________________
૮૩
(૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન જાય; એમાં કોઈ શંકાને સ્થાન નથી. કા.
ગંગાજળ નાહો હું ઉમાહો આજ રે, સાવ ગુરુ સંગત સારી હારી વધારી લાજ રે; સાવ મુહ માગ્યા જાગ્યા પૂરવ પુચ અંકૂર રે, સાવ
મન લીનો કીનો તુજ ગુણ પ્રેમ પર રે. સા૦૪ સંક્ષેપાર્થ :- હું જાણે ગંગાજળમાં સ્નાન કરીને પવિત્ર થઈ ગયો છું એવો ઉમાહ્યો કહેતા ઉમળકો આજે મને આપના પ્રત્યે આવ્યો છે. શ્રી ગુરુની સારી સંગતિ મળવાથી મારી લાજ કહેતા આબરૂ પણ વધી ગઈ છે.
હવે તો પ્રભુ ! મુહ માગ્યા પૂર્વના કરેલા પુણ્યના અંકુરો ફૂટી નીકળ્યા છે માટે મારા મનને જાણે બધું મળી ગયું હોય એમ જાણી મારા મને પણ આપના ગુણો પ્રત્યે પંડૂર કહેતા ઘણો પ્રેમ કર્યો છે. જો
તું દોલતદાતા તું જગત્રાતા મહારાજ રે, સાવ ભવસાયર તારો સારો વાંછિત કાજ રે; સાત દુઃખચૂરણ પૂરણ કીજે, સયલ જગીશ રે, સાવ
અરદાસ પ્રકાશે શ્રી નયવિજય સુશિષ્ય ૨. સાપ
સંક્ષેપાર્થ :- તું દોલતદાતા એટલે સર્વ પ્રકારની ભૌતિક રિદ્ધિને આપનાર છો. તેમજ જગત્રાતા કહેતા જગતમાં ત્રાસ આપનાર એવા જન્મ જરા મરણ તથા ત્રિવિધ તાપથી બચાવનાર મહારાજ પણ તું જ છો. માટે હે સાહિબા ! ભવસાયર કહેતા ભવ સમુદ્રમાં ડૂબતા એવા મને તારો, પાર ઉતારો તથા મારા વાંછિત કાર્યને સારો કહેતા સિદ્ધ કરો. મારું વાંછિત કાર્ય તો મોક્ષ પ્રાપ્તિ છે, બસ એ જ મને આપો. બીજું મારે મન આપ મળવાથી સર્વ તુચ્છ ભાસે છે.
હે જગદીશ્વર સાહિબા! હવે તો સયલ કહેતા સર્વ પ્રકારના દુઃખને ચૂર્ણ કરી, મારી આત્મિક સુખની ઇચ્છાને પૂર્ણ કરો. શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે એ જ મારી એક માત્ર અરદાસ કહેતા વિનતિને આપની સમક્ષ પ્રકાશું છું. તે સાંભળી ઘટિત કરવા કૃપા કરો. //પા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી
(સુણી પશુમાં વાણી - દેશી) જગજન મન રંજે રે, મનમથ બળ ભેજ રે;
નવિ રાગ ન દોષ તું અંજે ચિત્તશું રે. ૧ સંક્ષેપાર્થ:- હે શાંતિનાથ પ્રભુ! આપ જગત જીવોના મનને રંજન કરનાર છો, નિર્વિકારી હોવાથી કામદેવના બળને પણ ભાંગનાર છો. તેથી રાગદ્વેષરૂપ કાજળને આપ કદી ચિત્તરૂપી આંખમાં આંજતા નથી. માટે આપ ખરેખરા વીતરાગી દેવ છો. પા.
શિર છત્ર વિરાજે રે, દેવ દુંદુભિ વાજે રે;
ઠકુરાઈ છમ છાજે, તોહિ અકિંચનો ૨. ૨ સંક્ષેપાર્થ:- આપના શિર ઉપર દેવકૃત ત્રણ છત્ર વિરાજે છે, આપની પ્રશંસામાં દેવો દુંદુભિનો નાદ કરે છે. એમ અષ્ટ પ્રાતિહાર્યવડે આપની ઠકુરાઈ કહેતા મોટાઈ સદા છાજે કહેતા શોભે છે. તો પણ તું સદા અકિંચન છો, અર્થાત્ નિષ્પરિગ્રહી છો; આપને કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત્ માત્ર પણ મમતા નથી. રા.
થિરતા ધૃતિ સારી રે, વરી સમતા નારી રે;
બ્રહાચારી શિરોમણિ, તોપણ તું સુગ્યો રે.૩ સંક્ષેપાર્થ:- આપનામાં સ્થિરતા રાખવાની પ્રતિ એટલે ધીરજ સારી છે, વળી આપે સમતારૂપી નારી સાથે લગ્ન કર્યા છે. તો પણ તમે બ્રહ્મચારીઓમાં શિરોમણિ છો. એમ અમે સાંભળ્યું છે તે આશ્ચર્યકારી છે. કા.
ન ધરે ભવરંગો રે, નવિ દોષા અંગો રે;
મૃગ લંછન ચંગો, તો પણ તું સહી રે. ૪ સંક્ષેપાર્થ:- વળી આપનામાં ભવરંગ કહેતા સંસાર પ્રત્યે રાગ નથી, તેમજ કોઈપણ દોષ સાથે આપનો સંગ નથી. સુંદર એવા મૃગનું આપને લંછન છે. વળી ચંગો કહેતા કર્મમળ નાશ થવાથી આપ પવિત્ર છો. તો પણ તું સર્વનો સહિ કહેતા સહિયારી છો અર્થાત્ સાથીદાર છો, મિત્ર છો. Ifજા
તુજ ગુણ કણ આખે રે, જગ કેવળી પાખે રે;
સેવક યશ ભાખે, અચિરાસુત જયો રે. ૫ સંક્ષેપાર્થ:- આપના અનંતગુણોને કોણ આખે અર્થાત્ કહી શકે. પણ
૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન