________________
મહામાભાવિક નવમરણ.
પછી શ્રી નમિનાથ પ્રભુને વંદન કરી કૌતુકથી જિનમંદિરનું અવલોકન કરતાં ત્યાં કુમારે એક ભાગમાં ગાંધારી દેવીની મૂર્તિ જોઈ અને એ દેવીની પૂજા કરતી કોઈ રમણી રાજકુમારને જોઈ મનમાં વિચાર કરવા લાગી કે –“આ કોઈ મનહર આકૃતિવાળે ભાગ્યશાળી પુરુષ છે. એમ ધારી અને હસ્તની અંજલિ જોડીને તે સ્ત્રી કહેવા લાગી કે –હે પ્રભો ! મહેરબાની કરીને અહીં બેસે અને આપનું પવિત્ર નામ જણાવી મને આભારી કરો.” એટલે પરના અનુગ્રહ માટે સાવધાન એવા કુમારે ત્યાં બેસીને દષ્ટિ સંજ્ઞાથી આદેશ કર્યો કે –એના પ્રશ્નનો જવાબ આપ.” ત્યારે સાધક બોલ્યો કે “આ અધ્યાના રાજાને નંદન નામે કુમાર છે અને પૃથ્વીમાં ભ્રમણ કરતાં કરતાં અહીં આવી ચડ્યો છે.” એમ સાંભળતાં જ તે રમણી કહેવા લાગી કે –પંચ પરમેષ્ટિના પ્રભાવથી અત્યારે મારી સખીનું પુષ્પવૃક્ષ ફળ્યું, માટે તેને તમારા આગમનજન્ય સમાચાર જણાવીને હું જેટલામાં અહીં આવું એટલે વખત તમે અહીં જ રાહ જોતા બેસો.” એમ કહીને તે સ્ત્રી તરત ત્યાંથી ચાલી ગઈ. ત્યારે નંદને સાધકને કહ્યું કે:-“એ સ્ત્રી મારું સ્વરૂપ જાણીને ક્યાંક ચાલી ગઈ, તેનું શું કારણ હશે ?” સાધક બોલ્યા “બીજું શું હોય ?. વિશાળ કુળમાં ઉત્પન્ન થએલી કઈ રમણી અનુરાગથી તમારા નિવેદનને ઇચ્છતી હશે, તેને હર્ષપૂર્વક નિવેદન કરવાને એ સ્ત્રી તરત અહીંથી ચાલી ગઈ. કારણ કે ભાગ્યવંત પુરૂષોને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે.”
તે સ્ત્રીએ જઈને નંદનના આગમનની વાત રાજપુત્રીને કહી સંભળાવી, જે સાંભળતાં મેઘધ્વનિથી મયૂરીની જેમ તે હર્ષ પામી. પછી તે સ્ત્રીની સાથે અત્યંત ઉત્કંઠાયુક્ત રાજકુમારી શિબિકામાં બેસીને પૂજાને હાને પિતાના પરિવાર સહિત તે ચિત્યમાં આવી. તેને જોતાં જ આશ્ચર્યચકિત થએલ નંદન જાણે કામવેદના જાગી હોય તેમ મસ્તક ધુણાવતે સાધકને કહેવા લાગ્યો કે –હે કુવલય! તું રાત્રે વિકાસ પામે છે, તે યુક્ત છે, હે ચંદ્ર ! તારી કળા અવર્ણનીય છતાં તું વારંવાર ગુપ્ત પ્રચાર કરે છે, તે પણ યોગ્ય છે, તે વિદ્ગમ ! તે સમુદ્ર પ્રવેશ કર્યો, તે પણ ઉચિત કર્યું છે, તે કમળ! તું જળમાં રહે છે, તે પણ ઠીક છે, હે કુંદ! તે વનમાં જઈને વાસ કર્યો, તે પણ સારું કર્યું. કારણ કે આ રમણીના નેત્ર, મુખ, અધર, હસ્ત અને દાંતની શોભાથી તમારી કાંતિ પરાભવ પામી હશે.”
હવે રાજકુમારની રમણીયતા જોતાં મનમાં વિસ્મય પામેલી રાજપુત્રી પોતાની સખીને કહેવા લાગી કે –“હે કંદર્પ ! તું હવે તારા રૂપને તજી દે, કારણ કે તું અનંગ તરીકે પ્રસિદ્ધ છે, હે ચંદ્ર! તું કલંકી છે, માટે સૌંદર્ય—લફમીને તારે