________________
(૬) શ્રી સુમતિ જિન સ્તવન
૨૩૯ શ્રી નયવિજય વિબુધ સેવકકું, સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો. સંપ
સંક્ષેપાર્થ:- સ્નેહભરી મીઠી નજર વડે મને જોવાથી મારું હૈયું પ્રભુ પ્રત્યે હર્ષથી હિલોરા લેતું થઈ ગયું છે.
પંડિત શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સાહિબ શ્રી સંભવનાથ પ્રભુ મારા માટે કલ્પવૃક્ષ સમાન થઈને ફળ્યા છે. જેથી મારી સર્વ ઇચ્છાઓ પૂર્ણતાને પામી છે. પા.
(૫) શ્રી અભિનંદન જિન સ્તવન શ્રી યશોવિજયજીત તેર સ્તવનો
(રાગ-નટ) પ્રભુ! તેરે નયનકી બલિહારી, (ટેક) થાકી શોભા વિજીત તપસા, કમલ કરતુ હૈ જલચારી; વિકે શરણ ગયો મુખ-અરિકે, વનથૈ ગગન હરિણ હારી. પ્ર૦૧
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના નયન કહેતાં નેત્રની અતિ બળવત્તરતા છે, ખૂબી છે કે જેથી મુખથી વાહ વાહ ઉચ્ચરી જવાય છે.
યાકી એટલે આપના નેત્રકમલની શોભાથી વિજીત કહેતાં જીતાયેલું એવું કમલ, તે તો જલમાં જાણે તપસા કહેતાં તપ ન કરવું હોય તેમ ત્યાં જ રહેવા લાગ્યું. વળી જગતમાં સુંદર નયનની તુલના હરણના નેત્ર સાથે પણ કરાય છે. પણ અહીં ભગવાનના સુંદર નેત્રોને જોઈ હરણ તો વનથી ભાગી જઈ આકાશમાં ચંદ્રમાના શરણે ચાલ્યું ગયું. તેથી અહીંયા કહ્યું છે કે –
વિધુકે એટલે ચંદ્રમાના શરણે ગયો; કોણ? તો કે વનમાં રહેતું હરણ. તે તો પ્રભુના મુખના નેત્રને જોઈને; શત્રુના મુખને જોઈ જેમ કોઈ ભાગે તેમ ભાગીને આકાશમાં રહેતા ચંદ્રમાના શરણમાં ચાલ્યું ગયું. ચંદ્રમામાં લંછન તરીકે આજે પણ ત્યાં તે વિદ્યમાન છે. ૧.
સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયો દારી; છીન લહીતિ ચકોરકી શોભા, અગ્નિ ભએ સો દુ:ખ ભારી. પ્ર૨ સંક્ષેપાર્થ:- ભગવાનના નયનમાં જાણે સહેજે અંજન અંજાયેલું હોય
૨૪૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેવી તેની મંજુલ કહેતાં સુંદરતા જોઈને, ખંજન એટલે એક સુંદર પક્ષી જેના નેત્રમાં અંજન આંજેલા જેવી સુંદરતા હોય તેનો પણ ગર્વ ભાંગી ગયો.
તેમજ ચકોર પક્ષીની આંખની શોભા, ભગવાનના નેત્ર કમળને જોતાં જ ક્ષીણ થઈ ગઈ અર્થાતુ ચકોર પક્ષી હમેશાં ચંદ્રમાને જોઈ રાજી થાય છે પણ ભગવાનના નેત્રકમળના તેજને તો તે બિલકુલ સહન કરી શક્યું નહીં. તે તેજ તો જાણે ચકોર પક્ષીને જ્વાજલ્યમાન અગ્નિ હોય તેવું ભારે દુઃખ આપનાર લાગ્યું, અર્થાતુ પ્રભુના તેજને સહન કરવાની તેના નેત્રમાં બિલકુલ શક્તિ વિદ્યમાન હતી નહીં. રા.
ચંચલતા ગુણ લિયો મીનકો અલિ | તારા છે કારી; કહું સુભગતા કેતિ ઇનકી? મોહી સબહી અમરનારી. પ્ર૩
સંક્ષેપાર્થ:- પ્રભુના નેત્રોની ચંચલતાનો ગુણ મીન કહેતાં માછલીમાંથી ગ્રહણ કર્યો, તથા પ્રભુના નેત્રોની તારા એટલે કીકી, તે અલિ કહેતાં ભમરાના જેવી કારી એટલે કાળી છે. એમ પ્રભુના નેત્રકમળની સુભગતા એટલે મનોહરતાને હું કેતિ એટલે કેટલી વર્ણવી શકું? કે જે લોચનના પ્રભાવે, બધી અમરનારી કહેતાં દેવલોકમાં રહેનારી દેવીઓ પણ મોહ પામી ગઈ. એવી પ્રભુ તારા નયનની બલિહારી છે. lla
ઘૂમત હૈ સમતા રસ માતે, જૈસે ગજવર મદવારી; તીન ભુવનમેં નહિ કોઈ નીકો, અભિનંદનજિન અનુકારી.બ૦૪
સંક્ષેપાર્થ:- આપના નેત્રકમળ તો સમતા રસમાં માતે એટલે મસ્ત બની સકળ વિશ્વમાં ઘૂમી રહ્યા છે; જેમ શ્રેષ્ઠ હાથી પોતાના મદમાં ઘૂમે છે તેમ.
ત્રણે લોકમાં શ્રી અભિનંદન જિનેશ્વર પ્રભુના અનુકારી કહેતાં અનુરૂપ એવો નીકો કહેતાં સર્વોપરી પરમાત્મા બીજો કોઈ મળે તેમ નથી. પ્રભુના તો નયન માત્રની જ બલિહારી છે કે જેનો જગતમાં કોઈ જોટો જડે એમ નથી.
મેરે મન તો તુ હી રુચત હૈ, પરે કોણ પરકી લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે દીઓ છબી અવતારી. પ્ર૦૫
સંક્ષેપાર્થ:- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મારે મન તો એક માત્ર તું જ રુચે છે. જેથી પરકી એટલે કહેવાતા બીજા દેવોની લારી કહેતાં પાછળ કોણ પડે.