________________
સૂત્ર-૧ શ્રતની સ્થિતિ લબ્ધિની અપેક્ષાએ ૬૬ સાગરોપમની છે, અવધિજ્ઞાનની પણ તેટલી જ સ્થિતિ છે. આ સમાનતાને લક્ષ્યમાં રાખી મતિ-શ્રુત પછી અવધિ કહ્યું.
અવધિજ્ઞાનની જેમ મન:પર્યવ જ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. આ બંને ક્ષયોપશમજન્ય જ્ઞાન છે અને રૂપી પદાર્થને વિષય કરે છે, આ સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કર્યો છે.
કેવળજ્ઞાન આ સર્વના અંતે પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ અંતે કર્યો છે. આ પાંચ જ્ઞાનમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાયોપથમિક છે. મતિજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી થાય છે અને કેવળજ્ઞાન ક્ષાયિકભાવરૂપ છે. તે કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. | સર્વ સંસારી જીવને મતિ અને શ્રુત, આ બે જ્ઞાન તો હોય જ છે. કોઈને ત્રણ જ્ઞાન હોય તો મતિ-શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રત અને મન:પર્યવ હોય. કોઈને ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય.
પાંચ જ્ઞાન એક સાથે કોઈપણ જીવને સંભવિત નથી. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાાન છે. તેની સાથે મત્યાદિ ચાર ક્ષાયોપથમિક જ્ઞાન સંભવિત નથી. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે તે એક જ હોય, અન્ય ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં તિરોહિત થઈ જાય છે. બે, ત્રણ, ચાર જ્ઞાન સાથે હોય તે લબ્ધિની અપેક્ષાએ સમજવું, ઉપયોગની અપેક્ષાએ તો એક સમયે એક જ્ઞાનનો જ ઉપયોગ હોય છે.
• સૂત્ર-૨ + વિવેચન :
આ પાંચ જ્ઞાનમાંથી મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી થાય છે, સ્થાપનીય છે. આ ચારે જ્ઞાન ગુરુ દ્વારા શિષ્યોને ઉપદિષ્ટ નથી, તેનો ઉપદેશ આપી શકાતો નથી. તે સમુપાદિષ્ટ નથી, તેની આજ્ઞા આપી શકતી નથી. ફક્ત એક શ્રુતજ્ઞાનનો ઉપદેશ, સમુપદેશ, અનુજ્ઞા અને અનુયોગ થાય છે.
• સૂત્ર-૩ ચીપ :
(3) પન : જે શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે, તો તે ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ અંગપવિષ્ટ ચુતમાં થાય છે કે અંગબાહ્ય ચુતમાં થાય છે ? ઉત્તર :- ગપવિષ્ટકૃત અને આંગબહાત આ બંનેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આંગબાહ્યશ્રુતના ઉદ્દેશાદિનો પ્રારંભ કરાશે.
(૪) જે ગબાહ્યક્ષતમાં ઉદ્દેશ, સમુદ્રેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ કાલિક કૃતમાં થાય છે કે ઉકાલિકકૃતમાં થાય છે ? ઉત્તર :- કાલિક શ્રુત અને ઉત્કાલિકકૃત, આ બંનેમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં ઉકાલિકકૃતમાં ઉદ્દેશાદિનો પ્રારંભ કરાશે.
(૫) જે ઉકાલિકશુતમાં ઉદ્દેશ, સમુદેશ, અનુu, અનુયોગ પ્રવૃત્ત થાય છે, તો શું આવશ્યકમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય કે આવશ્યક વ્યતિરિકતમાં ઉંદેશાદિ
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રવૃત્ત થાય ? ઉત્તર + આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિષ્ઠિત સૂત્ર, આ બંને પ્રકારના ઉત્કાલિક સૂત્રમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આવશ્યક સૂમના અનુયોગનો પ્રારંભ કરાય છે.
• વિવેચન-૩ થી ૫ :
પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન વજીને શેષ ચાર જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ થાય છે પરંતુ એ ચાર જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકતું નથી તેથી તે જ્ઞાનનો અધ્યયન રૂપ ઉદ્દેશ, સમુદેશ આપી શકાતી નથી. પોતાના આવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમથી તે સ્વતઃ વિભૂતિ થાય છે. તે ચારે જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપદેશાદિની અપેક્ષા પણ હોતી નથી. તેથી તે સ્થાપનીય છે, અવર્ણનીય છે. અહીં તે જ્ઞાનના અનુયોગ પ્રસંગ નથી.
લોકોમાં હેય-છોડવા યોગ્ય પદાર્થોથી નિવૃત્તિ, ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. કેવળજ્ઞાન દ્વારા જણાયેલ પદાર્થ-અર્થની પ્રરૂપણા પણ શ્રુતજ્ઞાન (શબ્દ) દ્વારા થાય છે માટે શ્રુતજ્ઞાન લોકવ્યવહારનું કારણ છે, સંવ્યવહાર્ય છે. ગુરુના ઉપદેશથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ શિષ્યને તે પ્રદાન કરી શકે છે. તેથી તેમાં ઉદ્દેશ-સમુદ્દેશ-આજ્ઞારૂપ પ્રવૃત્તિ થઈ શકે છે. તેનાથી તેમાં અનુયોગના ઉપક્રમ વગેરે દ્વારની પણ પ્રવૃત્તિ થઈ શકે છે.
ઉદ્દેશ સમુદ્દેશ - “ઉદ્દેશ' આદિનો અર્થ આ પ્રમાણે છે – ઉદ્દેશ = શિષ્યને સૂત્ર અને અર્થની વાચના આપવી. સમુદ્દેશ = સૂત્ર અને અર્થને પરિપક્વ કરાવવા, શુદ્ધ કરાવવા.
અનુજ્ઞા = વાસના પ્રાપ્ત શિષ્યને, વાચના આપવાની તથા સૂત્રાર્થ પરિપકવ કરાવવાની અનુમતિ આપવી, અધિકાર આપવો.
અનુયોગ = સૂત્રના અર્થને વિસ્તાી સમજાવવા.
પાંચમા સૂરમાં આવITH Hજુનો આ પદથી અભિધેયનું કથન કર્યું છે. આવશ્યકસનનો અનુયોગ કરવો સૂત્રકારને ઈષ્ટ છે. આવશ્યક સૂત્ર સકલ સમાચારીના મૂલાધાર રૂપ છે. પોતાને ઈષ્ટ અભિધેયનો સમાવેશ કયા જ્ઞાનમાં, કયા શ્રતમાં થાય છે, તે સૂગકારે સૂગ દ્વારા દર્શાવ્યું છે. પાંચ જ્ઞાનમાંથી એક શ્રુતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ થાય છે. શ્રુતના બે ભેદ છે. અંગપ્રવિષ્ટ-અંગબાહાકૃત, તેમાં આવશ્યકસૂત્ર અંગબાહ્યશ્રુત છે. અંગબાહ્ય શ્રુતના બે ભેદ છે - કાલિકકૃત, ઉકાલિકશ્રત. તેમાં આવશ્યક ઉકાલિકશ્રત છે. આવશ્યક સૂત્રમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ આ ચારે પ્રવૃત્ત થાય છે તેમ છતાં ‘અનુયોગ કરવો’ તે આ શાસ્ત્રનો અભિધેય હોવાથી શાસ્ત્રકારે માત્ર અનુયોગનું કથન કર્યું છે.
અનુયોગનો નિરુત્યર્થ :- (૧) “અનુ' એટલે નિયત-અનુકૂળ અર્થને, યોગ' એટલે જોડવું. સૂત્રને નિયત અને અનુકૂળ અર્થ સાથે જોડવા તે અનુયોગ. (૨) સૂત્રના અનુકૂળ અર્થનું કથન કરવું તે અનુયોગ (૩) સૂગ-અણુ (નાનું) અને અર્થ મહાન હોય છે. એક સૂત્રના અનંત અર્થ હોય છે તેથી અર્થ મહાન છે. અણુ એવા સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ કહેવાય છે.