________________
આત્મજાગૃતિનાં પદો
૨૭૧ પોતાનો રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળો સ્વભાવ છોડી ઘડા આદિ અન્ય પર્યાયરૂપે શાશ્વત રહે નહીં; અર્થાતુ પોતાના દ્રવ્યમાંજ અનન્યરૂપે શાશ્વત રહે. તેમ આત્મા પણ દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય આદિના પર્યાયરૂપે દેખાવા છતાં તે પોતાનો જ્ઞાન દર્શનમય ચૈતન્ય સ્વભાવ છોડી કદી પણ અનન્ય એટલે બીજા જડ દ્રવ્યરૂપે થાય નહીં; અર્થાતુ આત્મા ગમે તે ગતિમાં જાય પણ તે અન્યરૂપે થાય નહીં. માટે તે અનન્ય છે.
૩. નિયત :- એટલે નિશ્ચિત. સમુદ્રમાં પાણીની વધઘટ થયા છતાં પણ સમુદ્ર પોતાના મર્યાદારૂપ સ્વભાવને છોડતો નથી. તેમાં વડવાનલ નામનો અગ્નિ હોય છે. તેથી ગમે તેટલી નદીઓ તેમાં ભળવા છતાં તે પોતાના મર્યાદામય સ્વભાવને મૂક્યા વગર નિશ્ચિત રહે છે. નહીં તો તેના કિનારે રહેલા શહેરો ડૂબી જાય. તેમ આત્મા અનેક પર્યાય અવસ્થા પામી વૃદ્ધિ હાનિરૂપે દેખાવા છતાં પણ તેના અસંખ્યાત પ્રદેશ નિશ્ચિત રહે છે. જેમકે નિગોદમાં જાય ત્યારે આત્માના પ્રદેશો અત્યંત સંકોચાઈને રહે છે, એક પણ પ્રદેશ ઘટતો નથી, અને હાથીના પર્યાયમાં જાય તો આત્માના પ્રદેશો ફેલાઈને રહે છે; પણ તે પ્રદેશો વધતા નથી. માટે આત્માના પ્રદેશો નિયત એટલે નિશ્ચિત છે અર્થાત્ તેમાં કદી વધઘટ થતી નથી.
૪. અવિશેષ :- એટલે પદાર્થના ગુણો નિશ્ચયનયથી જોતાં જુદા જુદા નથી. જેમકે સુવર્ણ એટલે સોનામાં ચીકણાપણું, પીળાપણું અને ભારેપણું આદિ ગુણો રહેલા છે, તે ભેદથી જોતાં વિશેષપણે ભેદરૂપ ભાસે છે. પણ સોનાને દ્રવ્યરૂપે જોતાં બધા ગુણો સોનામાં જ સમાય છે, જુદા નથી. કારણ કે જો સોનાનું ચીકણાપણું, પીળાપણું કે ભારેપણું એ ગુણોને જુદા કરવામાં આવે તો પછી સોનાનું અસ્તિત્વ જ રહેતું નથી. વ્યવહારથી તેનું સ્વરૂપ સમજવા માટે તેના ગુણોને જુદા જુદા વિચારવામાં આવે છે; પણ મૂળસ્વરૂપે જોતાં તે ગુણો સોનાથી જુદા નથી પણ સાથે જ રહેલા છે. તેમ આત્માના જ્ઞાન, દર્શન આદિ અનેક ગુણોને, આત્મસ્વરૂપ સમજવા માટે વ્યવહારનયથી ભેદ પાડીને વિચારવામાં આવે છે; પણ નિશ્ચયનયથી જોતાં આત્માના બધા ગુણો આત્મામાં જ સમાયેલા છે. તે વિશેષપણે જુદા નથી પણ બધા ગુણો અવિશેષપણે સાથે જ રહેલા છે.
૫. સંયુક્ત :- એટલે પોતાનો સ્વભાવ મૂકી કોઈ દિવસ બીજામાં
૨૭૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભળી જાય નહીં. તે જેમ ઉદક એટલે પાણી અને ઉષ્ણ એટલે ગરમ અર્થાત્ ઉકાળેલું ગરમ પાણી, અગ્નિના નિમિત્તથી જળ પણ અગ્નિ સમાન બની જઈ બીજાને બાળનાર થાય છે; પણ તે ઉષ્ણતા એ જળનો સ્વભાવ નથી તે તો અગ્નિનો સ્વભાવ છે. અગ્નિના સંયુક્તથી એટલે સંબંધથી તે શીતળ જળ પણ અગ્નિરૂપે ભાસે છે પણ તે પોતાનો સ્વભાવ મૂકી અગ્નિરૂપે થયેલ નથી. તે અગ્નિના સંબંધથી અલગ થયે ફરીથી જળ પોતાના શીતળ સ્વભાવમાં આવે છે. તેમ આત્મા કર્મના નિમિત્તથી રાગદ્વેષ મોહવાળો ભાસે છે, પણ જ્ઞાન દર્શન સ્વભાવવાળો આત્મા તે કદી કર્મરૂપ થાય નહીં. પણ તે આત્મા સત્યરુષના યોગે કમોની સંપૂર્ણ નિર્જરા કરી પોતાના શુદ્ધ શાંત સ્વભાવને પામે છે, માટે તે અસંયુક્ત છે.
એવા અબદ્ધઅસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત લક્ષણવાળા પોતાના શુદ્ધ આત્માની, તેના ક્રમપૂર્વક આપેલ જળ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ અને ઉદક ઉષ્ણના દ્રષ્ટાંતોથી સમજ મેળવી, પોતાના આત્માની સુદ્રઢપણે શ્રદ્ધા કરવી; જેથી આપણો આત્મા અનાદિના મિથ્યાત્વને હણી, સમ્યફ દર્શનને પામી, શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષમાં જઈ સર્વ કાળને માટે બિરાજમાન થાય.
ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે,
તેમાં એક તત્ત્વ મોટું રે, સમજણ સાર છે. અર્થ– ઉષ્ણ એટલે ગરમ અને ઉદક એટલે પાણી. ચૂલા ઉપર તપેલીમાં ખદબદ ખદબદ થતાં ગરમ પાણી જેવો આ સંસાર છે. એમાં રહીને જીવ આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિથી સદા ઊકળ્યા કરે છે. છતાં એમાં એક મોટું તત્ત્વ એટલે સારભૂત વસ્તુ રહેલી છે, તે છે સાચી સમજણ. જે સફુરુષો દ્વારા મળે છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે કે “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે'. સાચી સમજણ એટલે સમ્યજ્ઞાન. જે સમ્યફ દર્શનનું કારણ બને છે. સમ્યગ્દર્શન વડે જીવ સમ્યક્ઝારિત્રને પામી મોક્ષને મેળવી લે છે. માટે સમ્યક્ સમજણ એ જ જગતમાં સારભૂત પદાર્થ ગણવા યોગ્ય છે.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે;