________________
સૂત્ર-૧૦૧
૬૭
તે આ પ્રમાણે છે - (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર, (૫) અનુગમ.
• વિવેચન-૧૦૧ :
સંગ્રહનયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની પ્રરૂપણા પૂર્વોક્ત નૈગમ-વ્યવહાર નયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની જેમ જ અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ પ્રકારે કરવાની છે. અર્થપદ પ્રરૂપણા વગેરેના લક્ષણ પૂર્વોક્ત રીતે જ જાણવા.
• સૂત્ર-૧૦૨ -
પ્રશ્ન :- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃસંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે - ત્રિપદેશી સંધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્ દસ પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સંધ આનુપૂર્વી, અસંખ્યાતપદેશી સ્કંધ આનુપૂર્વી અને અનંતપદેશી સ્કંધ આનુપૂર્વી છે. પરમાણુ યુદ્ગલ અનાનુપૂર્વી છે, દ્વિપદેશી સ્કંધ અવક્તવ્ય છે. આ સંગ્રહનય સંમત અપદ પ્રરૂપણાનું સ્વરૂપ છે.
• વિવેચન-૧૦૨ :
આ સૂત્રમાં સંગ્રહનયની દૃષ્ટિથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો વિચાર કરવામાં આવ્યો છે. સંગ્રહનય સામાન્યગ્રાહી છે. તેથી અવિશુદ્ધ સંગ્રહનયના મતે જેટલા ત્રિપ્રદેશી કંધ છે તે પ્રદેશીપણું સમાન હોવાથી તે એક જ કહેવાય. તે જ રીતે ચાર પ્રદેશી જેટલા સ્કંધ હોય તે એક જ કહેવાય. આ રીતે અનંત પ્રદેશી કંધ પર્યંત જાણવું. વિશુદ્ધ સંગ્રહનયના મતે તો પ્રિદેશી આનુપૂર્વીથી લઈ અનેત પ્રદેશી આનુપૂર્વી પતમાં આનુપૂર્વીત્વ સમાન છે માટે તે એક જ આનુપૂર્વી દ્રવ્યને સ્વીકારે છે. ત્રિપ્રદેશી જેટલા દ્રવ્ય તેટલી આનુપૂર્વી, ચતુષ્પદેશી જેટલા સ્કંધ તેટલી આનુપૂર્વી, તેમ ભેદસહિત આનુપૂર્વીદ્રવ્યને નૈગમ-વ્યવહારનય સ્વીકારે છે. તેથી તેમાં એકવચન અને બહુવચન દ્વારા કથન છે. જ્યારે સંગ્રહનય એકત્વને સ્વીકારતું હોવાથી તેમાં એકવચનથી જ કથન છે.
જેટલા પરમાણુ પુદ્ગલ છે તેમાં અનાનુપૂર્વીત્વ સમાન છે માટે એક અનાનુપૂર્વી
અને તે જ રીતે એક અવક્તવ્ય દ્રવ્યને સંગ્રહનય સ્વીકારે છે.
• સૂત્ર-૧૦૩/૧ :
સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ? સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુર્કીનતા કરવામાં આવે છે.
પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગરામુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃભંગોના નામોનું કથન કરવું તે ભંગરામુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહનય સંમત ભંગોનું કથન આ પ્રમાણે છે. (૧) આનુપૂર્વી છે (૨) અનાનુપૂર્વી છે (3) અવક્તવ્ય છે. દ્વિકસંયોગી ભંગ – (૪) આનુપૂર્વી-અનાનુપૂર્વી છે (૫) આનુપૂર્વીઅવક્તવ્ય છે, (૬) અનાનુપૂર્વી અવક્તવ્ય છે, સંયોગી ભંગ – (૭) આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય છે.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
• વિવેચન-૧૦૩/૧ :
ભંગસમુત્કીર્તનતામાં મૂળ ત્રણ ભંગ છે. (૧) આનુપૂર્વી, (૨) અનાનુપૂર્વી અને (૩) અવક્તવ્ય બેના સંયોગથી ત્રણ ભંગ બને છે. ત્રણેના સંયોગથી એક ભંગ બને છે, તે મૂળપાઠથી સ્પષ્ટ છે. સંગ્રહનય સામાન્યગ્રાહી હોવાથી તે એક જ આનુપૂર્વી વગેરેને સ્વીકારે છે માટે તેમાં બહુવચનના ભંગ થતા નથી. તેથી ૨૬ ભંગ થતા નથી પરંતુ સાતભંગ જ થાય છે.
• સૂત્ર-૧૦૩/૨ થી ૧૦૮/૧ -
[૧૦૩/૨] પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? ઉત્તર - સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા સંગ્રહનય સંમત
ભંગોપદર્શન કરવામાં આવે છે.
૬
[૧૦૪] પ્રા :- સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શના કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ - (૧) ઝિદેશી સ્કંધ આનુપૂર્વી છે. (૨) પરમાણુમુદ્ગલ અનાનુપૂર્વી છે. (૩) દ્વિપદેશી સ્કંધ વક્તવ્ય છે. - (૧) ત્રિપદેશી સ્કંધ અને પરમાણુયુદ્ગલ, આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. (૨) ત્રિપદેશી સંધ અને દ્વિપદેશી સ્કંધ, આનુપૂર્વીઅવક્તવ્ય છે. (૩) પરમાણુયુદ્ગલ અને દ્વિદેશી સ્કંધ અનાનુપૂર્વી, વક્તવ્ય છે.
દ્વિસંયોગી ત્રણ ભંગ
-
ત્રિસંયોગી એક ભંગ પદેશી સ્કંધ, પરમાણુયુદ્ગલ અને દ્વિપદેશી સ્કંધ-આનુપૂર્વી, નાનુપૂર્વી, અવકતવ્ય દ્રવ્ય છે. [આનુપૂર્વીનો વાચ્ય ત્રિપદેથી સ્કંધ, અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુ પુદ્ગલ અને વક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપદેશી સ્કંધ છે, તેમ સર્વત્ર જાણવું.] આ પ્રમાણે સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું.
[૧૫] પન્ન :- સમવારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટસમવતરિત થાય છે કે અવક્તવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર ઃ- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય સ્વ-સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે.
[૧૦૬] પ્રન :- સંગ્રહનય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંગ્રહનય સંમત અનુગમ આઠ પ્રકારના છે. [૧૦૭] (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં બહુત્વ નથી.