________________
૩ ૨૦
મહામાભાવિક નવસ્મરણ. થાય? અર્થાત કોઈ પણ સમર્થ થતો નથી. પ્રલયકાળના પવનથી મગરના સમૂહ જેને વિષે ઉછળી રહ્યા છે એવા સમુદ્રમાં બે હાથ વડે તરવાને કોણ સમર્થ થાય છે? જેમ બે હાથથી સમુદ્ર તટે અશકય છે, તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.-૪
વાર્તા ૨ ક. ૩-૪ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલા માલવદેશમાં આવેલી ઉજજયિની નામની નગરીમાં સુમતિ” નામને એક ભદ્રક પરિણામવાળો અને નિર્ધન વણિક રહેતો હતો. તે નીતિમાન, સરલ અને દયાવાન તેમ જ ધર્મપ્રેમી હતા. તે દરિદ્રી હોવા છતાં પણ અનીતિના માર્ગ દેરાએ ન હતે.
એક વખતે ઉજજયિની નગરીના બહારના ઉદ્યાનમાં કોઈ શ્વેતામ્બર જૈન મુનિ પોતાના શિષ્યમંડળ સાથે પધાર્યા. ગામમાં સાધુ પધારવાની ખબર થવાથી અનેક સ્ત્રી પુરુષો દર્શનાર્થે અને ધર્મોપદેશ શ્રવણાર્થે હર્ષભેર આવવા લાગ્યા. લોકોની સાથે સુમતિ વણિક પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા હતા. જ્યારે ધર્મોપદેશ શ્રવણ કરીને બધા માણસો ચાલ્યા ગયા ત્યારે સુમતિ કે જે હજુસુધી શાંતચિત્તે ત્યાં બેઠેલા હતા, તે પિતાના સ્થાનથી ઉઠી ઊભે થઈ મુનિ મહારાજની પાસે આવી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વંદન–નમસ્કાર કરી નજીક બેસી બે હાથની અંજલિ જોડી કહેવા લાગ્યો કે –“મહાત્મન્ ! આપે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અને એવા ધમથી જ મુક્તિ મળે એમ કહ્યું તે યથાર્થ જ છે, પરંતુ ધર્મ કરે એ મનવૃત્તિ શાંત અને સ્થિર હોય તે જ બની શકે. કાંઇક બાહ્ય જીવન સુખરૂપ હેય તે તે બને, પણ દરિદ્રી માણસ કે જેને એક ટંકના ખોરાકના માટે પણ વાંધા પડતા હોય તેવા મનુષ્ય ધમ કેવી રીતે કરી શકે? મને ધર્મ કરવાની ઘણીએ ઈચ્છા છે, પરંતુ દરિદ્રતા રૂપી પિશાચિની મારી કેડા છોડતી નથી. આપશ્રી દયાળુ છે અને કોઈપણ દુઃખી પ્રાણીને સુખી કર એ આપને ધર્મ છે. પરેપકારી મહાપુરુષે પોતાની જાતે સંકટ વેઠીને પણ અન્યનું કલ્યાણ કરવા પ્રયત્ન કરે છે, તે મારા જેવા દરિદ્રી પર દયા લાવી મને કોઈ એ ઉપાય બતાવે કે જેથી દરિદ્રતા રૂપી પાપિણી મારે કેડો છેડે.
આવા કરૂણાપૂર્ણ વચન સાંભળી તે દયાળુ મહાત્માનું હૃદય દ્રવવા લાગ્યું અને તેનું કલ્યાણ કરવાની લાગણી થઈ આવી. દયદ્ર હૃદયે મહાત્મા બોલ્યા કે –
૧. ૪ માં શેઠનું નામ “વીરચંદ” આપેલું છે, જ્યારે માં “સુમતિચંદ્ર' નામ આપેલું છે. ૨, ૩ માં મુનિનું નામ “અનાશ્રવી” આપેલું છે, જ્યારે માં “પિહિતાશ્રવ” નામ આપેલું છે.