________________
સૂગ-૨૫૬
૧૫૧
કાકણી, નિપાત, કર્મમાષક, મંડલક, સુવર્ણ.
પાંચ ગુંજાનો એક કર્મમાષક થાય છે. ચાર કાકણીનો એક કમાયક થાય છે અને ત્રણ નિષાવનો એક કર્મમાષક થાય છે. આમ કમાઇક ચાર કાકણીથી નિન્ન થાય છે. બાર કર્મમાપકોનું અથવા અડતાલીસ કાકણીનું એક મંડલક થાય. સોળ કમમાષક અથવા ચોસઠ કાકણીનું સોનામહોર થાય.
પ્રથન • પ્રતિમાના પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉત્તર :- આ પ્રતિમાન પ્રમાણ દ્વારા સુવર્ણ, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. તેને પ્રતિમાન પ્રમાણ કહે છે.
• વિવેચન-૨૫૬/૪ :
જે તોળાય, જેનું પ્રતિમાન કરાય તે પ્રતિમાન પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર સુવણિિદ પ્રતિમાનું પ્રમાણ કહેવાય છે. જેના દ્વારા તોળાય-પ્રતિમાન કરાય તે પ્રતિમાના પ્રમાણ, આ વ્યુત્પત્તિ અનુસાર ગુંજા, કાકણી વગેરે પ્રતિમાન કહેવાય છે,
ઉન્માન પ્રમાણમાં પણ સાકર વગેરેને ત્રાજવાચી તોળવામાં આવે છે અને પ્રતિમાના પ્રમાણમાં પણ સુવર્ણ વગેરેને ત્રાજવાથી તોળવામાં આવે છે, તો બંનેને અલગ-અલગ કહેવાનું કારણ શું ? તેવી જિજ્ઞાસાના ઉત્તરમાં આચાર્યો જણાવે છે કે સાકર વગેરેને શેર, કિલો વગેરેથી માપવામાં આવે છે, જ્યારે સુવર્ણ વગેરેને તોલા, માશા, રતિ વગેરેથી તોળવામાં આવે છે. આ રીતે બંને તોળવાના માપ હોવા છતાં એક સ્કૂલ છે અને એક સૂમ છે. બંનેના ત્રાજવામાં પણ સૂક્ષ્મતાનું અંતર હોય છે. બંને દ્વારા તોળવામાં આવતાં પદાર્થો અને તેના મૂલ્યમાં પણ અંતર હોય છે. તેથી બંનેને પૃથક કહ્યા છે.
વડી વમમ :- આ રીતે કર્મમાસક ચાર પ્રકારે થાય છે. મૂળપાઠમાં કમમાસકનું માપ ત્રણ પ્રકારે જ બતાવ્યું છે. વ્યાખ્યાકારે તેને સ્પષ્ટ કર્યું છે કે કાકણીની અપેક્ષાએ ચાર કાકણીનો કર્મમાસક થાય તે પ્રધાન છે. ગુંજા અને નિપાવથી નિપજ્ઞ કર્મમાસક પ્રધાન નથી.
• સૂત્ર-૫/૧ -
પ્રશ્ન :- સ્ત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારે પરણું છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રદેશ નિum () વિભાગ નિua.
પ્રશ્ન :- પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એક પ્રદેશાવવાઢ, બે પ્રદેશાવગઢથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ ગરૂપ પ્રમાણને પ્રદેશ નિપજ્ઞ પ્રમાણ કહે છે..
• વિવેચન-૨૫૩/૧ -
દ્રવપ્રમાણના વર્ણનમાં પ્રદેશનિષજ્ઞમાં પુદ્ગલાસ્તિકાયના પરમાણુ આદિનું કથન છે અને ક્ષેત્ર પ્રમાણમાં એક પ્રદેશાવગાઢ આદિનું કથન છે. પુદ્ગલ દ્રવ્યમાં જેમ એક, બે, ત્રણ વગેરે નિર્વિભાગ અંશો પ્રદેશોથી નિપજ્ઞ છે તેમ ોગમાં પણ એક, બે, ત્રણાદિ નિર્વિભાગાત્મક સંશો-પ્રદેશોથી નિપજ્ઞ છે. પ્રદેશોથી નિષmતા તે
ઉપર
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જ પ્રત્યેક દ્રવ્યનું નિજ સ્વરૂપ છે. આ પ્રદેશથી પિત્ત થનાર પ્રમાણને પ્રદેશ નિષ પ્રમાણ કહે છે. અહીં ક્ષેત્ર શબ્દ ‘આકાશ' અર્થમાં પ્રયુક્ત થયો છે.
આકાશના બે ભેદ છે લોકાકાશ અને અલોકાકાશ, ધમસ્તિકાય વગેરે દ્રવ્ય જેટલા આકાશને અવગાહીને રહ્યા છે, તેટલા આકાશને લોકાકાશ અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. અલોકાકાશમાં આકાશાસ્તિકાય દ્રવ્યનો તો સદ્ભાવ છે પરંતુ નિયામક ધમસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યનો અભાવ છે.
આ લોકાકાશરૂપ ક્ષેત્રના અસંખ્યાત પ્રદેશ છે. આ પ્રદેશો તેના સ્વરૂપથી જણાય છે. જે જણાય, જેનું માન કરાય તે પ્રમાણ. આ વ્યુત્પત્તિ અનુસાર તે પ્રમાણ છે, લોકાકાશના અનંતપદેશ છે પરંતુ જીવ-પુદ્ગલ વગેરે લોકાકાશના અસંખ્યાત પ્રદેશના આધારે રહે છે, માટે અહીં અસંખ્યાત પ્રદેશાવગાઢ પર્વતના પ્રદેશો ગ્રહણ કર્યા છે. અવગાઢ એટલે અવગાહીને રહેવું. પુદ્ગલ-પરમાણુના આધારે પ્રદેશ નક્કી થાય છે. એક પરમાણુ જેટલા ક્ષેત્રને અવગાઢ કરે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. એક આકાશ પ્રદેશ ઉપર એક પરમાણુથી લઈ અનંતપદેશી ઢંધ પણ રહી શકે છે. એક આકાશપ્રદેશમાં જે પુદ્ગલ દ્રવ્ય રહે તેને એક પ્રદેશાવગાઢ કહેવાય. બે આકાશપ્રદેશરૂપ ક્ષેત્રમાં જે પુદ્ગલ રહે તે દ્વિપદેશાવગાઢ કહેવાય. તે જ રીતે ત્રણ, ચાર વગેરે અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્ર જાણવું. પુદ્ગલ સિવાય બીજા દ્રવ્યોની ક્ષેત્ર અવગાઢતા આ પ્રમાણે છે –
(૧) ઘમસ્તિકાય-અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૨) સામરિકાય-અસંખ્યાતા પ્રદેશાવગાઢ, (3) આકાશાસ્તિકાય-સ્વપ્રતિષ્ઠિત છે અને અન્ય દ્રવ્યને સ્થાન આપે છે. તેના આધારરૂપ અન્ય ક્ષેત્ર નથી, (૪) જીવાસ્તિકાય-પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશાવગાઢ, (૫) કાળ દ્રવ્ય-અપદેશી છે પ્રદેશના સમુદાય રૂપ નથી.
• સૂ-૨૫૩/૨, ૨૫૮ :
વિભાગનિષજ્ઞ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? (૧) ગુલ (૨) વેંત (3) રનિ (૪) કુક્ષિ (૫) ધનુષ્ય (૬) ગાઉ-ગભૂતિ (૭) યોજન (૮) શ્રેલિ (6) પ્રતા (૧૦) લોક (૧૧) લોક. આ વિભાગનિux x પ્રમાણ.
• વિવેચન-૨૫૨, ૨૫૮ :
આકાશરૂપ ત્ર સ્વગત પ્રદેશોની અપેક્ષાએ પ્રદેશનિષજ્ઞ છે. તેનું વર્ણન પ્રદેશ નિષજ્ઞમાં કર્યું છે. વિભાગ નિષ્પન્નમાં તેનું કથન તથા માપ ગુલ વગેરે વિભાગ દ્વારા કરવામાં આવે છે, તેને વિભાગનિપજ્ઞ ફોગપ્રમાણ કહે છે. ક્ષેત્ર પ્રદેશ દ્વારા જણાય તો તે પ્રદેશનિષ્પન્ન કહેવાય અને તે ક્ષેત્ર અંગુલ વગેરે વિભાગ દ્વારા જણાય તો તે વિભાગનિપજ્ઞ કહેવાય છે. વિભાગનિષજ્ઞનું પ્રથમ એકમ અંગુલ છે.
• સૂત્ર-૨૫૯ થી ર૬૩/૧ :
ગુલના ત્રણ પ્રકાર છે, તે પ્રમાણે છે – (૧) આત્માંગુલ (૨) ઉસેધાંગુલ (1) પ્રમાણાંગુલ.