________________
પ્રિયંકર નૃપ કથા. ત્યારે કુમાર બે કે “ખુશીથી તમે કહો, જે મારાથી બની શકશે તે કરીશ.” બ્રાહ્મણ છે કે:-“જે તમે મારી પ્રાર્થના ને ભંગ ન કરો તો જ પ્રાર્થના કરું.”
"परपत्थणापवनं मा जणणि ! जणसु परिसं पुतं ।।
मा उअरे वि धरिज्जसु पत्थणभङ्गो को जेण ॥१६७॥ પારકાની પ્રાર્થના સાંભળીને બેસી રહેનાર એવા પુત્રને હે માતા ! તું જન્મ જ ન આપીશ ! [અને] જે પારકાની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે તું ઉદરમાં પણ ધારણ ન કરીશ.”
વળી હે પરોપકારી તું સાંભળ! ઉત્તમ પુરૂષ માટે પરોપકાર એ જ ઉત્તમ વસ્તુ છે. કેમકે –
ચાડીઓ (પુરૂષ) ખેતરની રક્ષા કરે છે, ધજા મહેલનું, ભસ્મ દાણાનું અને દાંતમાં રાખેલું એવું તરખલું પ્રાણનું રક્ષણ કરે છે. આ પ્રમાણે જડ વસ્તુઓ પણ રક્ષણ કરે છે, તો પછી પારકા પ્રત્યે ઉપકાર નહિ કરનાર માણસથી શું ? અર્થાત્ પારકા પર ઉપકાર ન કરે તો માણસ તરખલાંથી પણ હલકે સમજો.”—૧૬૮
આ પ્રમાણે ઘણું ઘણું કહીને તે બ્રાહ્મણે પોતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે:-“હે ઉત્તમપુરુષ ! સાંભળ-સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામનો રાજા છે. તેણે એક મોટો યજ્ઞ માંડે છે. ત્યાં તેની સમાપ્તિના ઉત્સવ વખતે દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષ મૂલ્યવાળો એક એક હાથી આપવાને છે; તેથી હું ત્યાં જઈશ. કારણ કે –
"किं किं न कयं को को न पत्थिओ कह कह न नामिअं सीसं।
दुब्भरउअरस्स कप किं न कयं किं न काय? ॥१६॥ [આ ] દુઃખે ભરી શકાય એવા પેટને માટે શું શું નથી કર્યું, કોની કોની પાસે ભીખ માગી નથી; ક્યાં ક્યાં મસ્તક નથી નમાવ્યું અને ] શું શું નથી કર્યું ?”
તેથી તારી પાસે મારી સ્ત્રીને મૂકવા માટે હું આવ્યો છું. હું મારું કાર્ય કરીને જેટલા વખતમાં અહીં પાછો ન આવું, ત્યાં સુધી રૂપ અને લાવણ્યયુક્ત મારી સ્ત્રીને તારે ઘેર સંભાળીને રાખજે. [અને તેની પાસે ] પાણી ભરાવવું, રંધાવવું તથા છાશ લેવા વગેરે કામ કરાવવું અને ભોજન આપવું. તેવા પ્રકારના કોઈપણ સ્વજનનો મારે અભાવ હોવાથી અને બીજે કંઈપણ ઠેકાણે વિશ્વાસ નહિ આવવાથી ઉત્તમ એવા તારી પાસે તેને મૂકીને હું નિશ્ચિતપણે જઈ શકું તેમ છું.
કુમાર બે કે “હે હિત્તમ! અહીંયાં તમારા પિતાના ગોત્રના, તમારી જ્ઞાતિના તથા તમારા જ વર્ગના લોકો છે, તેમને સોંપીને તમે જાઓ.”