________________
સૂર-૧૪૦
પૂર્વાનપૂર્વી, વિપરીત ક્રમની સ્થાપન કરવામાં આવે તો પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના અન્ય કોઈ ક્રમની સ્થાપન કરવામાં આળે તો અનાનુપૂર્વી કહેવાય છે.
• સૂત્ર-૧૪૧ -
સંસ્થાનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? સંસ્થાનાનપૂર્વના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) પૂર્ણાનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી અને (૩) અનાનુપૂર્વી.
પ્રથન • પૂવનિપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- (૧) સમચતુટ્યસંસ્થાન, (૨) જગોધ પરિમંડલ સંસ્થાન, (3) સાદિ સંસ્થાન, (૪) કુબજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન, (૬) હુંડ સંસ્થાન. આ ક્રમથી સંસ્થાનોનું સ્થાપન કરવું તેને પવનપૂવ કહે છે. પ્રશ્ન :- પન્નાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- હુંડ સંસ્થાનથી શરૂ કરી સમચતય સંસ્થાન પયતવિપરીતકમથી સંસ્થાનોના સ્થાપનને પનુપૂર્વ કહે છે.
પ્રથમ + અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એકથી લઈ એક-એક વૃદ્ધિ કરતાં છ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરતાં જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ ભંગ દ્વારા સંસ્થાનોના સ્થાપનને અનાનુપૂર્વ કહેવામાં આવે છે.
• વિવેચન-૧૪૧ :
સંસ્થાન એટલે આકાર. જીવ અને અજીવ સંબંધી સંસ્થાનમાંથી અહીં જીવશરીરના સંસ્થાનને ગ્રહણ કરેલ છે. વિવિધ પ્રકારના સંસ્થાનોનું સ્થાપન તે સંસ્થાન-આનુપૂર્વી કહેવાય છે. સંસ્થાન છ પ્રકારના કહ્યા છે.
(૧) સમચતુરઢ સંસ્થાન :- સંપૂર્ણ શરીર, તેના સર્વ અવયવો પ્રમાણોપેત હોય, પલાંઠી વાળીને બેસે તો, એક ઘૂંટણથી બીજા ઘૂંટણ સુધીનું, એક ખભાથી બીજ ખભા સુધીનું, ડાબા ઘૂંટણથી ડાબા ખભા સુધીનું, તેમજ જમણા ઘૂંટણથી જમણા ખભા સુધીનું તથા ચારે બાજુ સમચોરસની જેમ એક સરખું માપ રહે તે સમચતુરા-સંસ્થાન કહેવાય.
(૨) જગોધ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોધ એટલે વટવૃક્ષ. વડલો ઉપરથી સુંદર, સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તે રીતે જેના નાભિથી ઉપરના અવયવો પ્રમાણોપેત હોય પણ નાભિથી નીચેના અવયવો હીના હોય. તેવા આકારવાળા શરીરને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહે છે.
(3) સાદિ સંસ્થાન :- અહીં આદિ શબ્દચી નાભિની નીચેના દેહ ભાગનું ગ્રહણ કરેલ છે. નાભિની નીચેનો ભાગ વિસ્તારવાળો હોય, પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવો હીન હોય, તેવા આકારવાળા શરીરને સાદિ સંસ્થાન કહે છે.
(૪) કુજ સંસ્થાન :- જે સંસ્થાનમાં મરતક, ગ્રીવા, હાથ, પગ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ પીઠ, પેટ વગેરે હીનાધિક હોય તે કુહજ સંસ્થાન.
(૫) વામન સંસ્થાન :- જે સંસ્થાનમાં છાતી, પેટ, પીઠ વગેરે પ્રમાણોપેત હોય પરંતુ શેષ અવયવો લક્ષણહીન હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૬) હુંડ સંસ્થાન :- જે સંસ્થાનમાં બધા જ અવયવો લક્ષણહીન હોય છે. • સૂત્ર-૧૪૨ થી ૧૪૪ -
પ્રશ્ન - સમાચારી આપવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સમાચારી આનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) પૂવનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વ (3) અનાનુપૂવ.
પ્રત * પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ઈચ્છાકાર (૨) મિત્યાકાર, (૩) તથાકાર, (૪) આવશ્યકી, (૫) નૈર્યધિકી, (૬) આપૃચ્છના, () પ્રતિકૃચ્છના, (૮) છંદના, (૯) નિમંત્રણ, (૧૦) ઉપસંપદા. આ દશ પ્રકારની સમાચારીની ક્રમપૂર્વકની સ્થાપનાને પૂવનિપૂર્વ કહે છે.
પ્રશ્ન :- પશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ઉપસંપદાથી શરૂ કરી ઈચ્છાકાર પતિ વિપરીતકમથી સમસચારીની સ્થાપનાને પwાનપૂર્વી કહે છે.
પ્રશ્ન - અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એક-એકની વૃદ્ધિ કરતાં એકથી દશ સધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સમાચારીની સ્થાપનાને અનાનુપૂર્વ કહે છે.
• વિવેચન-૧૪૨ થી ૧૪૪ :
શિષ્ટ જનોને આચરવા યોગ્ય ક્રિયાઓનું સમ્યક્ આચરણ સમાચારી કહેવાય છે. તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે –
(૧) ઈચ્છાકાર :- કોઈપણ જાતના દબાણ વિના, અંત:સ્કુરણાથી વ્રતાદિના આચરણની ઈચ્છા થાય તે ઈચ્છાકાર.
(૨) મિથ્યાકાર :- નહીં કરવા યોગ્ય ક્રિયાઓનું આચરણ થઈ ગયા પછી ખ્યાલ આવે કે મેં આ ખોટું કર્યું. તેવા વિચારને મિથ્યાકાર કહે છે.
(3) તથાકાર :- ગુરુ આજ્ઞાને ‘તહત' કહી [‘આપ કહો છો તે જ પ્રમાણે છે,'] સ્વીકાર કરવો તે તથાકાર.
(૪) આવશ્યકી - આવશ્યક કાર્ય માટે બહાર જતાં પૂર્વે ગુરુને નિવેદન કરવું.
(૫) તૈBધિકી :- કાર્ય કરી પોતાના સ્થાન પર પાછા આવે ત્યારે પ્રવેશની સૂચના આપવી તે નૈવેધિકી.
(૬) આપૃચ્છના :- કોઈપણ કાર્ય કરતાં પૂર્વે ગુરુદેવને પૂછવું તે.
(9) પ્રતિકૃચ્છના - કાર્યના પુનઃ પ્રારંભ પૂર્વે ગુરુદેવની આજ્ઞા લેવી અથવા કોઈ કાર્ય માટે ગુરુદેવે ના પાડી હોય તો, થોડીવાર પછી તે કાર્યની અનિવાર્યતા બતાવી પુનઃ પૂછવું તે.
(૮) છંદના : અન્ય સાંભોગિક સાધુઓને-આહારદિ સાથે કરતા હોય તેવા સાધુઓને, પોતે લાવેલ આહાર ગ્રહણ કરવા વિનંતી કસ્વી તે.
(૯) નિમંત્રણા : અન્ય સાધુઓને “હું તમને આહારાદિ લાવી આપીશ” આ પ્રમાણે નિમંત્રણ કરવું તે.