SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન-૩ ૧૪૩ ૦ [૨૦૩] કૌશલિક અર્હત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તે આ પ્રમાણે કે – ‘હું ચ્યુત થઈશ' તેમ તેઓ જાણતા હતા ઈત્યાદિ બધું પૂર્વે ભગવાન મહાવીરમાં કહ્યું તેમજ કહેવું. ચાવત્ માતા સ્વપ્ન જુએ છે તે સ્વપ્નો આ પ્રમાણે છે – ગજ, વૃષભ વિગેરે. [વિશેષમાં એ કે પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે.] ત્યાં સ્વપ્નોનાં ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી તેથી સ્વપ્નોનાં ફળને નાભિકુલકર સ્વયં કહે છે. ૦ [૨૦૪] તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે ચૈત્ર વદ આઠમના દિવસે, નવ માસ અને ઉપર સાડા સાત રાત્રિ વ્યતીત થતાં યાવત્ આષાઢા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાન માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અર્હત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. અહીં પૂર્વે કહ્યું તે પ્રમાણે જન્મ સંબંધી બધો વૃતાન્ત કહી દેવો. યાવત્ દેવ-દેવીઓ આવે છે, ધનની વૃષ્ટિ વરસાવે છે વગેરે, પરંતુ કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરવા, માન ઉન્માન વધારવા, કર માફ કરવા, સ્થિતિપતિતા વગેરે પ્રસ્તુત વર્ણન જે પૂર્વ પાઠમાં આવે છે તે અહિંયા ન કહેવું. કલ્પ [બારસા] સૂત્ર ૦ [૨૦૫] કૌશલિક અર્હત ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે કહેવાય છે :- (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થંકર. ૧૪૪ • [૨૦૬] કૌશલિક અર્હત ઋષભદેવ દક્ષ હતા, દૃઢ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં રહ્યા. તે દરમ્યાન તેમણે જે કળાઓમાં લેખન પ્રથમ છે ગણિત પ્રધાન અને શકુનરૂત અર્થાત્ પક્ષીના શબ્દોથી શુભાશુભ જાણવાની કળા અંતિમ છે, તેવી બોંતેર કળાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણ તથા સો શિલ્પ, આ ત્રણેનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો. પછી સો રાજ્યોમાં સો પુત્રોને અભિષેક કર્યો. ત્યારપછી જિતાચાર પ્રમાણે લોકાંતિક દેવો તેમની પાસે આવ્યા. તેઓએ પ્રિય વાણીથી ભગવાનને કહ્યું વગેરે બધું પૂર્વ કથન પ્રમાણે અહીં પણ કહેવું. યાવત્ વાર્ષિકદાન આપીને, ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે, ચૈત્ર વદ ૮ ના દિવસે પાછલા પહોરે જેમની પાછળ માર્ગમાં દેવ, માનવ અને અસુરોની વિરાટ મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અર્હત ઋષભ સુદર્શન નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા
SR No.009084
Book TitleKalpaSutra Mool Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy