________________
૧૪
કોઇનામાં છે ? મયૂર પડિતે સૂર્યને પ્રસન્ન કરીને પોતાને કાઢ રાગ મટાડ્યો અને ખાણુ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથપગ નવા પ્રાપ્ત કર્યાં. શું આવી શક્તિ ખીજા કોઈનામાં છે? જો તમેા પણુ કાંઇ જાણુતા હૈ। તા બતાવેા.
રાજાનાં આવું વચનેા સાંભળીને આચાય ખાલ્યા કે—“હે રાજન! અમે ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીયે, અમે જે કાંઇ કરીયે તે કેવળ ધર્મને માટે જ. આચાયનાં આવાં નિરીહ વચના સાંભળીને રાજાએ સેવાને આજ્ઞા આપી કે– આમને સાંકળેાથી બાંધીનેતે અંધારી કોટડીમાં પૂરીદ્યો ' સેવાએ રાજાતી આજ્ઞાનું પાલન કરીને માનતુંગરને અંધારી કાડીમાં કેદ કર્યાં, પરંતુ માનતુંગસૂરિએ ત્યાં જ પેાતાના ઈષ્ટદેવ આદિનાથની ‘ભક્તામર’ આ શબ્દથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી અને પોતે અંધનમુક્ત થઇ સ્વયં છૂટીને રાજાની પાસે આવીને રાજાને મળ્યા. આચાની આવી અદ્ભુત શક્તિ નજરે જોઇને રાજા ઘણા પ્રસન્ન થયા, અને તે જ સમયથી તે જૈનધમ અને જૈનસાધુઓને ભક્ત થયા.”
પ્રસ્તુત પ્રભાવક ચરિત્રના ઉલ્લેખથી વીરવંશાવલિ'માં આ સ્તોત્રની ઉત્પત્તિ સંબંધી ઉલ્લેખ જુદી જાતના મલી આવે છે, જે આ પ્રમાણે છેઃ——
“માલવ દેશના ઉજજન નામના નગરમાં વૃદ્ધ ભાજદેવ નામના રાજા રાજ્ય કરતા હતા, તેની સભામાં મચૂર અને ખાણ નામના બે બ્રાહ્મણુ પડતા હતા, એક વખતે તે બંને જણા વાદિવવાદ કરતા રાજસભામાં અહંકાર કરવા લાગ્યા. એક કહું કે હું વિદ્વાન છું અને ખીજો કહે કે હું વધારે વિદ્વાન છું, આ પ્રમાણે બંને જણને એક બીજા પ્રત્યે અદેખાઈ કરતા દેખીને રાજા ભાજે કહ્યું કેહું વિદ્વાના! તમે બંને જણા કાશ્મીર દેશમાં જા, ત્યાં રહેલી શારદાદેવી જેએને વિદ્યાવત કહે તે મોટા પતિ, આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી બંને જણા કાશ્મીર તરફ ગયા, અનુક્રમે ધણા માગ એળ’ગી શારદાના મદિરે પહોંચ્યા ભેાજન કરીને અંતે જણા સાંજના વખતે સુતા હતા, તે વખતે સરસ્વતીએ પરીક્ષા કરવાને માટે અજાગતા એવા મયૂરને સમસ્યા પૂછી કે–
શતચંદ્ર નમતમ્”
તે સાંભળી મયૂરે કહ્યું કે
'दामोदरकराघात विह्वलीकृतचेतसा ।
दृष्टं चाणूरमलेन शतचंद्रं नभस्तलम् ॥१॥
કૃષ્ણના કરાધાતથી આકુળવ્યાકુળ થએલ ચાણુરમલે આકાશતલમાં સેકડા ચદ્રો જોયા. આ પ્રમાણે મયૂરે સમશ્યા પૂર્ણ કરી.
તે સ્તંભળી પુનઃ બાણુને પરીક્ષા માટે સરસ્વતીએ સમશ્યાનું પદ પૂછ્યું કે
“શતચંદ્ર નમતમ્”
તે સાંભળી અર્ધ જાગતા એવા માણે કહ્યું કે
'यस्यामुत्तंगसौधाग्रे विलोलवदनांबुजे । विरराज विभावर्या शतचंद्रं नभस्तलं ॥१॥”