________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે ભવિ પ્રભુને તન્મયપણે, જગતને ભૂલીને ધ્યાને અર્થાત્ રાગદ્વેષાદિ ભાવોને છોડી સહજાત્મસ્વરૂપને ધ્યાવે; તે આત્મા સહી એટલે જરૂર દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુના ઉત્તમ પદને પામે, એમ નિઃસંદેહપણે માનવું. Iટા
(૨) શ્રી યુગમંધર જિન સ્તવન
પ૭ પ્રભુને કેવળદર્શન અને કેવળજ્ઞાન ગુણ સંપૂર્ણપણે પ્રગટ છે. તેમાં પદાર્થનો સામાન્ય બોધ થવો તેને કેવળદર્શન કહીએ છીએ અને પ્રબોધ એટલે વિશેષ પ્રકારે બોધ થવો તેને કેવળજ્ઞાન કહીએ છીએ. સામાન્યપણે સર્વમાં તે સમયંતર એટલે એક સમયના આંતરે થાય છે; પણ પ્રભુમાં તો અખંડપણે સર્વ સમયે કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ઉપયોગ એક સાથે જ હોય છે. પા.
કારક ચક્ર સમગ્સ, તે જ્ઞાયક ભાવ વિલગ્ન; પરમભાવ સંસગ્ગ, એક રીતે જે કાંઈ થયો ગુણવ... રે. જિ૦૬
સંક્ષેપાર્થ :- છ કારક ચક્ર તે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. તે સમગ્ગ એટલે સમગ્ર રીતે સર્વ કારક ચક્રો તે જ્ઞાયકભાવને સંબંધે વિલગ્ન એટલે વળગેલા છે; અર્થાત્ પ્રભુનું જ્ઞાન ફરે તેમ તે પણ સર્વ કારક ચક્રો ફરે છે. એમ પ્રભુના પરમભાવ એટલે શુદ્ધ ભાવના સંસર્ગી એટલે સંબંધે સર્વે ગુણો પ્રવર્તે છે, અર્થાત્ પ્રભુના અનંત ગુણોના અનંત કારક ચક્રો જ્ઞાનને આધીન સમકાલે પ્રવર્તે છે. તેથી એક રીતે જોતાં અનંત ગુણોનો વચ્ચ એટલે વર્ગ પ્રભુમાં સમકાલે પ્રવર્તે છે એમ જાણવું. IIકા
ઇમ સાલંબન જિન ધ્યાન, ભવિ સાધે તત્ત્વ વિધાન; લહે પૂર્ણાનંદ અમાન, તેહથી થાયે રે કાંઈ શિવ ઇશાન રે. જિ૦૭
સંક્ષેપાર્થ :- એમ પ્રભુના અવલંબને જે ભવ્યાત્મા શુદ્ધાત્મસ્વરૂપી એવા જિનનું ધ્યાન કરે અર્થાતુ પોતે પણ પ્રભુની જેમ સર્વ કારક ચક્રોને પોતાની આત્મશુદ્ધિ કરવા માટે પ્રવર્તાવે, તે ભવિ જીવ તત્ત્વ વિધાન એટલે આત્મસિદ્ધિરૂપ તત્ત્વ પ્રાપ્ત કરવાના વિધિ વિધાનને સાધે છે.
તે ભાગ્યવાન જીવ પૂર્ણ આત્માનંદને અમાન એટલે અમાપપણે પામે છે. અને તે આત્માનંદ વડે સર્વ કર્મનો ક્ષય કરી શિવ ઇશાન એટલે મોક્ષપદવીનો તે સ્વામી થાય છે. liા.
દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રેજિ૦૮
સંક્ષેપાર્થ:- આ દાસનું વિભાવના કારણે જે અપાય એટલે દુઃખ છે તે પણ પ્રભુનું જો શરણ સ્વીકારે, તેમની આજ્ઞામાં વર્તે તો તેના બધા દુઃખ પ્રભુના સુપસાથે અર્થાત્ પ્રભુની કૃપાએ નાશ પામે.
(૨) શ્રી યુગમંદર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી
(દેશી નારાયણાની) શ્રી યુગમંધર વિનવું રે, વિનતડી અવધાર રે, દયાલરાય; એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે. દશ્રી ૧
સંક્ષેપાર્થ – હે યુગમંધર પ્રભુ! હું આપને સમર્થ જાણી એક વિનંતિ કરું . તેને હે દયાલરાય ! આપ લક્ષમાં લેજો. હું અનાદિથી શરીરાદિમાં જ અહંપણું માની રાગદ્વેષરૂપ પર વિભાવે પરિણતિમાં જ રંગાયેલો છું. માટે હે પ્રભુ ! એવી દુષ્ટ પરિણતિથી મારો આપ ઉદ્ધાર કરો. હે દયાળુ પ્રભુ ! આપ વિના મારે બીજો કોઈ આધાર નથી. /૧૫
કારક ગ્રાહક ભોગ્યતા રે, મેં કીધી મહારાય રે;
પણ તુજ સરિખો પ્રભુ લહી રે, સાચી વાત કહાય રે. દશ્રી૦૨ સંક્ષેપાર્થ:- હે મહારાય એટલે હે મહારાજા એવા પ્રભુ! અનાદિકાળથી હું તો પરભાવનો કારક એટલે કર્તા થયો છું અને પરપદાર્થોનો જ ગ્રાહક એટલે મૂછભાવે તેને ગ્રહણ કરનારો થયો છું. તેથી તે પરભાવના જ સુખદુઃખાદિફળનો ભોક્તા બન્યો છું. પણ આપના જેવા નિસ્પૃહી નિરાગી પ્રભુનો યોગ પામી મારી સાચી વાત ઓપને જણાવું છું. રા.
યદ્યપિ મૂલ સ્વભાવમેં રે, પરકતૃત્ત્વ વિભાવ રે; દેવ
અસ્તિધરમ જે માહરો રે, એહનો તથ્ય અભાવ ૨. દશ્રી૩
સંક્ષેપાર્થ :- નિશ્ચયનયે જોતાં આત્મા પોતાના સિદ્ધસ્વરૂપમય સ્વભાવમાં જ છે. સ્વભાવથી દૂર ગયો નથી. પણ પરપદાર્થમાં કર્તુત્વ બુદ્ધિ કરવાથી હું વિભાવમય બની ગયો છું. તેથી મારો જે જ્ઞાન દર્શન ચારિત્રમય મૂળ