________________
૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3
સામાયિક ચારિત્ર પછી વડી દીક્ષા થઈ હોય કે, પરિહાર વિશુદ્ધિથી ચથrખ્યાત સુધી હોય ગમે તે સ્થિતિમાં સર્વે નમસ્કારને લાયક છે માટે સર્વ શબ્દ મુ.
છઠ્ઠાથી તેરમાં ગમે તે ગુણઠાણા સુધી હોય, ગમે તે અવસ્થામાં હેય, પ્રમત દશાવાળ હોય તે પણ નમસ્કાર માટે સદા શબ્દ મુ.
અને પુલાક લબ્ધિધારી હોય તે ૮૪ લાખ ઘેડા-૯૬ કોડ પાયદળવાળ ચકવર્તાના સૈન્યને ચૂરો કરી નાખે તેટલી તાકાત હોય. છતાં લબ્ધિ ફેરવે કયારે-શાસન માટે જ ને? તેથી તેવા પણ વંદનીય, સ્થવર કે જિનકલપી ને પણ નમસ્કાર, પ્રત્યેક બુદ્ધ કે સ્વયં બુદ્ધને પણ નમસ્કાર, દરેક ક્ષેત્ર અને દરેક કાળના સાધુને પણ નમસ્કાર. આ બધા પ્રકારના સાધુ ને નમસ્કાર કરવા સર સાથ મુક્યું.
શ્રેણિક રાજાની ચિત્ર શાળાને દરવાજે કડડભૂસ કરતો પડી જાય. બત્રીસ લક્ષણ બાળકને ભેગ આપવા કહ્યું. વિકહિન રાજાએ ભારોભાર સોનૈયું આપીને બાળક ખરીદ્યો.
રાજગૃહીંના નિધન બ્રાહ્મણ ઋષભદત્તની ભદ્રા નામે ભાર્યાને પુત્ર અમરકુમાર. ઘણું રડે નાનું બાળક પણ માને દયા ન આવી.
પિતાજી પાસે કરગર્યો. મામા-કાકી બધાં સગાંને વિનવ્યા. પણ સગી મા દુશ્મન બની પછી બીજા કોને કહેવું. બચા-બચાવની બુમો પાડે છે અમરકુમાર–પણ કઈ સાંભળતું નથી.
ખુદ રાજાને ફરિયાદ કરી. તે પણ બહેરો બની ગયો. દીનતાથી કરગરીને–રડી રડીને આંખો મીંચાઈ ગઈ. બધાં સ્વાથી દેખાય ત્યારે યાદ આવ્યા સાધુના વાત્સલ્ય ભર્યા શબ્દ અમર ! “બધાં દુઃખને નાશ કરનારો એક નવકાર જ છે નવકારમાં ચિત્ત પરોવ્યું. સ્થિર કર્યુ ધ્યાન. લીન થઈ ગયે તેમાં, બસ થોડી જ વાર.
બળબળતી જવાળા શીતલ બનવા લાગી. પતિ જાણે સિંહાસન પર બેઠે છે તેમ લાગ્યું. રાજા લેહી વસવા લાગે. સેવકે ઉંધા માથે પડ્યા છે નવકારના પ્રભાવે દેવી સહાય મળી.
અમરકુમારે બધાંને બચાવ્યા. રાજા કહે છે તમે રાજઋદ્ધિ ભગવે.