________________
સહાપ્રાભાવિક નવસ્મરણું.
જિનેશ્વરનું વદન તથા ભક્તામરસ્તેાત્રનું પઠન કર્યા વિના ભાજન નહિ લેવાન પેાતાના નિત્ય નિયમ હાવાથી તેણીએ ભાજન કર્યું નહિ.
3.
તેણીના સાસરા વગેરેએ કહ્યું કેઃ “હે વત્સે ! ભેાજન કર, તારે આખું આણુવું જોઈતું નથી, જેમ ડાંગર ઉત્પન્ન કરનાર જુદા હાય છે, અને ખાનાર પણ જુદા હાય છે, તેમ કન્યા પણ પિતૃગૃહે મેાટી થાય છે અને મેાટી થએથી શ્વસુરગૃહે જાય છે. તે માટે શેાક કરવા છેાડી દઇને ભેાજન કરી લેા.” તેણી આ બધું સાંભળીને મૌન રહી.
ડાહીના શ્વસુરપક્ષના બધા માણસો એવું સમજ્યા કે તેણી પેાતાના પિતાના ઘરના વિરહને લીધે ભોજન લેતી નથી, એમ માનીને આગળ પ્રયાણ કરવા લાગ્યા, રસ્તામાં રાત્રિ પડતા બધાં માણસે જ્યારે સૂઈ ગયા, ત્યારે તેણીએ તેરમા અને ચૌદમા કાવ્યના એકચિત્તે પાઠ શરૂ કર્યાં તુરત જ ચક્રેશ્વરી દેવી રાત્રિના સમયે પ્રગટ થયાં અને ખેલ્યાં કે:-“ભદ્રે ! ભોજન કર! તને શું ન્યૂનતા છે ? હું આદીશ્ર્વર ભગવાનની સેવિકા ચક્રેશ્વરી છું,”
ડાહી ખેાલી કેઃ–મારૂં વ્રત પૂરણ કરે.”
લુંટારાઓએ તેને ઘેરી લીધા. ડાહીની સાથેના માણસા પહેલાં તે આવનાર માણસાની સામે થયાં, પણ આવનાર લુટારાઓનું બળ વધારે હાવાથી અને તેઓ તરફથી એકદમ હલ્લા થવાથી ડાહીની સાથે આવેલાં માણુસા નાસી ગયા. પછી લુટારાઓએ ડાહીને સતાવવા માંડી પ્રથમ તે ડાહીએ નમ્ર વાણીથી ધણી આજીજી કરી, પણ આજીજીની અસર તેઓપર કાંઇ ન થઈ.
લુટારાઓ વધારે ઉદ્ધતાઇ કરવા લાગ્યા અને છેવટે ડાહી પર બળાત્કાર ગુજારવા તૈયાર થયા. તે જ વખતે ડાહીએ ભક્તામર સ્તોત્રના ૧૩-૧૪મા શ્ર્લાકનું સ્મરણ કરવા માંડયું, આથી સત્ય-શીલને પ્રભાવ એકદમ પ્રકાશી નીકળ્યા અને ઉપરાક્ત અને ક્ષેાકથી પાણી મંત્રી તે લુંટારાએ પ્રત્યે ફૂંકયું, એટલે લુંટારાએ ભય અને દુઃખથી ત્રાસવા લાગ્યા તથા તેઓના શરીરમાં વ્યાધિ થવા લાગ્યા અને લુંટારાઓ ત્યાંજ સ્થંભી ગયા,
જ્યારે લુંટારાઓમાં હલનચલન કરવાની કાંઇ પણ શક્તિ ન રહી, ત્યારે ડાહીએ પેાતાની સાથેનાં માણસો જે દૂર નાસી ગયાં હતાં તેઓને પાછા ખેાલાવી પેાતે ચાલવાની તૈયારી કરી. તે વખતે લુટારાએ દીન વદને પ્રાર્થના કરી કે અમેાને આ સ્થિતિમાંથી દયા કરી મુક્ત કરી પછી આપ આગળ જાઓ.
ડાહીએ તેમની દીનવાણી સાંભળી, ફરીવાર આવા અન્યાય અને જીલ્મ નહિ કરવાની પ્રતિજ્ઞા આપી. પછી તે જ એ ક્ષેાકાથી મંત્રી પાણીના છંટકાવ કર્યો એટલે સર્વે લુટારા છુટા થયા અને ડાહીને ધમ્હેન કહી તેણીના પગમાં પડ્યા અને ક્ષમા માંગી.”