________________
શ્રી સદ્ગુરુસ્તુતિ
૨૩૯
આજ્ઞા ઉઠાવીને, તે દશા સ્વયં પ્રાપ્ત કરવાનો જે પુરુષાર્થ કરશે તે ભવ્યાત્મા ભવ એટલે સંસારના સર્વ દુઃખરૂપ સંતાપને ભાંગી નાખી શાશ્વત સુખશાંતિરૂપ મોક્ષપદને પામશે; એ વાર્તા નિઃસંદેહ છે.
શ્રી સદ્ગુરુ સ્તુતિ
સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકૂં, ઉપાસો તજી ગર્વ.
અર્થ :– સદ્ગુરુ ભગવંતના પદમાં એટલે જે સહજાત્મસ્વરૂપમય શુદ્ધ આત્મપદ પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતે પ્રાપ્ત કર્યું છે, તે જ શુદ્ધ આત્મપદ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવંતે પ્રાપ્ત કર્યું છે. માટે સ્વરૂપ અપેક્ષાએ બધા સમાન હોવાથી અદ્વૈતાદિ સર્વ પદ એક સદ્ગુરુ ભગવંતની ઉપાસનામાં આવી જાય છે અર્થાત્ સમાય છે.
‘તાતેં’ એટલે તેથી સદ્ગુરુ પરમકૃપાળુ ભગવંતના ચરણકમળની, પોતાનો ગર્વ એટલે અહંકાર મૂકીને ઉપાસના કરો અર્થાત્ તેમની આજ્ઞાનું, ગર્વ મૂકી પરમ વિનયભાવે આરાધન કરો; તેમાં તમારું કલ્યાણ છે.
સદ્ગુરુચરણં અશરણશરણં, ભ્રમ-આતપહર રવિ-શિકરણ; જયવંત યુગલપદ જયકરણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૧ અર્થ :– સદ્ગુરુના ચરણ એટલે એમની આજ્ઞા એ જ જગતમાં અશરણ એવા પ્રાણીને શરણરૂપ છે. એ વિના જગતના જન્મમરણના દુઃખથી સર્વકાળને માટે પ્રાણીને છોડાવવા કોઈ સમર્થ નથી.
ભ્રમ એટલે ભ્રાંતિ=આત્મસ્રાંતિ= અજ્ઞાનરૂપી અંધકાર તેને હરવા માટે સદ્ગુરુના ચરણ તે રવિ એટલે સૂર્ય સમાન છે; અને આતપ એટલે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને નાશ કરવા માટે સદ્ગુરુના ચરણ તે શશિકિરણ એટલે ચંદ્રમાના શીતલ કિરણ સમાન છે.
એવા સદ્ગુરુ ભગવંતના યુગલપદ એટલે બેય ચરણકમલ કર્મરૂપી શત્રુઓને
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
૨૮૦
હણી વિજય પ્રાપ્ત કરાવનાર હોવાથી જયકરણ છે, તથા ત્રણેય કાળમાં સદ્ગુરુ ભગવંતના ચરણનું એટલે આજ્ઞાનું અસ્તિત્વ વિદ્યમાન હોવાથી તે સર્વકાળ જયવંત છે.
એવા સદ્ગુરુ ભગવંતના ચરણ એટલે આજ્ઞાનું મને સદાકાળ શરણ રહો અર્થાત્ સદા તેમની આજ્ઞામાં જ રહું એવી આ પામરની આપ પ્રભુ પ્રત્યે પરમ પ્રાર્થના છે. ।।૧।।
પદ સકલકુશલવલ્લી સમ વ્યાવો, પુષ્કર સંવર્તમેઘ ભાવો; સુરગો સમ પંચામૃત-ઝ૨ણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૨ અર્થસદ્ગુરુના ચરણ છે તે ‘સકલકુશલવલ્લી’ એટલે સર્વ પ્રકારે કુશલ એટલે કલ્યાણ કરવા માટે વલ્લી એટલે વેલ સમાન છે. માટે તેનું ધ્યાન કરો. વેલ જેમ આશ્રય પામી ઉપર ચઢે તેમ સદ્ગુરુનો આશ્રય પામીને જીવ મનુષ્ય દેવાદિ ભવોમાં આરાધના કરતો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાય છે.
સદ્ગુરુના ચરણ પુષ્કરાવર્તમેઘ સમાન છે. પુષ્કરાવર્તમેઘ જેમ ધોધમાર વરસાદ વરસાવી પરમ શીતળતા આપે છે તેમ સદ્ગુરુના ચરણ એટલે તેમની આજ્ઞા ઉપાસવાથી અનાદિકાળની વિષય કષાયની બળતરા શમી જઈ આત્મામાં પરમ શીતળતા આવે છે.
પુષ્કરાવર્તમેઘ ક્યારે વર્ષે છે ? તોકે ઉત્સર્પિણીકાળમાં જ્યારે છઠ્ઠો આરો પુરો થઈ પાંચમો આરો બેસવાનો થશે ત્યારે સાત દિવસ સુધી એકધારાએ આ વરસાદ વર્ષશે, જેથી છઠ્ઠા આરામાં જે મનુષ્યો સખત ગરમીના કારણે દિવસે ગુફામાંથી બહાર આવી શકતા નથી; તે આ વરસાદ વરસવાથી બધે ઠંડક થઈ જશે અને તે બહાર આવી શકશે.
સુરગો એટલે દેવતાયી ગાય તે કામધેનુ છે. તે પંચામૃતને વરસાવનાર છે. તેમ શ્રી સદ્ગુરુ ભગવંત પંચામૃત સમાન વચનામૃત અથવા ઉપદેશામૃત વરસાવીને આત્માને અમર બનાવનાર છે. એવા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. IIII
પદ કલ્પ-કુંભ કામિત દાતા, ચિત્રાવલી ચિંતામણિ ખ્યાતા; પદ સંજીવિની હરે જ૨મ૨ણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૩ અર્થ :– સદ્ગુરુના ચરણ તે કલ્પકુંભ કહેતા કામકુંભ જેવા છે. તે