________________
( ૬૨ ) આઠમા ઘનગણિતની સમજણ
ઘનગણિત પર્વતોનું જ કરવાનું હોય છે, કારણ કે ક્ષેત્ર માટે તો કતર ગણિતથી જ સમાપ્તિ છે. એવા પર્વતો જ બૂઢીપમાં છ વર્ષધર, ૧ મેરુપર્વત અને બીજા ૩ર વિજય ને ભરત ઍરવતક્ષેત્રમાં આવેલા વૈતાદ્ય પર્વતો વિગેરે કુલ ૨૬૯ છે. અહીં ઘનગણિત ખાસ કરીને છ વર્ષધરમાંથી હિમવંત, મહાહિમવંત ને નિષધનું આપેલ છે તે જ પ્રમાણે શિખરી, ક્રિમ ને નીલવંતનું સમજવાનું છે.
અઢીદ્વીપના નકશાની હકીકત વિગેરે બુકમાં મેરુપર્વતનું ઘનગણિત આપવામાં આવેલ નથી. વૈતાઢ્યો ૩૨ વિજયમાં છે તે લંબાઈમાં વિજયની પહોળાઈ પ્રમાણે એક સરખા હોવાથી તેનું પ્રતર કે ઘન સરલ હોવાને કારણે કરવામાં આવેલ નથી. ભારત એરવતના વૈતાઢ્ય લબાઈ ઉત્તરે ને દક્ષિણમાં સરખી ન હોવાથી અને ઊંચાઈમાં ત્રણ વિભાગ હોવાથી તેના પ્રતર ત્રણ પ્રકારે કાઢવામાં આવેલ છે. અહીં ઘન પણ તે પ્રતને જ ત્રણે વિભાગની ઊંચાઈ વડે ગુણીને ત્રણ પ્રકારનું કરવામાં આવેલ છે. ભારત એરવતના વૈતાઢ્ય તો એક સરખા હોવાથી એનું જુદું કરેલ નથી. બીજા પર્વતો તે અનેક છે પરંતુ તેનું ઘનગણિત કરવામાં આવેલ નથી.
અમે આ બુકમાં બાકીના પર્વતના ધનગણિત આપવાનું પણ બનતા પ્રયાસ કર્યો છે. તે લક્ષપૂર્વક વાંચવા વિનંતિ છે.
આ ઘનગણિતમાં તો પ્રથમ પ્રતર ગણિતમાં મુકરર કરેલા એજનને ઊંચાઈવડે ગુણવા તે જ ક્રિયા છે. બીજું કાંઈ કરવાનું નથી. જન ઉપરની કળા–પ્રતિકળાને પણ ઊંચાઈ સાથે ગુણ પ્રતિકળાની કળા, ને કળાના જન કરી યેજનમાં ભેળવવાના છે. બીજા બધા ગણિત કરતાં આ ઘનગણિત ઘણું સહેલું છે.
પ્રથમ વૈતાઢ્ય પર્વતનું પ્રતર ત્રણ પ્રકારે કરેલ હોવાથી તેનું જ ત્રણ પ્રકારનું ઘનગણિત કરવામાં આવેલ છે. તેને પહેલે વિભાગ ૧૦ જન, બીજે વિભાગ પણ ૧૦ એજન અને ત્રીજો વિભાગ છે જન ઊંચો છે; તેથી તે તે સંખ્યાવડે પ્રારને ગુણવાના છે. કુલ ઊંચાઈ ૨પ જન છે. એ રીતે ત્રણ પ્રકારે ઘન કરીને તેનો સરવાળે કરવામાં આવ્યા છે તે આખા વૈતાઢ્ય પર્વતનું ઘનગણિત સમજવાનું છે.
Aho! Shrutgyanam