________________
(૪) શ્રી સુબાહુ જિન સ્તવન
૩૭ હૃદયની બધી વાત જાણનાર છો. ત્રિવિધ તાપથી સદેવ સંતપ્ત એવા મારા મનને વિશ્રાન્તિનું કારણ આપનું પરમ શાંત વીતરાગ સ્વરૂપ છે.
આપ તો આત્માના ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્રમય અનંત સુખમાં સદૈવ આરામ કરનાર છો. કારણ કે રાગદ્વેષાદિ પર પરિણતિમાં તો આપની સર્વથા નિષ્કામ વૃત્તિ છે. ૧૫
કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમળ વિકાસી રે; પ્રક ચિદાનંદ ઘન તત્ત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે. પ્ર-૨
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ કેવળજ્ઞાનરૂપી સૂર્ય વડે અનંત જ્ઞાનરૂપ તેજના પ્રકાશક છો. જેથી ભવ્યજીવરૂપ કમળો આપના જ્ઞાનરૂપ પ્રકાશ વડે આત્મદશાનો વિકાસ પામે છે. આપ ચિદાનંદ એટલે આત્માના જ્ઞાનાનંદ ઘનમય શુદ્ધ તત્ત્વમાં સદૈવ વિલાસ કરનારા છો, અને શુદ્ધસ્વરૂપમય સહજાત્મસ્વરૂપમાં જ નિરંતર નિવાસ કરો છો. //રા યદ્યપિ હું મોહાદિકે છળિયો, પરપરિણતિશું ભળિયો રે; પ્રક હવે તુજ સમ મુજ સાહિબ મલિયો, તિણે સવિ ભવભય ટલિયો રે..
૭૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એકત્ર કરી, સહજ સ્વાભાવિક આત્માનું જ્યારે સાધક ધ્યાન કરે છે ત્યારે ધ્યાતા એવો જીવ, ધ્યેય એવા પ્રભુ તથા આત્માની સ્વસ્થતારૂપ સમાધિ, એ ત્રણેયને અભેદરૂપે પામી, પ૨ વિભાવરૂપ પરિણતિનો વિચ્છેદ કરે છે. આ પ્રકારે ધ્યાતા એવો સાધક, અંતે સાધકભાવરૂપ ક્રિયાનો પણ ઉચ્છેદ કરીને, ધ્યેય સ્વરૂપ એવી પોતાની સિદ્ધ દશાને પામી તેનું વેદન કરે છે. II૪-પા
દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે; પ્રવ પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે. પ્ર૬
સંક્ષેપાર્થ :- જે દ્રવ્ય ક્રિયાઓ કર્યા કરે છે, યમનિયમાદિ સાધનો પણ સેવે છે, વિધિસહિત પૂજા વગેરે પણ કરે છે, તથા જે જિન આગમોનું વાંચન પણ કરે છે; પણ પરિણતિ એટલે ભાવોની વૃત્તિ જો રાગ દ્વેષાદિ વિભાવ ભાવોમાં જ રાચેલી છે, તો તેની સર્વ સાધના સાચી થતી નથી, અર્થાત્ તેનો કરેલો સર્વ પુરુષાર્થ સંસારનો ઉચ્છેદ કરી શકે નહીં. IIકા
પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્રા. પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાવે, ભાવરોગ મિટ જાયે રે. બ૦૭
સંક્ષેપાર્થ :- પણ હવે શ્રી જિનરાજના પસાયે એટલે એમની કૃપાએ કોઈ સંસારનો ભય રહ્યો નથી; કારણ કે તેઓશ્રી મને આત્માદિતત્ત્વોની શ્રદ્ધારૂપ તત્તરસાયણનું પાન કરાવે છે. જેથી પ્રભુભક્તિમાં મારું ચિત્ત સ્થિર થવાથી મારો રાગદ્વેષરૂપ ભાવરોગ જરૂર મટી જશે. એવી મને ખાત્રી થઈ છે. શા
જિનવર વચન અમૃત અનુસરિયે, તવ રમણ આદરિયે રે; પ્રક દ્રવ્ય ભાવ આસ્રવ પરિહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. પ્ર૦૮
સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુના વચનામૃત અનુસાર વર્તન કરીએ તથા સાત તત્ત્વોમાં મુખ્ય એવો આત્મા, તેના સ્વરૂપમાં રમણતા કરવાનો પુરુષાર્થ આદરિયે તેમજ દ્રવ્ય અને ભાવરૂપ એવા કર્મોના આમ્રવનો પરિહાર કરીએ; તો દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને આપણે પણ વરીએ અથવા નિઃસંદેહ આપણે પણ તે જ સ્વરૂપને પામીએ. દા.
મ
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! જો કે હું રાગદ્વેષ અજ્ઞાનાદિ મોહરૂપ શત્રુઓથી ઠગાયો છું. અને મારો શુદ્ધ આત્મસ્વભાવ મૂકીને અશુદ્ધ એવી વિભાવ પરિણતિમાં ભળી ગયો છું. છતાં હવે તમારા જેવા પરમ સામર્થ્યવાન સાહેબ મળ્યા છે તો આપની આજ્ઞા આરાધવાથી ચારગતિરૂપ સંસારનો જરૂર ઉચ્છેદ થશે એવી ખાત્રી થઈ છે. માટે હવે સર્વ ભવ એટલે સંસારનો ભય ટળી ગયો છે. [૩]
ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ગાતા પરિણતિ વારી રે; પ્ર. ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે. પ્ર૦૪ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે; પ્રવ ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે. પ્ર૫
સંક્ષેપાર્થ:- હૃદયમાં ધ્યેય સ્વભાવે એટલે ધ્યેય સ્વરૂપે પ્રભુના શુદ્ધ સહજ આત્મસ્વરૂપને અવધારી એટલે ધારણ કરીને, દુર્ગાતા એટલે આર્ત રૌદ્રધ્યાનરૂપ દુષ્ટ પરિણતિને નિવારીને, ભાસન એટલે સમ્યજ્ઞાન તથા વીર્યને
(૪) શ્રી સુબાહુ જિન સ્તવન