________________
(૨૦) શ્રી ધર્મીશ્વર જિન સ્તવન
જે સંસર્ગ અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણ થુણતાં લહિયે, જ્ઞાનય્યાન લયતાને રે. ભષ સંક્ષેપાર્થ :– પ્રભુનો સંસર્ગ એટલે સમાગમ અભેદારોપે કહેતા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે અભેદતામાં આરોપણ કરી દે એવો છે અર્થાત્ શુદ્ધ સ્વરૂપ સાથે અભેદ બનાવી દે એવો છે. અને તેને મુનિઓ સમાપત્તિ કહેતા સમાપ્તિ માને છે અર્થાત્ તેને જ કાર્યની પૂર્ણતા થઈ એમ માને છે.
તે પૂર્ણ પદવીને, શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુના ગુણ થુણતાં કહેતા તેની સ્તુતિ કરતા તેમજ જ્ઞાન અને ધ્યાનમાં લય લગાડવાથી કે તન્મય થવાથી પામી શકાય છે. માટે હે ભવ્યાત્માઓ! અજિતવીર્ય પ્રભુના આપેલ સભ્યજ્ઞાનને સમજી તેના શુદ્ધ સ્વરૂપમાં લીનતા થવા માટે ધ્યાનનો અભ્યાસ કરો. ।।૫।।
૨૧૫
સ્પર્શ જ્ઞાન ઇણિપ૨ે અનુભવતાં, દેખીજે જિનરૂપ;
સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવકૂપ રે. ભ૬ સંક્ષેપાર્થ :- ઉપરોક્ત વિધિ પ્રમાણે આત્મ સ્વરૂપના સ્પર્શને અનુભવતાં જિનરૂપના દર્શન થાય છે અથવા નિજ આત્મસ્વરૂપના દર્શન થાય છે. કેમકે જિનપદ અને નિજપદ મૂળસ્વરૂપે જોતાં એક જ છે; એમાં કોઈ ભેદ નથી. આ મનુષ્યભવના જીવનમાં સ્વરૂપને પ્રાપ્ત કરવાના સર્વ યોગો પુણ્યબળે પામવાથી હે ભવ્યો ! સંસારરૂપી અંધારા કૂવામાંથી હવે નિસ્તરિયે અર્થાત્ જરૂર બહાર નીકળીને આત્માનો ઉદ્ધાર કરીએ. માટે કલ્યાણના કારણરૂપ એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવપૂર્વક સેવા કરો. ॥૬॥
શરણ-ત્રાણ-આલંબન જિનજી, કોઈ નહીં તસ તોલે; શ્રીનયવિજય વિબુધ પયસેવક, વાચક યશ એમ બોલે રે. ભ૭ સંક્ષેપાર્થ :– સંસાર સમુદ્રમાં ગળકા ખાતા એવા મને ત્રાણ એટલે બચાવનાર શ્રી જિનેશ્વરના શરણ સમાન બીજું કોઈ આલંબન આ જગતમાં નથી, કે જે તેની તુલનામાં આવી શકે. માટે વિબુધ એટલે પંડિત શ્રી નયવિજયજીના પાય સેવક એટલે ચરણકમળના ઉપાસક એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે હે ભવ્યો ! વીતરાગ એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવભક્તિ સહિત વંદના કરી તેમનું શરણ અંગીકાર કરો, અને તેમની જ આજ્ઞા ઉપાસી ભવસમુદ્રને પાર કરો. II૭।।
૨૧૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (વીરમાતા પ્રીતિકારિણી-એ દેશી)
આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા;
ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૧
સંક્ષેપાર્થ :– શ્રી મુનિસુવ્રતનાથ પ્રભુના સાચા અંતરના ભાવે દર્શન
થવાથી આજનો મારો દિવસ સફળ થઈ ગયો. જે વડે સંસારની ભાવટ કહેતા ઉપાધિરૂપ જંજાળનો ભાવથી નાશ થયો અને દુરિત એટલે ખોટા પાપના દિવસો ચાલ્યા ગયા તથા ઉત્તમ આત્માર્થ માટેના શુભ દિવસોનો ઉદય થયો. ।।૧।। આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વુઠા;
આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૨
સંક્ષેપાર્થ ઃ— મારા ઘર આંગણામાં કલ્પવૃક્ષની વેલ ફળી. ઘન એટલે વાદળાં, અમીય એટલે અમૃતના વરસ્યા. આપ માગ્યા એટલે મારી ઇચ્છાનુસાર પાસા પડ્યા અને સમકિતી દેવો પણ મારા પર તૂઠા એટલે તુષ્ટમાન થયા. એ બધો પ્રતાપ શ્રી મુનિસુવ્રતનાથ પ્રભુના દર્શનનો છે, જેથી મારો આજનો દિવસ સફળ થઈ ગયો. II૨ા
નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે;
યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. આ૩ સંક્ષેપાર્થ :– નિયતિ એટલે નિશ્ચિતપણે, હિત દાન કહેતા કલ્યાણનું કારણ એવું ક્ષાયક સમકિતનું દાન આપવાવાળા આપ સન્મુખ થયા અર્થાત્ મારે અનુકુળ થયા. તથા સ્વપુણ્યનો ઉદય થવાથી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સાહિબે સ્વહસ્તે આજે મારા મસ્તકે મુક્તિ માટેનું તિલક કર્યું અર્થાત્ મને સમ્યક્ દર્શન આપ્યું. તેથી હવે મને અવશ્ય મુક્તિપુરીનું રાજ્ય મળશે. માટે આજનો દિવસ મારો અત્યંત સફળપણાને પામ્યો અર્થાત્ મોક્ષરૂપી ફળ આપનાર નિવડ્યો. III