________________
પ્રિયંકર નૃ૫ કથા.
લપ
"ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्त पोषकः।
तन्मित्रं यत्र विश्वासः, स भार्या यत्र निवृतिः ॥१३६॥ તે જ [ સાચા ] પુત્ર છે કે જે પિતાની ભક્તિ કરે, તે જ [ સાચા ] પિતા છે કે જે પિષક હેય; તે જ [ સા ] મિત્ર છે કે જ્યાં વિશ્વાસ મુકી શકાય અને તે જ [ સાચી ] સ્ત્રી છે કે જેની પાસેથી શાંતિ મળી શકે.”
એક વખતે પ્રિયંકર શ્રીદેવગુરૂનું સ્મરણ તથા નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તવન વગેરેને વિશેષ જાપ-ધ્યાન કરીને સૂઈ ગયો હતો. ત્યારે રાત્રિના પાછલા પ્રહરના વિષે તેણે મહા આશ્ચર્યકારક સ્વપ્ન જોયું. (પછી) તુરત જ જાગૃત થઈને નમસ્કારમગ્નનું સ્મરણ કરવા લાગ્યા. કેમકે -
" जिणसासणस्स सारो, चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥१३७॥ पसो मंगलनिलओ, दुहविल ओ सयलसंतिजणओ य ।
नवकारपरममतो चिंतिअमित्तो सह देइ ॥१३८॥ જિનશાસનના સારરૂપ અને ચઉદપૂર્વમાંથી જેને ઉદ્ધાર કરેલ છે, તે નવકારમંત્ર જેના મનમાં હૃદયમાં જાગ્રત છે, તેને સંસાર શું કરી શકે? આ નમસ્કાર મહામંત્ર મંગલના સ્થાનરૂપ, દુઃખનો નાશ કરનાર, અને સમસ્ત શાંતિને કરનાર છે અને તે ચિંતવન માત્રથી સુખને આપનારો છે.–૧૩૭, ૧૩૮.
[ પછી તે વિચાર કરવા લાગ્યા કે– ] મેં પહેલાં વૃદ્ધ પુરૂષોના મુખેથી સાંભળ્યું છે કે- [ ઉત્તમ] સ્વપ્ન જોઈને નિંદ્રા કરવી નહિ. વિવેકવિલાસ ( સગ. ૧, બ્લેક ૧૪)માં કહ્યું છે કે –
"लुस्वप्नं प्रेक्ष्य न स्वयं, कथ्यमहि च सद्गुरोः ।
દુહ્યને પુન:સ્ત્રોજા, જા પ્રોવિર્યાઃ શરૂ સારું સ્વપ્ન જોઈને સૂઈ ન જવું અને તે દિવસ ઉગ્યા પછી સદૂગુરૂને કહેવું, [અને] ખરાબ સ્વપ્ન જોઈને ઉપર કહ્યું તેનાથી ઉલટું કરવું અર્થાત્ સૂઈ જવું અને કોઈને પણ કહેવું નહિ.
સવારમાં પિતાને આવેલા સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું, તે આ પ્રમાણે- હે પિતા ! ] મેં મારા પિતાના શરીરમાંથી આંતરડાં ખેંચીને, તેને જુદાં જુદાં કરીને, તે આંતરડાંથી આખા અશોકપુરને ધીમે ધીમે વીંટી લીધું. ત્યારપછી મારા પિતાના શરીરને અગ્નિમાં બળતું જોયું. (અને) જેટલામાં પાણીથી તેને શાંત કરવા ગયે, તેટલામાં હું જાગૃત થઈ ગયે. આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફલ મને પ્રાપ્ત થશે?