________________
ભક્તામર સ્તોત્ર,
૩૩
સ્થિતિમાં પણ ધૈર્ય રાખી નીતિમય જીવન ગુજારવું અને પ્રભુભક્તિ કરવી જેથી આ જન્મનું દુઃખ દૂર થાય અને અન્ય જન્મમાં શાંતિ પ્રાપ્ત થાય વગેરે ઉત્તમ પ્રકારનો બોધ આપી તેને ભકતામર સ્તોત્ર શીખવાનું કહ્યું અને વધારામાં કહ્યું કે આ મહાપ્રાભાવિક સ્તોત્રનો વિધિપુરઃસર જે નિત્યપાઠ કરવામાં આવે તો આ જન્મનાં દુઃખો દૂર થશે અને અન્ય જન્મમાં ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થશે તથા પરંપરાએ કર્મનાં ગાઢ બંધને પણ તૂટી જતાં મોક્ષ સુખની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે પિતાની અપૂર્વ શક્તિના પ્રભાવે થોડા વખતમાં જ કપદીને ભકતામરસ્તોત્ર શીખવી દીધું..
પદ પ્રભાતના સમયે હમેશાં એકાગ્રચિત્તથી વર્ણમાત્રાની શુદ્ધિ પૂર્વક ભકતામર તેત્રનો પાઠ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક દિવસ ૫દી એકાગ્રચિત્તથી ભકતામરને પાઠ કરતો હતો, તે સમયે એકાએક તેના ઓરડામાં પ્રકાશ થયો અને ચકેશ્વરી દેવી આવીને કપર્દીને કહેવા લાગી કે –“હે મહાનુભાવ ! તારી અચળ શ્રદ્ધા અને પ્રભુભક્તિથી હું તારા પર તુટમાન થઈ છું. તે તારે જે જોઈતું હોય તે માગી લે. દુનિઆની વ્યાવહારિક વસ્તુઓ આપવાની મારી શક્તિ છે, પરંતુ આત્મિક વસ્તુઓ આપવાની મારી શક્તિ નથી.”
- આ શબ્દો સાંભળી કપદી કહેવા લાગ્યો કે –“હે માતા ! હું આ જન્મથી બહુ જ નિર્ધન અને ગરીબ છું અને એ ગરીબાઈને લીધે મારે મહાસંકટ ભોગવવાં પડે છે અને અનેક પાપકર્મ કરવાં પડે છે, તો જે આપની કૃપા મારા પ્રત્યે થઈ હોય તો હાલમાં તે મને ધન જોઈએ છે તે આપો એટલે બસ.”
જવાબમાં દેવીએ કહ્યું કે –“તારી તે ઈચ્છા પૂર્ણ કરવાને માટે આજ સાંજે તારે ઘેર “કામધેનુ ગાય આવશે, તેનું દૂધ તે કોરા ઘડામાં દેહી લેજે એટલે તે સુવર્ણ બનશે. આટલું કહી દેવી ચાલી ગઈ. સાંજ થઈ અને શેઠના ઘરના બારણા પાસે એક સુભિત અને સુંદર કામધેનૂ આવી. શેઠે તેને આદરપૂર્વક લાવી પિતાના ઘેર બાંધી, અને કેરા ઘડામાં તેણીનું દૂધ દેહવા માંડયું. તે દૂધના તેને એકત્રીશ ઘડાઓ ભર્યા. પછી દેવીએ આવી કપદીને કહ્યું કે –“હવે તારી શી ઈચ્છા છે? જે હોય તે કહે.”
કપર્દીએ કહ્યું કે “મારી ધનની ઈચ્છા તે પૂરી થઈપણ મારી હવે એવી ઈચ્છા છે કે મને મળેલા ધનનો સદુપયેાગ તરીકે આ શહેરમાં જેટલા ધર્મિષ્ટ પુરુષે છે તેઓને મારે કામધેનુ ગાયના ઉત્તમ દૂધથી તૈયાર થએલ ખીરનું ભજન
૧. ન માં એકવીશ ધડા ભર્યો એમ લખેલું છે.