________________
૨૫૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ થઈ ગયા. હવે ભમતા ભમતા આપ જેવા વીતરાગ સાહિબનો ભેટો થયો. આપ વિના સંસારરૂપી અનાદિના દારિદ્રને ભાંગવા માટે બળવાન એવા બોધિરપણ કહેતાં બોધિરત્નને કોણ આપે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એ બોધિરત્ન છે. તેને આપવા આપ જ સમર્થ છો.
માટે હે સંભવનાથ પ્રભો ! આ રત્નત્રયને મેળવવા આપના ચરણકમળની મને જરૂર સેવા આપજો, અર્થાતુ હમેશાં હું આપની આજ્ઞા પ્રમાણે જ વર્તુ; એમ શ્રી નયવિજયજી મહારાજ વીનવે છે. તે આપ દેવાધિદેવા કહેતાં દેવોના પણ દેવ હોવાથી જરૂર આ અમારી વિનંતિને સાંભળી લક્ષમાં લેજો અને રત્નત્રય આપી અમને કૃતાર્થ કરજો. શા
(૧૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન
૨૫૭ જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે,
તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાપ
સંક્ષેપાર્થ :- લક્ષ્મી એટલે ધન મેળવવાની લાલચે મેં બહુ દીનતા દાખવી. તો પણ તે લક્ષ્મી હાથ આવી નહીં. અને કદાચ મળી ગઈ તો પુણ્યના સંચય વગર તે મારી પાસે રહી શકી નહીં.
જે લોકો લોભ કષાયથી તૃષ્ણાવશ લક્ષ્મીની ઘણી અભિલાષા રાખે છે, તેમનાથી તે લક્ષ્મી દૂર નાસતો ફરે છે; કેમકે તે તો પુણ્યશાળીની દાસી છે. પણ જે લક્ષ્મીનું અંતરમાં માહાત્મ ન રાખી તેણે તૃણ એટલે તણખલા સમાન ગણે છે, તેની પાસે તે નિત્ય નિવાસ કરીને રહે છે. માટે હે સાહેબ! લક્ષ્મીની તૃષ્ણાનો અંત આણી મારા અંતરની શુદ્ધિ કરો. //પા.
ધનધન તે નરા રે, એહનો મોહ વિછોડી; વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભળ્યાં રે, રાત્રિ ભોજન કીધાં,
વ્રત નવિ પાળિયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦૬ સંક્ષેપાર્થ :- પુરુષોને ધન્ય છે ધન્ય છે કે જેણે એ લક્ષ્મીનો મોહ વિછોડી કહેતાં વિશેષ પ્રકારે લક્ષ્મીનો મોહ છોડી, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પણ વાપરવાનું નિવારી, તે લક્ષ્મીને ધર્મમાં જોડી દીધી; અર્થાતુ ધર્મના ઉત્તમ કાય જ્ઞાનદાન, અભયદાન, આહારદાન, નિર્દોષ ઔષધદાનમાં અથવા ધર્મના સાત ક્ષેત્રના ઉપયોગમાં લગાડી તેને સાર્થક કરી.
કંદ મૂળાદિ કે સાત અભક્ષ્યાદિને મેં ભખ્યા કહેતાં ભક્ષણ કર્યા, રાત્રિભોજન કીધા, તથા પંચ મહાવ્રત કે પંચ અણુવ્રત અથવા સપ્તવ્યસન ત્યાગવ્રત આદિ જેવા મૂળથી લીધા હતા તે પ્રમાણે મેં પાળ્યા નહીં. માટે હે સાહિબ! ફરી એવા દોષો થાય નહીં એવું દ્રઢત્વ આપી મારું કલ્યાણ કરો. કા.
અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મળિયો, તુમ વિના કોણ દિયે રે, બોધિરયણ મુજ બળિયો; સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા,
નય એમ વીનવે રે, સુણજો દેવાધિદેવા. સા૭ સંક્ષેપાર્થ :- અનાદિકાળથી ભ્રમણ કરતાં આ સંસારમાં અનંતભવ
(૧૫) શ્રી સુમતિ જિન સ્તવન
શ્રી શાંતિવિજયજીવન જિન સ્તવન (શ-દીઠો ફવિધિ જિate, aખાશિ છે ભર્યા હો વાલ) રૂપ અનુપ નિહાળી, સુમતિ જિન તાહરું, હો લાલ સુમતિછાંડી ચપલ સ્વભાવ, ઠર્યું મન મારું; હો લાલ ઠર્યું. રૂપી સરૂપ ન હોત જો, જગ તુજ દીસતું હો લાલ. જગ તો કુણ ઉપર મન, કહો અમ હીસતું. હો લાલ કહો.૧
સંક્ષેપાર્થ:- હે સુમતિનાથ પ્રભુ! આપનું અનુપમ રૂપ નિહાળી એટલે ધારી ધારીને જોવાથી અનાદિના ચપલ સ્વભાવવાળું એવું મારું મન પણ ઠરી ગયું અર્થાત્ સ્થિરતા પામ્યું. પણ હે નાથ! જો આપનું સ્વરૂપ રૂપી ન હોત તો જગતના જીવો આપનું સ્વરૂપ જોવા ઇચ્છત, પણ કેવી રીતે તે દીસત એટલે જોઈ શકત. અને જોયા વગર કોના ઉપર અમારું મન હીસત એટલે હર્ષાયમાન થાત, ભક્તિમાન થાત. ||૧||
હીયા વિણ કિમ શુદ્ધ, સ્વભાવને ઇચ્છતા હો લાલ સ્વ. ઇચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા; હો લાલ પ્રગટ પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા, હો લાલ દશા લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા. હો લાલ કહો ૨