________________
નિવેદન સુધી “અમરકુમારની સજઝાય’ તથા પૃષ્ઠ ૧૧૯ થી ૧૨૧ સુધી “શ્રી નવકારમંત્રનો છંદ' પણ આપવામાં આવેલો છે. તે ઉપરાંત પૃષ્ઠ ૧૨૨ થી ૧૩૪ સુધી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત યોગશાસ્ત્રમાંથી પદસ્થ ધ્યાનનું સ્વરૂપ દર્શાવતો આઠમો પ્રકાશ તેના ગુજરાતી ભાષાંતર તથા તેને લગતી ચિત્રાકૃતિઓ ૧૯ ઓગણીશ સૌથી પ્રથમ જ વાર આ ગ્રન્થમાં રજૂ કરીને યોગશાસ્ત્રના અભ્યાસીઓની સુગમતા માટે મારા તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે, વળી ચિત્ર નંબર ૨૪ અને ૨૫માં દક્ષિણાવર્ત અને શંખાવર્તનું ધ્યાન ધરવા માટે બે પંજાની ચિત્રાકૃતિઓ પણ રજૂ કરવામાં આવેલી છે.
| પૃષ્ઠ ૧૩૫ થી ૧૪૯ સુધી શ્રી ભદ્રબાહુસ્વામી વિરચિત “ઉવસગ્ગહર સ્તોત્ર' તેના અર્થ સહિત તથા બારમી સદીમાં થએલા શ્રી ચન્દ્રાચાર્ય અને શ્રી પાર્શ્વદેવગણિવિરચિત બંને મિત્રમય ટીકાઓના આધારે સત્તાવીશ મંત્રાકૃતિઓ પણ પ્રથમ જ વાર અત્રે રજૂ કરવામાં આવી છે, જે વાંચવાથી આ સ્તોત્રની મહત્તા કેટલી છે, તે તુરત જ જણાઈ આવશે. વળી ૧૫૦ થી ૨૨૮ સુધી “ઉવસગ્ગહર સ્તોત્ર'ના પ્રભાવને દર્શાવતી ‘પ્રિયંકર નૃપકથા’નું શુદ્ધ ગુજરાતી ભાષાંતર શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈ પાસે કરાવીને આપવામાં આવ્યું છે. આ કથાનું ભાષાંતર પ્રથમ “શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી કરાવવામાં આવેલું છે, પરંતુ તેમાં ઘણી જ અશુદ્ધિઓ રહી ગએલી હોવાથી ભાઈશ્રી રતિલાલભાઈ પાસે ફરી નવેસરથી ભાષાંતર કરાવ્યું છે.
પૃષ્ઠ ૨૨૯ થી ૨૪૯ સુધી તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શ્રી સંનિકર સ્તવન' તેના વિસ્તારાર્થ સાથે તથા તેને લગતાં પ્રાચીન ચિત્રપટનું એક ચિત્ર અને તેમાં જણાવેલ ચોવીશ યક્ષો, વીશ યક્ષિણી, નવ ગ્રહ તથા દશ દિપાલનાં ચિત્રો ‘નિર્વાણુકલિકા' ગ્રન્થના આધારે આચાર્ય મહારાજ શ્રી જયસિંહસૂરિજી પાસે ચીતરાવીને પ્રથમ જ વાર રજૂ કરવામાં આવેલાં છે: શ્રી સંતિકર સ્તવનમાં વર્ણવેલ સેળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન તાડપત્રનાં ચિત્રો મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન ચિત્રકલ્પમ” નામના ગ્રન્થમાં ચિત્ર નંબર ૧૬ થી ૩૧ સુધી પ્રસિદ્ધ થઈ ગએલાં હોવાથી અને તેનાં નવીન ચિત્રો આપવા યોગ્ય ધાર્યું નથી. પૃઇ ૨૫૦ થી ૨૫૪ સુધી શ્રી સંતિકર સ્તવાખાય’ વિધિ સહિત આપવામાં આવેલ છે.
પૃષ્ઠ ૨૫૫ થી ૨૫૯ સુધી “શ્રી તિજ૫ત્ત (સત્તરિય) સ્તોત્ર' મૂળ તથા અર્થ સહિત અને પૃષ્ઠ ૨૬૦ થી ૨૭૧ સુધી શ્રી તિજયપહુન્ન સ્તોત્રને લગતા મંત્રાજ્ઞાનું વિવેચન તથા તેને લગતી જુદી જુદી જાતની ૨૦ વીશ યંત્રાકૃતિઓ આપવામાં આવી છે.
પૃષ્ઠ ૨:૩૨ થી ૨૮૭ સુધી શ્રી માનતુંગસૂરિવિરચિત “શ્રી નમિણ સ્તોત્ર' મૂળ, અર્થ તથા મંત્રાધરાજ ચિંતામણિ નામના ગ્રન્થમાં છપાએલ મંત્રમય ટીકાનું ગુજરાતી ભાષાંતર, તેને લગતા મંત્રો તથા ૨૦ વીશ યંત્રોની ચિત્રાકૃતિઓ અને સ્તોત્રના ભાવને દર્શાવતાં ભાઈ શ્રી નાથાલાલ છગનલાલ શાહ પાલનપુરવાલાના સંગ્રહની નવસ્મરણની સચિત્ર હસ્તપ્રતમાં પાંચ ચિત્રો પણું સૌથી પ્રથમ અત્રે રજૂ કરવામાં આવેલાં છે.
| પૃષ્ઠ ૨૮૮ થી ૩૧૪ સુધી શ્રી નદિષેણ મુનિવિરચિત “શ્રી અજિત શાંતિસ્તવ’ મૂળ, ભાવાર્થ તથા છંદોનાં લક્ષણે ભાવનગરની શ્રી આત્માનંદ સભાના “પંચપ્રતિક્રમણ” ઉપરથી આપવામાં