________________
( ૪૧ )
૭ મું પ્રતર ગણિત આ ગણિત બીજા બધા ગણિત કરતાં વધારે મુશ્કેલ છે. વળી તે ગણિત બધી વસ્તુ માટે એકસરખી રીતે કરી શકાતું નથી. પ્રથમ દક્ષિણ ભરતાર્ધનું પ્રતર ગણિત કેમ કરવું તે કહીએ છીએ.
પ્રતર ગણિત એટલે એક જનરૂપ ચોસલાં તે ક્ષેત્ર કે પર્વના તળમાં કેટલા સમાય તેની સંખ્યા સમજવી. - દક્ષિણ ભરતાના ઈષની કળાને જીવાની કળા સાથે ગુણવી. ગુણતાં જે અંક આવે તેને ચારે ભાગ દેવો. ચારે ભાગ દેતાં આવે તેને વર્ગ કરે. આવેલ વર્ગને દશગુણ કરી પછી તેનું વર્ગમૂળ કાઢવું. વર્ગમૂળ કાઢતાં આવે તે પ્રતિકળા હોય છે, તેથી તેને કળા કરવા માટે એગણશે ભાંગવા. ભાંગતા આવે તે કળાને ફરી ઓગણીશે ભાંગવા. ભાંગતા આવે તે યાજન અને ઉપર વધે તે કળા ને પ્રતિકળા જાણવી.
વૈતાદ્યપર્વત માટે પ્રતર કરતાં જુદી રીત છે. તેના પ્રતર ત્રણ પ્રકારના કરવા પડે છે. પ્રથમ ૫૦ જનની પહોળાઈનું, બીજું ૩૦ જનની પહોળાઈનું ને ત્રીજું દશ એજનની પહોળાઈનું.
પ્રથમ લઘુછવાની કળાનો વર્ગ કરતાં આવે તે તથા ગુરુછવાનો વર્ગ કરતાં આવે તે બન્નેને સરવાળો કરી તેનું અર્ધ કરવું. અર્ધ કરતાં આવે તેનું વર્ગમૂળ કાઢવું. વર્ગમૂળ કાઢતાં આવે તેને પ્રથમ ભૂમિતળનું પ્રતર કરવા માટે ત્યાં પચાસ યોજન પહોળાઈ હોવાથી ૫૦ વડે ગુણવું. ગુણતાં જે આવે તે પ્રતિકળા છે તેથી તેને ૧૯ વડે ભાંગી કળા કરવી. તેને ૧૯ વડે ભાંગી એજન કરવાં. આ પ્રમાણે કરતાં આવેલ એજન, કળા ને પ્રતિકળા તે ભૂમિતળનું પ્રતર જાણવું. ઉપરની પ્રથમ મેખળાનું પ્રતર કરવા માટે વર્ગમૂળમાં આવેલ પ્રતિકળાને ૩૦ વડે ગુણવા ને બીજી મેખળાનું પ્રતર કરવા માટે દશવડે ગુણવાં. આ પ્રમાણે ત્રણે મેખળાનું પ્રતર આવશે–ઘન કરવા માટે તે અંકને ઊંચાઈના એજન સાથે ગુણવા પડશે તે આગળ ઘન ગણિતમાં કહેવામાં આવશે.
ઉત્તર ભરતાઈ ને હિમવંત પર્વતાદિના પ્રતરમાં ઉપર પ્રમાણે જ કરવાનું છે તેમાં વર્ગમૂળમાં આવેલ કળાને પોતપોતાની પહોળાઈના એજનની કળા કરી તેની સાથે ગુણવાના છે અને પછી તેને બે વાર ૧૯ વડે ભાંગી જન, કળા ને પ્રતિકળા લાવવાના છે.
આ સાથેના પ્રતરકરણમાં વૈતાદ્યપર્વતનું પ્રતર ગણિત છેવટે નવમાં અકે આપેલું છે, કારણ કે તેનું પ્રતર ત્રણ પ્રકારે લાવવાનું છે. તે ઉપર જણાવેલ છે. તેનો ઉપગ ઘન ગણિતમાં કરવાનું હોવાથી તેને ઘનગણિતને લગતું રાખેલ છે.
Aho! Shrutgyanam