________________
૩૯૫
ભક્તામર સ્તોત્ર. આ મન્ચાક્ષર જપવાથી સંગ્રામના ભયને નાશ થાય છે. अम्भोनिधौ क्षुभितभीषणनकचक्र
पाठीनपीठभयदोल्बणवाडवाग्नौ । रङ्गत्तरङ्गशिखरस्थितयानपात्रास्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥४४॥
સમશ્લોકી જ્યાં ઉછળે મગર મચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા; એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે.-૪૪ શ્લોકા–હે સ્વામી! જેમાં ભયંકર મગરના સમૂહ તથા પાઠીન અને પીઠ નામનાં મત્સ્ય તથા ભયંકર દેદીપ્યમાન વડવાનલ અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે, તેવા સમુદ્રમાં જેમના વહાણે ઉછળતા તરંગેના–મોજાઓને અગ્રભાગ પર રહેલા છે એવા વહાણવાળા પુરુષો પણ તમારું સ્મરણ માત્ર કરવાથી જ ભય રહિત થઈ નિર્વિધ્રપણે વાંછિત સ્થાને પહોંચી જાય છે.-૪૪
વાર્તા ૨૬ મી શ્લેક ૪૪ ધન, સુવર્ણ, રત્ન તથા નંદનવન સમાન બગીચાઓથી સુશોભિત તામ્રલિપ્તી? નામની નગરીમાં ધનાવહ નામને એક શેઠ રહેતો હતો. તે પોતે એક વખત નગરમાં પધારેલા શ્રી જિનેશ્વરસૂરિ નામના જૈન સાધુ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયો, આચાર્યશ્રીએ ઉપદેશ આપતાં કહ્યું કે –
"वन्द्यास्तीर्थकृतः सुरेन्द्रमहिताः पूजां विधायामलां
सेव्याः सन्मुनयश्च वन्द्यचरणाः श्रव्यं च जैनं वचः। सच्छीलं परिपालनीयमतुलं कार्य तपो निर्मलं
ध्येया पञ्चनमस्कृतिश्च विदुषा भाव्या च सद्भावना ॥१॥" અર્થા –ચિત્તની શુદ્ધિ પૂર્વક નિર્મળ પૂજા કરીને દેવેદ્રો વડે પૂજ્ય તીર્થકરીને નમસ્કાર કરવો જોઈએ, જેના ચરણે ભવ્યાત્માઓ વડે વંદનીય છે તેવા મુનિઓની સેવા કરવી જોઈએ, જિનેશ્વરના વચનને સાંભળવું જોઈએ, ઉત્તમ શીલ
૧ દમાં ગામનું નામ ‘તીરપુર” બંદર છે, જ્યારે જમાં ગામનું નામ “તામલી” છે. ૨ ૪ માં શેઠનું નામ વિશેઠ' છે, જ્યારે માં “ધનચંદ્ર' છે. ૩ ૪ માં મુનિનું નામ નિશાન પણ નથી, જ્યારે માં “ચંદ્રકીર્તિ' નામ છે.