________________
૨૭
કથાગ્રંથો અને મહાપુરુષોનાં ચરિત્રો પૈકી કોઈપણ વિષયનું પુસ્તક જુઓ. વિદ્યા મંત્ર અથવા તેના પ્રભાવ સંબંધમાં કંઈ ને કંઈ લખેલું તેમાં મળી આવશે જ.
આ ઉપરથી પાઠક નું જોઈ શકશે કે પૂર્વે ભારતવર્ષમાં આ વિદ્યામંત્રને પ્રચાર ઘણે અસાધારણ હતું. પાંચમીથી દસમી સદી સુધીના પાંચ વર્ષના ગાળામાં આ વિષયના નાના મોટા બેથી અઢી હજાર જેટલા ગ્રંથો તો એકલા બૌદ્ધ ભિક્ષુઓએ જ બનાવ્યા હતા. આ ઉપરથી ભારતવર્ષમાં મંત્રવિદ્યાનો ફેલાવો કેટલે હોવો જોઈએ તેનું અનુમાન કરી શકાશે. બૌદ્ધ સંપ્રદાયમાં આ વિષયના ગ્રંથની બહુલતા હોવાથી જ હાલના વિદ્વાનોનું માનવું છે કે મંત્રવિદ્યા તથા તંત્રવિદ્યાના ગ્રંથ જૈનાએ બૌદ્ધ સંપ્રદાયના અનુકરણ રૂપે તૈયાર કર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે જૈન સંપ્રદાયના તે વિષયના ગ્રંથો થોડા ઘણા અપવાદ સિવાય હજુ સુધી અપ્રસિદ્ધ છે. તેથી જ “શ્રી ભરવપદ્માવતી કહ૫' નામના ગ્રંથની પ્રસ્તાવનાને વિદ્વાન લેખક શ્રીયુત, મોહનલાલ ભગવાનદાસ સોલિસીટર જેના મોમાંથી પુરાવાઓ આપીને સાબિત કરવાના છે+કે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ સંપ્રદાયની અસર પહેલાં પણ જૈનાચાર્યો આ વિદ્યાર્થી અનભિજ્ઞ ન હતા.
વિદ્યામંત્રના પ્રચારની દૃષ્ટિએ આ તો એક સાધારણ વાત થઈ. પરંતુ જૈન સમાજનો આ વિષયમાં કેટલો આદર હતો તે બતાવવાની ખાસ જરૂર છે. બૌદ્ધ લોકોએ આ વિષયને જેમ ધાર્મિક રૂપ આપી, અવશ્ય કર્તવ્ય તરીકે તેને સ્વીકાર કર્યો હતો અને વાતવાતમાં તેનો ઉપયોગ કરતા હતા તેટલી હદે જેનાચાર્યો બીલકુલ ગયા નહોતા. તેઓ મંત્રશાસ્ત્રનો અભ્યાસ કરતા એટલુંજ નહિ. પણ કોઈ કોઈ પ્રસંગે પતિત સાધુ અથવા ગૃહસ્થોની ખુશામત કરીને પણ આ જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા, છતાં પણ એનો ઉપયોગ લાભાલાભ જોઈને શાસન રક્ષાના કારણ નિમિત્તે જ કરતા. વજીસ્વામી, પ્રિયગ્રન્થિસૂરિ, આર્યખપટ, આર્યમંગુ, પાદલિપ્તસૂરિ, માનદેવસૂરિ, સિદ્ધસેન દિવાકર,હરિભદ્રસૂરિ, માનતુંગસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીજિનદત્તસૂરિ, શ્રીજિનપ્રભસૂરિ, વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ, શ્રીમલિષેણસૂરિ, શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય વગેરે અનેક પ્રાચીન તેમજ અવાચીન આચાર્યે આ વિષયના અનુભવો મંત્રવાદીઓ હતા. આર્યસ્થૂલભદ્ર જેવા સ્થવિર પણ કારણ વિના આ શક્તિનો ઉપયોગ કરવાથી શિક્ષાને પાત્ર થયા હતા. અને આવા સખત પ્રતિબંધના કારણથીજ બૌદ્ધોની માફક જૈનોમાં આ મંત્રવાદથી આચાર ભાગમાં વિકૃતિ થવા પામી નથી. બીજું એ પણ કારણ છે કે જ્યારે બીજા લોકો અહિક ફળની આશાથી જ મંત્ર અને વિદ્યા જપતા ત્યારે પણ જૈનાચાર્યોને આમાં મુખ્ય ઉદ્દેશ કર્મનિર્જરાનો હતો. સૂરિમંત્રનું અનુષ્ઠાન જે લગભગ પ્રત્યેક જૈનાચાર્યને કરવું પડતું તેનો પણ ફલાદેશ કર્મનિર્જરાને લગતા હતો. બૌદ્ધ અને ખાસ કરીને શાક્ત લોકોના મંત્રવાદથી જૈનોના મંત્ર અને વિદ્યાઓ તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિ સાધ્ય હેવાથી પણ મન્નવાદ જૈન આચારમાં વિકૃતિ ઉત્પન્ન કરી શક નથી.
+ આ પ્રસ્તાવના હજુ તેઓ શ્રી લખી રહ્યા છે. *"विज्जग उभयं सेवे त्ति । उभयं णाम पासस्थ गिहत्था ते विज्जमन्त जोगादिणिमित्तं सेवे इत्यर्थः॥"