________________
(૫) શ્રી સુજાત જિન સ્તવન
એ સંબંધ ચિત્ત સમવાય, મુજ સિદ્ધનું કારણ થાય રે; મા જિનરાજની સેવના કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી રે. મ૯
સંક્ષેપાર્થ - હે પ્રભુ! આપની સાથે મારો સ્વામી સેવકભાવનો સંબંધ ચિત્તમાં સમવાય એટલે અભેદપણું ધારણ કરે તો મને તે સિદ્ધ દશાનું કારણ થાય. માટે મારે તો જિનરાજની સેવા જ કરવી છે. તથા તેમના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ધ્યેય હૃદયમાં રાખી તે પ્રાપ્તિ અર્થે જ ધ્યાન કરવું છે. તથા તેમનું શુદ્ધ સ્વરૂપ કદી ભુલાય નહીં એ જ ધારણા હૃદયમાં ધરી રાખવી છે. સા.
તું પૂરણ બ્રહ્મા અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે; મe
ઇમ તત્ત્વાલંબન કરીયે, તો દેવચંદ્ર પદ વરિયે રે. મ૦૧૦
સંક્ષેપાર્થ – હે પ્રભુ! તમે તો પૂર્ણ અરૂપી એવા બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા છો. તથા તે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં મગ્ન છો. એવા આપના શુદ્ધ આતમતત્ત્વનું જો અવલંબન લહીએ તો અમે પણ દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને પામી જરૂર સુખી થઈ જઈએ. /૧૦ગા.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એવા ભાનુ એટલે સૂર્યના લંછનથી સુશોભિત છે. રા
જયસેનાનો કંત, તેહશું પ્રેમ ધયરી;
અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત કરી. ૩ સંક્ષેપાર્થ :- શ્રી સુજાત જિન જયસેનાના કંત છે. એવા પ્રભુની સાથે મેં પ્રેમ ધર્યો છે. તેથી મને અવર એટલે બીજા કોઈ દેવ ન આવે દાય અર્થાત્ ગમતા નથી. મારું ચિત્ત તો તેમને વશ થઈ ગયું છે. ૩.
તુમે મતિ જાણો દૂર, જઈ પરદેશ રહ્યારી;
છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત ગ્રધ્ધારી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તમે એમ જાણશો નહીં કે અમે દૂર પરદેશ એટલે મહાવિદેહક્ષેત્રમાં રહેલા છીએ. આપ તો સદા મારા ચિત્તમાં હાજરાહજૂર છો. કારણ કે આપના ગુણોના સંકેત વડે અર્થાતુ આપના ગુણોની સ્મૃતિ વડે આપ સદા મારા હૃદયમાં વસેલા છો. ૪.
ઊગે ભાનુ આકાશ, સરવર કમલ હસેરી;
દેખી ચંદ્ર ચકોર, પીવા અમીએ ધસેરી. ૫ સંક્ષેપાર્થ :- જેમ આકાશમાં ભાનુ એટલે સૂર્યનો ઉદય થાય ત્યારે સરોવરમાં રહેલા કમળો ખીલી ઊઠે છે, તેમ ચંદ્રને દેખી ચકોર પક્ષી પણ ચાંદનીરૂપ અમીઅ એટલે અમૃતને પીવા ધસે છે અર્થાત્ તત્પર થાય છે. પા.
દૂર થકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિર્ક્યુરી;
શ્રીનવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિન્દુરી. ૬
સંક્ષેપાર્થ – તેમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! આપ દૂર રહેલા હોવા છતાં પણ અમારું ચિત્ત તો પ્રેમને વશ થવાથી આપની સાથે મળી ગયેલું છે. અથવા આપના ઉત્કૃષ્ટ ગુણો જોઈને મારું મન હેજે હિલ્યુરી અર્થાત્ પ્રેમને વશ અતિ ઉલ્લાસ પામી નાચી રહ્યું છે.
તેવા ગુણો મને પણ પ્રાપ્ત થાય, તેનો ઉપાય સુઝાડવા હે પ્રભુ! આપ કૃપા કરજો; એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે. Iકા.
(૫) શ્રી સુરત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (રાગત બાગ બો બોરી હો રી- દેશી) સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જયોરી;
ધાતકી ખંડ મઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ સંક્ષેપાર્થ - શ્રી સુજાત સ્વામી તે સાચા દેવ છે. તે ધાતકી ખંડના પૂર્વ અર્ધ્વ ભાગમાં આવેલ પુષ્કલાવતી વિજયમાં જય પામે છે અર્થાતુ ત્યાં વિચરી રહ્યા છે. ૧૫
નયરી પુંડરિગિણી નાથ, દેવસેન વંશ તિલોરી;
દેવસેનાનો પુત્ર, લંછન ભાનુ ભલોરી. ૨ સંક્ષેપાર્થઃ- પુંડરિગિણી નગરીના નાથ કહેતા રાજા દેવસેનના વંશમાં શ્રી સુજાત જિન તિલક સમાન છે. જે માતા દેવસેનાના પુત્ર છે તથા જે ભલા
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન