________________
શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા
૨૭૫
મનને વિશ્રાંતિનું સ્થાન પણ તમે જ છો, તમે શિવગતિમાં ગમન કરનાર છો, તમે નિષ્કામી છો, માટે બીજા કહેવાતા દેવોને મારા મનમાંથી વિરામ પમાડી દીધા છે, અર્થાત્ તેમના પ્રત્યે હવે મને કિંચિત્માત્ર પણ શ્રદ્ધા નહીં હોવાથી તેમને છોડી દીધા છે. રા
મૂરતિ તારી મોહનગારી, પ્રાણ થકી પણ પ્યારી;
હું બલિહારી વાર હજારી, મુજને આશ તુમ્હારી રાજ. પા૦૩ સંક્ષેપાર્થ ઃ— તારી મૂર્તિ એ જ મોહનગારી એટલે મને મોહ પમાડનારી છે. જે મને મારા પ્રાણ થકી પણ વિશેષ પ્યારી છે. હું આપના ઉપર હજારવાર બલિહારી જાઉં છું એટલે ન્યોછાવર થાઉં છું. હે પ્રભુ! આ જગતમાં એક માત્ર આપની જ મને આશા છે કે જે મને આ સંસારના દુઃખોથી છોડાવી શકે. IIII જે એકતારી કરે અતારી (?), લીજે તેહને તારી; પ્રીતિ વિચારી સેવક સારી, દીજે કેમ વિસારી રાજ, પા૪
સંક્ષેપાર્થ :– જે ભવ્યાત્મા આપની મૂર્તિના નિમિત્તે આપના શુદ્ધ સ્વરૂપનું એકતારી એટલે એક તારથી ધ્યાન કરે છે અને સંસારના પદાર્થોની સાથે અતાર બની જાય છે, અર્થાત્ તેમનો સંબંધ છોડી દે છે; તેને હે નાથ ! તું તારી દે છે. તો આ સેવકની પણ આપના પ્રત્યેની સઘળી પ્રીતિનો વિચાર કરવો જોઈએ; તેને આપ કેમ વિસારી દો છો. II૪
વિઘન વિડારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી;
શંક નિવારી ભાવ વધારી, વા૨ી તુજ ચરણા૨ી ૨ાજ. પા૫
સંક્ષેપાર્થ :– હે પ્રભુ! મેં આપને સદા સંભારી, આપની આજ્ઞા ઉઠાવવામાં આવતા સર્વ વિઘ્નોને વિડારી કહેતાં દૂર કરીને, આપના પ્રત્યેની ખરી પ્રીતિ મેં ધારણ કરી છે. તથા સર્વ પ્રકારની શંકાનું નિવારણ કરીને સાચો ભાવ આપના પ્રત્યે વધારી, તારા ચરણમાં જ હું વારી જાઉં છું, ફીદા થાઉં છું; કેમકે અન્ય કોઈ પ્રત્યે હવે મને પ્રીતિભાવ રહ્યો નથી. ।।૫।।
મિલ નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુજ સારી;
દેવચંદ્ર સાહિબ સુખદાઈ, પૂરો આશ અમારી રાજ. પા૬ સંક્ષેપાર્થ :— ઘણા નરનારીઓના પરિવારો મળી સુખશાંતિને અર્થે આપની સુંદર એવી પૂજા રચે છે. તેમ શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે સર્વને
૨૭૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સુખના કારણભૂત શ્રી પાર્શ્વનાથ સાહિબ ! અમારી પણ આશા પૂરી કરો. સંસાર સમુદ્રના ભયંકર દુઃખોથી પાર કરી અમારો ઉદ્ધાર કરો; એ જ એક આપના પ્રત્યે અમારી ભાવભીની અરજ છે; જે સ્વીકારી અમને કૃતાર્થ કરો. IIFI
શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા
પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ અર્થ :—ઉપકારની સર્વોત્કૃષ્ટતાને કારણે પ્રથમ શ્રી ગુરુરાજ પરમકૃપાળુદેવને
હું ભાવભક્તિ સહિત નમસ્કાર કરું છું કે જેણે મને હું કોણ છું એવું આત્મા સંબંધીનું જ્ઞાન એટલે સમજણ આપી. જે સમજણના બળે હું શાસનનાયક ભગવાન મહાવીર પરમાત્માના મૂળમાર્ગને અથવા તેમના શુદ્ધાત્મસ્વરૂપને ઓળખી શક્યો; જેથી અનાદિકાળથી ચાલ્યું આવતું દેહ અભિમાન એટલે દેહ તે જ હું છું તે ટળી જઈ, દેહથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું તેનું મને ભાન થયું.
તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર;
કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ અર્થઃ–ઉપરોક્ત કારણને લીધે હું પરમોપકારી શ્રી ગુરુરાજ પ્રભુને વારંવાર પ્રણામ કરીને એક અરજ કરું છું કે હે પ્રભુ! મારા ઉપર અનંત કૃપા કરી મને આપના ચરણ મોઝાર એટલે ચરણકમળમાં રાખો અર્થાત્ સદૈવ આપની આજ્ઞામાં જ રહું એવી કૃપા કરો. આપની આજ્ઞા સદૈવ સહજાત્મસ્વરૂપમાં જ રહેવાની છે માટે તેમાં જ રહું, એમ કરો.
પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યાં માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩
અર્થ :—આ હૂંડાઅવસર્પિણી કાળના પાંચમાં આરામાં સત્પુરુષનો યોગ થવો જ દુર્લભ છે; એવા ભયંકર કળિયુગમાં આત્મારૂપી અમૂલ્ય રત્નનું દાન