથા ચંપકવૃક્ષની પાટલી પુષ્પાકમાં ઘડાવી, તેના ઉપર વિધિપૂર્વક યંત્ર સ્થાપીને, તેની રાતાં પુષ્પથી પૂજા કરી, ઉત્તરાભિમુખે રક્ત જપમાલાથી સાડા બાર હજાર જાપ એકાસણું કરીને કરે. જેથી મન્ત્ર સિદ્ધ થાય છે. તે સિદ્ધ થએલા મન્ટનું ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરીને; યંત્રનું પૂજન કરવાથી રાજ્યના જેટલું સુખ મલે છે.
તન્ન-પુષ્યાકે પુરુષ લજજાલુ પંચાંગ, અષ્ટગંધની સાથે મેળવીને, તિલક કરી રાજદરબારમાં જવાથી રાજા તિલક કરનારની સન્મુખ જોતાની સાથે જ મહેરબાની કરે છે અને માન સન્માન આપે છે.
ઈતિ એકત્રિશતિ કાવ્ય, પંચાંગ વિધિ સમાપ્ત. શ્રી હરિભદ્રસૂરિકૃત એકત્રીશમા યંત્રની વિધિ –
આ યંત્ર પુષ્યાકે અથવા દીવાલિના દિવસે ભેજપત્ર પર અષ્ટગંધથી લખી, વિધિ સહિત સેનાના માદળીઆમાં નાખીને મસ્તકે ધારણ કરવાથી રાજા નિશ્ચય કરીને વશ થાય છે. નિરંતર યંત્રનું પૂજન કરી, પંચામૃતથી પખાલી દૂધ, દહીં, ઘીમાં ત્રણ ત્રણ દિવસ માદળીયું રાખી, પછી મસ્તકે ધારણ કરવાથી રાજા વશ થાય છે. જીદગી સુધી નિરંતર બંનેનું પૂજન કરવું. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૪
૧. માં વિધિ આ પ્રમાણે છે-“આ મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી રાજમાન્ય થવાય છે.”