________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
એક વખતે એ રાજકન્યાને વિચાર આવ્યો કેઃ “મારા પતિ કેાણ થશે ?” ત્યારે ગાંધારી દેવીએ એને સ્વપ્નમાં જણાવ્યું કે:“અયેાધ્યાના સ્વામીના પુત્ર નદન નામને રાજકુમાર તારે પતિ થશે.” એમ સાંભળતાં તે પરમ પ્રમેાદ પામી અને એ હકીકત તેણે મને કહી સંભળાવી.
૧
આ વૃત્તાંતને ન જાણતાં તેના પિતાએ કેશાંખી પતિના પુત્ર સૂરસેન સાથે એ રાજકન્યાને આદરપૂર્વક સબંધ કર્યાં એટલે-‘ચતુરગ સેના સહિત તે મને અહીં પરણવાને આવ્યે છે અને આજ રાત્રે મારૂં લગ્ન છે.’ એમ સાંભળતાં એ રાજસુતા ભારે ખેદ પામી. વળી એ ખેદ્ર પૂર્વક ચિંતવવા લાગી કેડ-એવાં મારાં ભાગ્ય નથી કે જેથી હું વલ્લભને પામી શકું. શું ગાંધારી દેવતાનું પણ વચન મિથ્યા થશે ? કે દૈવે આવા સયેાગે. ઊભા કર્યા. ચર્મચક્ષુયુક્ત મારા પિતાએ તે મારું ચિત્ત ન જાણવાથી ભલે એમ કર્યું, પણ દિવ્યચક્ષુવાળા દૈવે આમ શા માટે કર્યું એમ તે અત્યંત ચિંતાતુર બની ગઇ. માટે હું કુમાર ! તમે એને પરણીને નિશ્ચિત કરો.” એમ કહીને વિમલા તે રાજકન્યાને ત્યાં લઇ આવી.
આ સાંભળીને રાજકુમાર નંદન બેલ્યેા કે-“તારી સખી તેા નિષ્ઠુર જેવી લાગે છે, કે દૂરથી આવેલ અમારૂં એ કાંઇ આતિથ્ય પણ કરતી નથી.”
ત્યારે રાજકુમારી બેલી કે:-“હે કુમાર ! અત્યારે બીજી આતિથ્ય કરવાને ક્યાં સમય છે” એમ કહીને તેણે હષ પૂર્વક સખીના હાથે કુમારના કંઠમાં પુષ્પમાળા પહેરાવી અને તાંબૂલ આપ્યુ એટલે કુમારે પણ પેાતાના કંઠમાંથી હાર કહાડીને સખીના હાથે રાજકન્યાના કંઠે આરેાપણ કર્યાં, જેથી તે અમૃતથી સિંચન પામી હાય તેમ પેાતાને ધન્ય માનવા લાગી.
એવામાં કંચુકીએ ત્યાં આવીને રાજકન્યાને નિવેદન કર્યું કે:-વિવાહ-લગ્નના સમય પાસે હેાવાથી દેવી તમેાને બેલાવે છે.”
ત્યાં રાજબાળા કુમારને કહેવા લાગી કેઃ–“હે સ્વામિન્ ! કહેા, હવે શું કરૂં ?” કુમારે કહ્યું:-પ્રિયે ! જા, વિષાદ શા માટે કરે છે ?”
એટલે રાજકન્યા વિમલાની સાથે ઘેર આવી. પછી સાંજે રાજકુમાર પ સાધક સહિત ત્યાં ગયા અને અવસર આવતાં મુક્તાવલીનું રૂપ કરીને સાધકને સૂરસેન કુમાર સાથે પરણાવી દીધા. અહીં ચેટક દેવે પાતે વિવાહ મંગલ રચીને વિમલાની સાક્ષીએ તેણે કુમારને રાજકન્યા પરણાવી.
હવે સસૈન પેાતાના આવાસમાં આવી સાધકને કહેવા લાગ્યા કેઃ “હે પ્રિયે ! તને પરણીને આજે હું લેાકેાત્તર (બધાં કરતાં અધિક) થયેાછુ ”