________________
સૂત્ર-૨૨૭,૨૨૮
૧૨૯
સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી-કાજળની રેખાઓથી મંડિત દિયરના
મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમભાગવાળી કોઈ યુવતી હી
હીન કરતી હસે છે.
• વિવેચન-૨૨૭,૨૨૮ :
રૂપ, વય, વેશ અને ભાષાની વિપરીતતારૂપ વિડંબનાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. પુરુષ-સ્ત્રીનું, સ્ત્રી-પુરુષનું રૂપ ધારણ કરે, તરુણ વૃદ્ધનું રૂપ બનાવે, રાજપુત્ર વણિકનું રૂપ ધારણ કરે તો તે વિપરીતતાઓ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. મુખનું વિકસિત થવું, ખડખડાટ હસવું તે તેનો લક્ષણ છે.
• સૂત્ર-૨૨૯,૨૩૦ :
પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત-પુત્રાદિ મરણ, સંભ્રમ
પચક્રાદિના ભગતી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મ્લાનતા, રુદન વગેરે કરુણ રસના લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ હૈ પુત્રી ! પ્રિયતમના વિયોગમાં વારંવાર તેની અતિશય ચિંતાથી કલાન્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળું તારું મુખ દુર્બળ થઈ ગયું છે.
• વિવેચન-૨૨૯,૨૩૦ :
-
કરુણરસના વર્ણનમાં સૂત્રકારે શોક, વિલાપ, મુખ શુષ્કતા, રડવું વગેરેને તેના લક્ષણ કહ્યા છે. ઉદાહરણ સ્પષ્ટ છે.
• સૂત્ર-૨૩૧,૨૩૨ 3
નિર્દોષ-હિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ– સ્વાભાવિકરૂપે જ નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુકતાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌદૅષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો ! વાસ્તવમાં અતીવ શ્રી સંપન્ન થઈ, સુશોભિત લાગે છે.
• વિવેચન-૨૩૧,૨૩૨ :
આ સૂત્રમાં અંતિમ પ્રશાંત રસનું સ્વરૂપ દર્શાવ્યું છે. ક્રોધાદિ કષાયો વિભાગ રૂપ છે. તે વિભાવના ભાવો ન રહેવાથી અંતરમાં શાંતિની અનુભૂતિ અને બહાર મુખ પર લાવણ્યમય ઓજ-તેજ દેખાય તે પ્રશાંતરસ છે.
• સૂત્ર-૨૩૩,૨૩૪ :
ગાથાઓ દ્વારા કહેવાયેલ આ નવ કાવ્ય રસો અલીકતા વગેરે બીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. આ રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. આ રીતે નવરસ અને સાથે નવનામનું વકતવ્ય પૂર્ણ થયું. • વિવેચન-૨૩૩,૨૩૪ :
બે પ્રકારે અર્થ થાય છે – (૧) બત્રીસદોષોથી રહિત વિધિપૂર્વક આ નવસ્સો ઉત્પન્ન થાય તે ગાથા દ્વારા કહેલ છે. (૩) નવરસની ઉત્પત્તિમાં અલીક, ઉપઘાત વગેરે બત્રીશ દોષો દ્વારા તે રસ ઉત્પન્ન થાય છે. જેમકે તે હાથીઓના કટિતટથી 41/9
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ઝરતા મદબિન્દુઓથી એક-વિશાળ નદી વહેવા લાગી. જેમાં હાથી, ઘોડા, સ્થ, સેના તણાવા લાગ્યા. આ કથન અલીક દોષથી દૂષિત છે કારણ કે મદજળથી નદીનું વહેવું સંભવિત નથી. તે કલ્પના માત્ર છે. આ રીતે અલીક દોષથી અદ્ભુત રસ ઉત્પન્ન કરવામાં આવ્યો છે.
૧૩૦
શુદ્ધ રસ એટલે એક રસ અને મિશ્ર એટલે બે-ત્રણ રસ. કોઈ કાવ્યમાં એક જ રસ હોય તે શુદ્ધ રસ કહેવાય અને કોઈ કાવ્યમાં બે-ત્રણ રસો સમાવિષ્ટ હોય તે મિશ્ર રસ કહેવાય છે.
• સૂત્ર-૨૩૫/૧ :
દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) ગૌણનામ, (૨) નોગૌણનામ, (૩) આદાનપદ નિષ્પન્નનામ, (૪) પ્રતિપક્ષપદ નિનામ, (૫) પ્રધાનપદ નિપજ્ઞનામ, (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, (૭) નામનિનામ, (૮) અવયવ નિષ્પન્નનામ, (૯) સંયોગ નિષ્પન્નનામ, (૧૦) પ્રમાણ નિષ્પન્નનામ. • વિવેચન-૨૩૫/૧ :
વિભિન્ન આધારોથી વસ્તુનું નામકરણ કરી શકાય છે. આ સૂત્રમાં તેના દસ પ્રકારનું કથન કર્યું છે.
- સૂત્ર-૨૩૫/૨ :
પ્રશ્ન :- ગુણનિષ્પન્ન (ગૌણનામ) નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ક્ષમાગુણયુકત હોય તે ‘ક્ષમણ’, વધે તે તપ-સૂર્ય પ્રજ્વલિત હોય તે પ્રજ્વલનઅગ્નિ, વહે તે પવન. આ ગુણનિષ્પન્ન નામ કહેવાય છે.
• વિવેચન-૨૩૫/૨ -
ગુણના આધારે જે નામ રાખવામાં આવે તે ગૌણનામ અથવા ગુણ નિષ્પન્નનામ કહેવાય છે. આ નામ યથાર્થ નામ છે. વ્યુત્પત્તિને અનુરૂપ નામ છે.
• સૂત્ર-૨૩૫/૩ :
પ્રા : નોગૌણનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- વ્યુત્પત્તિપરક ગુણ રહિત, વાચ્યાર્થ રહિત નામને નોગૌણનામ કહે છે. તેના ઉદાહરણ આ પ્રમાણે જાણવા-કુન્ત શસ્ત્ર વિશેષ-ભાલાને કહે છે. તે ન હોવા છતાં પક્ષીને ‘સકુન્ત’ કહેવું. મુદ્ગ એટલે મગ, તેનાથી રહિત હોવા છતાં ડીને સમુદ્ગ કહેવું. મુદ્રા એટલે વીંટી તેનાથી સહિતને સમુદ્ર કહેવાય પણ મુદ્ર રહિતને સમુદ્ર કહેવું. લાલ એટલે લાળ, તેનાથી રહિત એવા એક પ્રકારના ધારાને લાલ' કહેવું. કુલિકા એટલે દિવાલ, દિવાલ રહિત એવી પક્ષિણીને ‘કુલિકા' કહેવું. પલ એટલે માંસ, અશ્રાતિ એટલે ખાવું, માંસ ન ખાવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું. માતૃવાહક માતાને ભાપર વહન ન કરવા છતાં બેઈન્દ્રિય જીવ વિશેષને માતૃવાહક કહેવું.
અબીજવાપક-બીજનું વપન, વાવેતર ન કરવા છતાં જીવ વિશેષને બીજવાપક કહેવું. ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીડા વિશેષને ઈન્દ્રગોપ કહેવું. આ