________________
૧૭૨
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન
૧૭૧ થાય. જેમ શુક્લપક્ષના બીજનો શશી એટલે ચંદ્રમા દિને દિને વૃદ્ધિ પામતો પૂર્ણિમાના દિવસે તે સોળે કળાવાળો થાય છે. તેમ પ્રથમ પ્રભુની નૈગમન સેવા એટલે આજ્ઞા ઉઠાવવાની રુચિ ઉત્પન્ન થયે તે આગળ વધતાં વધતાં ચૌદમે ગુણસ્થાનકે એવંભૂતનયે પૂર્ણ આત્મશુદ્ધતાને પામે છે. IIકા.
તિમ પ્રભુથી શુચિ રાગ, કરે વીતરાગતા, હો લાલ કઇ ગુણ એકત્વે થાય, સ્વગુણ પ્રાભાવતા; હો લાલ સ્વદેવચંદ્ર જિનચંદ્ર, સેવામાંહિ રહો, હો લાલ સેવ અવ્યાબાધ અગાધ, આત્મસુખ સંગ્રહો. હો લાલ આ૦ ૭
સંક્ષેપાર્થ :- તેમ પ્રભુ પ્રત્યેનો કરેલ શુચિ રાગ એટલે પ્રશસ્તરાગપવિત્ર પ્રેમ તે આખરે પૂર્ણ વીતરાગતાને પ્રગટાવે છે. એવા પ્રભુના નિર્મળ ગુણનું એકત્વપણે એટલે એકતાનપણે ધ્યાન કરતાં પોતાના સ્વગુણોની પ્રાભાવતા થાય છે અર્થાત્ પોતાના આત્મગુણો પ્રગટ થાય છે.
માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની સદા સેવામાં રહો અર્થાત્ તેમની આજ્ઞામાં રહો; તો તમે અનંત અવ્યાબાધ એટલે બાધાપીડારહિત આત્માના અગાધ એટલે અમાપ સુખને સર્વકાળને માટે પામશો. શા
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે પ્રગટપણે પ્રકાશમાન કરી છે. ||૧||
અસ્તિત્વાદિક ધર્મ, નિર્મળ ભાવે હો સહુને સર્વદા; નિત્યવાદિ સ્વભાવ, તે પરિણામી હો જડચેતન સદા. ૨
સંક્ષેપાર્થ :- આત્મા આદિ સર્વ દ્રવ્યોના અસ્તિત્વ, વસ્તુવાદિ જે સામાન્ય ધર્મો છે, તે ધર્મો સર્વ દ્રવ્યોમાં નિર્મળભાવે એટલે તેમનું સ્વરૂપ નષ્ટ થયા વિના જેમ છે તેમ જ રહેલ છે. તથા નિત્યસ્વાદિ સ્વભાવને છોડ્યા વિના સદા તે જડ ચેતન દ્રવ્યો પરિણમન કરી રહ્યા છે; કેમકે પરિણમનશીલ એવો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. /રા
કર્તા ભોક્તા ભાવ, કારક ગ્રાહક હો જ્ઞાન ચારિત્રતા; ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હો પૂર્ણ પવિત્રતા. ૩
સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપ તો શુદ્ધ સ્વભાવના કર્તા ભોક્તા છો. કર્તા કર્મ આદિ સર્વકારકો આપને સ્વભાવ સન્મુખ થયા છે. આપ શુદ્ધ સ્વભાવના ગ્રાહક છો. આપના સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર પણ અનંત ગુણ પર્યાયયુક્ત છે. તેથી આપ પરમ પવિત્રતાને પામેલા છો. ૩
પૂર્ણાનંદ સ્વરૂપ, ભોગી અયોગી હો ઉપયોગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની હો જે ન ચલે કદા. ૪
સંક્ષેપાર્થ:- આપ તો હે પ્રભુ!પૂર્ણાનંદ સ્વરૂપ છો, અનંત આત્મસુખના ભોગી છો, મન વચન કાયાના યોગથી રહિત હોવાથી અયોગી છો, તથા હમેશાં શુદ્ધ આત્મઉપયોગમયી છો. આપની સર્વ અનંત શક્તિઓ સ્વાધીનપણે વર્તે છે. જે કદી ચલાયમાન થવાની નથી, અર્થાત્ ફરીથી કર્મને આધીન થઈ તે પરાધીનતાને પામવાની નથી. ll
દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી હો તુજ અવલંબને;
જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવકને બને. ૫
સંક્ષેપાર્થ:- આપનો આ દાસ એટલે સેવક તો અનંત વિભાવ ભાવોથી યુક્ત છે. તે વિભાવ ભાવ આપના અવલંબને જરૂર નાશ પામશે. તથા આત્માનો જે મહંત એટલે મહાન જ્ઞાનાનંદ છે તે પણ આપની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી મારા જેવા સેવકને જરૂર પ્રાપ્ત થશે; એવો મને પૂર્ણ વિશ્વાસ છે. //પા
ધન્ય ધન્ય તે જીવ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે;
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી
(#હ અનતાનત.એ દેશી) સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી. ૧
સંક્ષેપાર્થ:- આ સ્તવનમાં આત્મા છે, નિત્ય છે, તે કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે; એ છ પદનો નિર્દેશ કરેલ છે.
હે ભવ્યાત્માઓ! તમે ઈશ્વરદેવ જિનને સેવો. કારણ તેમણે પોતાની ઈશ્વરતા એટલે અદ્ભુત આત્મઐશ્વર્યને પ્રગટ કર્યું છે. આત્માની અનંત જ્ઞાન, દર્શનાદિ શક્તિઓ જે તિરોભાવે એટલે ઢંકાયેલી હતી, તે સર્વને આવિર્ભાવે