________________
૫૨
મહામાભાવિક નવસ્મરણ. અશોકવૃક્ષની રચના દેવ કરે છે, જેની નીચે બિરાજમાન થઈને પ્રભુ ધર્મોપદેશ આપે છે.
૨ સુરપુષ્પવૃષ્ટિ –સમવસરણમાં દેવતાઓ જલ તથા સ્થલને વિષે ઉત્પન્ન થએલાં ફૂલ જેવાં કે શ્વેત, લાલ, પીળાં, લીલાં તથા શ્યામ એ પાંચે વર્ષોના વિકસ્વર સરસ સુગંધીવાળા, જેના ડીટાં નીચે રહેલાં છે અને મુખ ઉપર રહેલાં છે તેવાં સચિત્ત ફૂલની વૃષ્ટિ સમવસરણની જમીનને વિષે ચારે તરફ એક એજન પ્રમાણ ભૂમિ મધ્યે જાનુ સુધી કરે છે. અહી ફૂલ વિષે મતાંતર છે, કેઈ કહે છે કે અચિત્ત ફૂલ હોય છે, કેઈ કહે છે કે જાળીબંધ હોય છે, કેઈ કહે છે કે ક્યારા રૂપ હોય છે, એટલે જ્યાં સાધુ, મનુષ્ય અને દેવતા બેસે છે ત્યાં પુષ્પવૃષ્ટિ નથી હોતી અને બાકીની જગ્યામાં ચારે તરફ હોય છે, આ પ્રમાણે મતાંતર છે. પરંતુ ખરું જોતાં તે સમવસરણમાં સર્વત્ર ફૂલની વૃષ્ટિ તે દેવતાઓ કરે જ છે, પરંતુ ફૂલોને જે ઈજા નથી થતી તેનું કારણ તે અચિંત્ય શક્તિના ધણુ એવા શ્રી અરિહંત ભગવાનનું માહાસ્ય (મહાન્ અલૌકિક પ્રભાવ) છે. એમ શ્રી આવશ્યક ચૂર્ણિમાં કહેલું છે. તેની સાખ શ્રી મલયગિરિ મહારાજે શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં આપેલી છે. માટે સમવસરણ મધ્યે સચિત્ત ફૂલોની વૃષ્ટિ દેવતાઓ સર્વત્ર કરે છે તે વાત નિર્વિવાદ સાબિત થાય છે.
૩ દિવ્યધ્વનિ–જે સમયે અરિહંત ભગવાન અત્યંત મધુર સ્વર વડે સરસ અમૃતરસ સમાન સમસ્ત લોકને આપનારી વાણીએ કરીને ધર્મદેશના આપે છે, તે સમયે જે કે પ્રભુની વાણું અતિ મધુરમાં મધુર હોવા છતાં પણ દેવતાઓ પ્રભુની વાણીને દિવ્ય એવા ધ્વનિ વડે પૂરે છે, પ્રભુ જે દેશના આપે છે તે માલકોશ રાગમાં આપે છે અને પ્રભુ માલકોશ રાગે જે સમયે દેશના આપવી શરૂ કરે, તે વખતે પ્રભુની બંને બાજુએ રહેલા દેવતાઓ વેણુ, વિષ્ણુ વગેરેના શબ્દોએ કરીને તે વાણીને વિશેષ કરીને મધુર અને મને હર કરે છે.
૪ ચામર–તંતુ સમૂહથી યુક્ત કેળના થાંભલાની સમાન જેના મનહર સુવર્ણદંડને વિષે રત્ન જડેલાં છે અને તે રત્નના કિરણની કાંતિ ઈન્દ્રધનુષની કાંતિના જેવી ફેલાઈ રહેલી છે, એવા રત્નજડિત સુવર્ણની ડાંડી વાળા શ્વેત ચામરે ભગવંતને દેવતાઓ વિષે છે.
૫ આસન–મેરૂ શિખરની સમાન ઉંચું, રત્નજડિત સુવર્ણ સિંહાસન કે જે કમરૂપ શત્રુ સમૂહને નાશ કરવાને સાક્ષાત્ સિંહ સમાન છે, એવું સિંહાસન દેવતાઓ બનાવે છે, અને તે પર બેસીને પ્રભુ ઘર્મદેશના આપે છે.