________________
વ્યાખ્યાન-૩
૧૩૩
૧૩૪
કલ્પ [બારો] સૂત્ર
ઓની ઉત્કૃષ્ટ આર્થિકા સંપદા હતી.
• [૧૮] અહંત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતોની અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કરનારાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે-યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતકૃતભૂમિ.
• [૧૬] અહંત અરિષ્ટનેમિને “નંદ' વગેરે એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી.
ચાવત્ અહંત અરિષ્ટનેમિના પછીના આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલતો રહ્યો. તે તેમની સુગઅંતકૃતભૂમિ હતી.
• [૧૭] અહંત અરિષ્ટનેમિને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી.
અહત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયાંને બે વર્ષ પછી કોઈ શ્રમણે સર્વ દુઃખોનો અંત કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું અર્થાત ભગવાનને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે નિર્વાણમાણે શરૂ થયો. તે પર્યાયાંતકૃતભૂમિ.
અહત અરિષ્ટનેમિના સંઘમાં જિન નહિ, પરંતુ જિન સમાન તથા બધા અક્ષરોના સંયોગને યથાર્થ જાણનારા એવા ચારસો ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી.
એ જ પ્રમાણે પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળજ્ઞાનીઓની, પંદરસો વૈક્રિયલબ્ધિધારીઓની, એક હજાર વિપુલમતી મન:પર્યવજ્ઞાનીઓની, આઠસો વાદીઓની અને સોળસો અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
• [૧૯] તે કાળે સમયે અતિ અરિષ્ટનેમિ ત્રણસો વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ચોપન દિવસ છદ્મસ્થ પર્યાયમાં અને થોડાંક ઓછા સાતસો વરસ સુધી કેવળજ્ઞાની અવસ્થામાં રહ્યા. એમ પૂરેપૂરાં સાતસો વરસ સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને અને કુલ એક હજાર વરસનું આયુષ્ય ભોગવીને, વેદનીય કર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકમ આ ચારે કર્મોનો પૂર્ણપણે ક્ષય કરીને,
તેમના શ્રમણ સમુદાયમાંથી પંદરસો શ્રમણો સિદ્ધ થયા હતા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થયા હતા.
દુષમ-સુષમા નામનો અવસર્પિણી કાળ ઘણો વ્યતીત થઈ ગયો ત્યારે, ગ્રીષ્મ ઋતુના ચોથા માસનો આઠમો પક્ષ