________________
આ સ્તવનના રચયિતા શ્રી નંદિણ ગણિ તે શ્રી મહાવીર જિનના શિષ્ય નહિ પણ શ્રીનેમિનાથના શિષ્ય હોવાના વધુ પુરાવા જે મને ભલી આવ્યા છે તે નીચે પ્રમાણે છે –
૧ શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રસિદ્ધ થએલ “પંચપ્રતિકમણ સૂત્ર” નાં પાના ૨૮૨ ઉપર અજિતશાંતિ સ્તવના ૩૭ મા શ્લોકના અર્થમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલો છે –
“ અહીયાં કેટલા એક વૃદ્ધ પુરુષો એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફાયૅ શ્રી અજિત, શાંતિ ચોમાસુ રહ્યા હતા, પછી તે બંને તીર્થંકરના પૂર્વાભિમુખ દેરાં થયાં, તિહાં એકદા શ્રી નેમિનાથના ગુણધર, શ્રી નંદિષેણસૂરિ તીર્થયાત્રા આવ્યા થકા શ્રીઅજિતશાંતિ સ્તવનની રચના કીધી.”
૨ મારી ચન્યાવલિના પહેલાં પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલ ‘જૈનસ્તોત્ર સંદેહ ભાગ. ૧ લા’ ના પાન ૧૧૨ ઉપર શ્રીધર્મઘોષસૂરિ વિરચિત મહામન્વ ગર્ભિત અજિતશાંતિ સ્તવના ૩ જા અને ચોથા શ્લોકમાં આ પ્રમાણે ઉલલેખ કરેલો છેઃ
"वासासु विहिअवासा सुविहिअसित्तंजए अ सित्तुजे । तहिं रिद्वनेमिणो रिटनेमिणो वयणओ जेउ ॥३॥ देविदथुआ थुणिआ वरविज्जा दिसेणगणिवइणा ।
समयं वरमंतसधम्मकित्तिणा अजियसंतिजिणा ॥४॥" ૩ મુનિ મહારાજ શ્રી વીરવિજયજી દ્વારા સંપાદિત શ્રીજિનપ્રભસૂરિ વિરચિતાવચૂરિ સહિત શ્રી અજિતશાંતિ સ્તવન' નામના પુસ્તકના ૪૧ મા તથા ૪૨ મા પાના ઉપર શ્રી જિનપ્રભસૂરિ એ ૩૭ મા કાવ્યની ટીકામાં કરેલો ઉલ્લેખ આ પ્રમાણે છે:
"नन्दिषेणश्चेह श्रेणिकपुत्रो नेमिगणधरो वा, श्रेणिकपुत्रोऽन्यो वा कश्चिन्महर्षि न सम्यगवगम्यते, केचि. त्त्वाहः? श्रीशत्रुजयान्तगुहायामजितशान्तिनाथो वर्षारात्रीभवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपसरः समीपेऽजितचैत्यं च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिवचनात्तीर्थयात्रोपगतेन तत्राजितशान्तिस्तवरचना कृतेति ॥३७॥
ઉપરોક્ત ત્રણે ઉલ્લેખ પૈકી ત્રીજા ઉલ્લેખના કર્તા શ્રી જિનપ્રભસૂરિ જેવા ઐતિહાસિક પુરુષના સમયમાં પણ આ અજિતશાંતિના રચનાર શ્રીવર્દમાન જિનશિષ્ય અને પૂર્વાવસ્થામાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રીનંદિષેણ મુનિ હોવા જોઈએ કે શ્રી નેમિનાથના ગણધર શ્રીનંદિષેણુજી હોવા જોઈએ તે બાબતમાં મતભેદ ચાલતો હતો, અને તેથી જ આના રચયિતા કોના શિષ્ય હતા તે સંબંધી નિશ્ચય કરવો મુશ્કેલ જણાય છે અને તેવું તુ વઢિાળ્યમ્ લખીને આ ચર્ચા સમાપ્ત કરું છું, વળી પ્રસ્તુત ગ્રંથમાં વાચકોને ઉપયોગી ધારીને “અજિતશાંતિ સ્તવન” ના ઇદે નાં લક્ષણેની સમજુતી તે તે ઇદની નીચેના ભાગની કુટનોટોમાં આપેલી છે, જે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરવાળા તરફથી પ્રસિદ્ધ થએલા પંચ પ્રતિક્રમણ સૂત્ર ઉપરથી લેવામાં આવેલ છે અને તે માટે તે સંસ્થાના કાર્યવાહકેને અને આભાર માનવાની તક લઉં છું. ૭ ભકતામર સ્તોત્ર
આ સ્તોત્રનું નામ પણ તેના પ્રારંભિક પદ ઉપરથી પડયું છે. વળી આ સ્તંત્ર ઉપરોક્ત છ સ્મરણેની માફક પ્રાકૃત ભાષામાં નહિ પણ સંસ્કૃત ભાષામાં ને વસંતતિલકા છંદમાં રચાએલું