________________
ભક્તામર સ્તાન.
જવાખમાં કલાવતીએ કહ્યું કેઃ-પિતાજી ! મનુષ્ય તેા ફક્ત મિથ્યાભિમાન રાખીને આ હું કરું છું, હું ધારૂં તે કરી શકું છું, એમ ફાગટના બકવાદ કર્યાં કરે છે, બાકી જે કાંઈ થાય છે તે કર્મથી જ.”
૪૦૧
આ પ્રમાણેના કલાવતીને જવાબ સાંભળી રાજા એકદમ ગુસ્સે થઈ ગયો અને ખેલ્યો કે: લ્હે દુમતિવાળી પુત્રી ! તું કેવી રીતે જીવે છે ?” તેણીએ જવાબ આપ્યા કે–“મારાં કર્મથી.” કહ્યું છે કેઃ—
"नमस्यामो देवान् ननु हतविधेस्तेऽपि वशगा
विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मैकफलदः । फलं कर्मायत्तं यदि किममरैः ? किं च विधिना ? नमस्तत् कर्मेभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥ १॥" ( नीतिशतके लो० ९१ ) અર્થાત્ઃ——દેવાને અમે નમસ્કાર કરીએ છીએ, પરંતુ તે દેવા પણ વિધિને વશ છે. વિધિ વંદ્ય છે, પરંતુ તે પણ આપણે કરેલા કર્મના જ ફળને આપનાર છે, સારાં માઠાં ફળ કર્માયત્ત-કર્મને આધિન છે તે દેવા વડે કરીને શું ? બ્રહ્માવડે પણુ શું ? અર્થાત્ તે અને નકામા છે. જેનાથી બ્રહ્મા પણ મળવાન નથી તે કર્મને જ નમસ્કાર થાએ,
"देवेनासृजता स्वयं जगति यद् यस्य प्रमाणीकृतं
तत् तस्योपनयेन्मनागपि महान् नैवाश्रयः कारणम् । सर्वाशापरिपूरके जलधरे वर्षत्यपि प्रत्यहं
सूक्ष्मा एव पतन्ति चातकमुखे द्वित्राः पयोबिन्दवः || २ || "
વસ્તુ જગતમાં
અર્થાત્:—સારી રીતે ઉત્પન્ન કરનાર ભાગ્યે જેના માટે જે ચાક્કસ નિર્માણ કરી તેને માટે તે વસ્તુ ઘેાડી હોય તેા પણ મહાન જ બને છે, તેમાં આશ્રય કારણ નથી. કેમ ?–સમ્પૂર્ણ ઈચ્છાને પૂર્ણ કરનાર વરસાદ હંમેશાં વરસતા હોય છતાં પણ નાનાં બે ત્રણ જળનાં ટીપાં ચાતકના મુખમાં પડે છે તે તેની સમ્પૂર્ણ શાન્તિને માટે અસ છે.
આ પ્રમાણે કહેવાથી રાજા ક્રોધથી રાતેા પીળા થઈ ગયા અને બધુંએ કર્મથી જ થાય છે તે દલીલ અસત્ય કરાવવાને માટે પોતાના દુષ્ટ સુભટાને તેને આજ્ઞા કરી કે-“આખા નગરમાં જે ગરીબમાં ગરીબ માણસ હાય અને જે વ્યાધિથી વધારે પીડાતા હોય તેને અહીંઆં પકડી લાવે.”
રાજાના હુકમ સાંભળીને જેના હાથ તથા પગ નાના દારડી જેવા થઈ ગએલા છે, કાન મેલથી ભરાઈ ગએલા છે, તાવથી જે પીડાય છે, દુઃખ અને