________________
૧૩૬
(૧૦) શ્રી સુતેજ જિન સ્તવન આવી જાય. ||૪||
અતિ ઘણી રાતી હો કે અગ્નિ મજીઠ સહે, ઘણશું હણીએ હો કે દેશ વિયોગ લહે; પણ ગિરુઆ પ્રભુશું હો કે રાગ તે દુરિત હરે,
વાચક યશ કહે હો કે ધરીએ ચિત્ત ખરે. ૫ સંક્ષેપાર્થ :- મજીઠ, અગ્નિના સહવાસથી ઘણી રાતી એટલે પાકા લાલ રંગવાળી બને છે. મજીઠના લાલરંગને રાગ પણ કહેવામાં આવે છે. પણ તે મજીઠને જો ઘણવડે હણવામાં આવે અર્થાત્ તેના ઉપર ઘણ મારવામાં આવે તો મજીઠના પ્રદેશ પ્રદેશનો વિયોગ થઈ જઈ અર્થાત્ તે છૂટા પડી જઈ મજીઠના રાગનો નાશ થાય છે; તેમ ગિરુઆ એટલે મહાન એવા પ્રભુ સાથે શુભરાગ કરવામાં આવે તો તે દુરિત એવા અશુભ રાગને નષ્ટ કરનાર થાય છે. માટે વાચક કહેતા ઉપાધ્યાય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ સાથે તમે ખરા ચિત્તથી રાગ જોડો અર્થાત્ પ્રીતિ કરો, જેથી તમારા સર્વ દુષ્ટ કર્મોનો નાશ થઈ જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. //પા.
૧૩૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ,અં૨
સંક્ષેપાર્થ:- મારી મોહમાયા તે ભેદી એટલે જાસૂસ જેવી છે. તે મારો બધો ભેદ એટલે કમજોરી જાણીને, બાહ્ય રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ દેખાડી, મને ભોળવી નાખે છે. તે હયડામાં કહેતા હૃદયમાં સાવ જૂઠી છે. પણ મુખથી ધૂર્તની જેમ વેષ બનાવી અતિ મીઠી વાણી વડે મને ભોળવી દે છે. માટે હે અંતરયામી! તેનો કોઈ ઉપાય સૂઝાડો. //રા.
એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચકયશ કહે જિમ તુમશું મિલી, લહિયે સુખ સુવિશાળ. અં૦૩
સંક્ષેપાર્થ :- આ મોહમાયાને હે દીનદયાળ સ્વામી ! મુજથી વેગળી એટલે દૂર કરો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો અમારો અનાદિનો મોહ મંદ થાય તો આપના ગુણો સાથે મળી આત્માનું સુવિશાળ એવું સમાધિસુખ અમે પણ પામીએ.
હે અંતર્યામી પ્રભુ! તમે જ મારા સ્વામી છો. માટે આ મારી વિનંતિને સાંભળી અનાદિના મારા દર્શનમોહ અને ચારિત્રમોહનો નાશ કરો. Iકા
(૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(ભોડા હંસા રે- દેશી). શીતલજિન તુજ મુજ વિચિ આંતરું, નિશ્ચયથી નહિ કોય, દંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય;
અંતરયામી રે સ્વામી સાંભળો. ૧ સંક્ષેપાર્થ :- હે શીતલનાથ પ્રભુ! કર્મની ઉપાધિવડે વ્યવહારનયથી જોતાં તારા અને મારા વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. છતાં નિશ્ચયનય એટલે મૂળસ્વરૂપે જોતાં તે અંતર કાંઈ જ નથી. કેમકે આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણ તો સર્વ જીવને પૂર્ણ જ હોય છે.
છતાં હે અંતરયામી સ્વામી! મારી એક વાત સાંભળો. |૧|| પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ;
(૧૦) શ્રી સુતેજ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ, અo તસુ ૨મણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અ૦૧
સંક્ષેપાર્થ :- શ્રી સુતેજ જિન પ્રભુની આત્મસ્થિરતા અતિ રૂડી, અતિ રૂડી છે, રૂડી એટલે મનને ઘણી સોહામણી છે. તે પરમ સ્થિરતા નિરાકુળ છે, અકંપ છે, અડોલ છે.
પ્રભુના સર્વ આત્મપ્રદેશે, સર્વ ગુણોની તથા સર્વ પર્યાયની અનંત મહાન શક્તિ સ્વસ્વકાર્યપણે પ્રવર્તતાં છતાં પણ પ્રભુની સ્થિરતા અક્ષોભ છે..
પોતાના જ્ઞાનાદિક સ્વગુણોના અનંત પર્યાયમાં જ પ્રભુજીનું રમણ સદૈવ