________________
વ્યાખ્યાન-૬
પર્યુષણ મહાપર્વ
દિવસ-૭
વ્યાખ્યાન-૬
૧૦૩
૧૦૪
કલ્પ [બારસા] સૂત્ર
વ્યાખ્યાન-૬
पुरिम- चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
૦ [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર, એક વરસને એક મહિના સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી તેઓ અચેલવસ્ત્રરહિત તથા હાથમાં ભોજન કરનારા બન્યા.
૭ [૧૧૯] શ્રમણ ભગવાન મહાવીર દીક્ષાનો સ્વીકાર કર્યા પછી બાર વર્ષથી કંઈક વધારે સમય સુધી સાધના કાળમાં શરીર તરફ બીલકુલ ઉદાસીન રહ્યા. તેટલા સમય સુધી તેમણે શરીર તરફ જરા જેટલું પણ ધ્યાન ન આપ્યું. શરીરને ત્યાગી દીધું હોય તે જ રીતે રહ્યા. સાધનાકાળમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવ્યા તેને નિર્ભય થઈને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધરહિત બની, કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના મનને સ્થિર રાખીને સહન કર્યા.