________________
૨૩
૨૬૪
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
નિફોપનિયુકત્યનુગમ કહે છે. પૂર્વે જે આવશ્યક, આનુપૂર્વી, પ્રમાણ અને સામાયિકાદિ પદોની નામ, સ્થાપનાદિ નિક્ષેપો દ્વારા જે અને જેવી વ્યાખ્યા કરી છે, તે વ્યાખ્યા જ નિક્ષેપનિયતુગમ છે.
• સૂત્ર-3383 થી ૩૩૯ -
પ્રશ્ન :- ઉપઘાતનિર્તુત્યનગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઉપોદઘાતનિયુત્યનગમનું સ્વરૂપ બે ગાથાઓ દ્વારા આ પ્રમાણે ગણવું, જેમકે - (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશક (3) નિગમ, (૪) સ્ત્ર, (૫) કાળ, (૬) પુરુષ, (0) કારણ, (૮) પ્રત્યય, (૬) લક્ષણ, (૧૦) નય, (૧૧) સમવતાર, (૧૨) અનુમત, (૧૩) શું, (૧૪) કેટલા પ્રકાર, (૧૫) કોને, (૧૬) ક્યાં, (૧૭) કોનામાં, (૧૮) કેવી રીતે, (૧૯) કેટલા કાળ સુધી, (૨૦) કેટલી, (૨૧) અંતર, (૨૨) નિરંતકાળ (૨૩) ભવ, (૨૪) આકર્ષ (૫) સ્પશનિા, (૨૬) નિયુક્તિ. આ સર્વ દ્વારોથી ઉપોદ્ધાત નિયુકત્યુનગમનું સ્વરૂપ સપષ્ટ થાય છે.
• વિવેચન-૩૩|૩ થી ૩૩૯ :
ઉપોદ્ઘાત નિયુકતુગમને જાણવા સંબંધી ઉદ્દેશ વગેરેની વ્યાખ્યા સામાયિકના માધ્યમથી નિમ્ન પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે.
(૧) ઉદ્દેશ :- સામાન્યરૂપે કથન કરવું તે ઉદ્દેશ કહેવાય છે. જેમકે - ‘અધ્યયન'. (૨) નિર્દેશ :- ઉદ્દેશનું વિશેષ નામોલ્લેખપૂર્વક અભિધાન-કથન કરવું તે નિર્દેશ કહેવાય છે. જેમકે - “સામાયિક.... (3) નિગમ : વસ્તુના મૂળભૂત ઓતઉદ્ગમ સ્થાનને નિર્ગમ કહે છે. સામાયિકનું ઉદ્ગમ સ્થાન-રાઈ અપેક્ષાઓ તીર્થકરો અને સત્રની અપેક્ષાએ ગણધરો છે. (૪) ક્ષેત્ર :- કયા ક્ષેત્રમાં સામાયિકની ઉત્પતિ થઈ ? સામાન્યરૂપે સમયોગમાં-અઢીદ્વીપમાં, વિશેષ રૂપે પાવાપુરીના મહાસેના ઉધાનમાં સામાયિકની ઉત્પત્તિ થઈ. (૫) કાળ :- કયા કાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ ? વર્તમાન કાળની અપેક્ષાએ વૈશાખ સુદ અગિયારના દિવસે, દિવસના પ્રથમ પૌરસીકાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ. (૬) પુરુષ :- કયા પુરુષે સામાયિકનું પ્રતિપાદન કર્યું ? સર્વજ્ઞ પુરુષોએ સામાયિકનું પ્રતિપાદન કર્યું છે.
(9) કારણ • કયા કારણથી ગૌતમાદિ ગણઘોએ ભગવાન પાસેથી સામાયિકનું શ્રવણ કર્યું ? સંયમ ભાવની સિદ્ધિ માટે. (૮) પ્રત્યય :- કયા પ્રત્યય (કયા હેતુથી) ભગવાને સામાયિકનો ઉપદેશ આપ્યો ? ગણધરોએ કયા હેતુથી તે ઉપદેશ શ્રવણ કર્યો ? કેવળજ્ઞાનના નિમિતથી ઉપસ્થિત પરિષદને સંભળાવવાની ઉદ્દેશથી ભગવાને સામાયિક ચાસ્મિનો ઉપદેશ આપ્યો અને ભગવાન કેવળી છે તે પ્રત્યયથી અથવા આત્મ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવાના હેતુથી ભવ્ય જીવોએ શ્રવણ કર્યો. (૯) લક્ષણ - સામાયિકનું લક્ષણ શું છે ? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તવાર્ય શ્રદ્ધા છે. શ્રત સામાયિકનું લક્ષણ જીવાદિ તત્વોનું જ્ઞાન છે અને ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ વિરતિ છે. (૧૦) નય :- સાતે નય કેવી સામાયિકને
માન્ય કરે છે ? પ્રથમના ચાર નય પાઠરૂપ સામાયિકને અને શબ્દાદિ ત્રણ નય જીવાદિ વસ્તુના જ્ઞાનરૂપ સામાયિકને માન્ય કરે છે.
(૧૧) સમવતાર :- સામાયિકનો સમવતાર ક્યાં થાય છે ? ચાર નયોથી સામાયિકનો સમવતાર આવશ્યકમાં થાય છે. ત્રણનયોથી સંયમરૂપ સામાયિકનો સમવતાર આત્મામાં જ થાય છે. (૧૨) અનુમત :- કયો નય કઈ સામાયિકને મોક્ષમાર્ગ રૂપ માને છે ? તૈગમાદિ ત્રણ નય તપ-સંયમરૂપ ચાસ્ત્રિ સામાયિકને, નિથિ પ્રવચનરૂપ શ્રત સામાયિકને અને તવાર્થ શ્રદ્ધાનરૂપ સંખ્યત્વે સામાયિકને મોક્ષમાર્ગ માને છે. સર્વ સંવરરૂપ ચાસ્ત્રિના પાલનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી
જુગાદિ ચાર નવો સંયમરૂપ ચાત્રિ સામાયિકને જ મોક્ષમાર્ગ કહે છે. (૧૩) કિમઃ- સામાયિક શું છે ? દ્રવ્યાયિક નયની અપેક્ષાઓ જીવ દ્રવ્ય સામાયિક છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવનો સમભાવરૂપ ગુણ સામાયિક છે. (૧૪) પ્રકાર :સામાયિકના કેટલા પ્રકાર છે ? સામાયિકના ત્રણ પ્રકાર છે. (૧) સખ્યત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક અને (3) ચાઢિ સામાયિક.
૧. સમ્યકત્વ સામાયિક :- તેના ત્રણ ભેદ છે. પથમિક, ાયિક અને ક્ષાયોપથમિક. ૨. શ્રુત સામાયિક :- તેના બે ભેદ છે. સૂત્ર અને અર્થ. ૩. ચાસ્ત્રિ સામાયિક - તેના બે ભેદ છે. દેશવિરતિ અને સર્વવિરતિ. અપેક્ષાથી ચાર પ્રકારની સામાયિક પણ કહેવામાં આવે છે. (૧) સમ્યકત્વ (૨) શ્રુત (3) સર્વ વિરતિ સામાયિક (૪) દેશવિરતિ સામાયિક.
(૧૫) કોને - સામાયિક કોને પ્રાપ્ત થાય છે ? જે આત્મા સંયમ, નિયમ અને તપમાં સન્નિહિત હોય તથા જે જીવ ગસ-સ્થાવર સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ રાખે છે તેને સામાયિક પ્રાપ્ત થાય છે. (૧૬) ક્યાં :- સામાયિક ક્યાં હોય છે ?
૧. ક્ષેત્રાપેક્ષાએ :- ઉdલોકમાં સમ્યકત્વ અને શ્રત, આ બે સામાયિક હોય છે. અધોલોકમાં સલીલાવતી વિજય આશ્રી ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્યશ્લોકમાં અઢીદ્વીપમાં ચારે પ્રકારની, અઢીદ્વીપની બહાર પણ સર્વવિરતિ સામાયિક વર્જિને ત્રણ પ્રકારની સામાયિક હોય છે. જંઘાચરણ વિધાચરણની પાસે અઢીદ્વીપની બહાર સર્વવિરતિ સામાયિક પણ હોય છે. ૨. દિશાપેક્ષાઓ :- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારે દિશામાં ચારે પ્રકારની સામાયિક હોય છે ત્યારે વિદિશાઓ એક પ્રદેશની શ્રેણી રૂ૫ છે, તેથી ત્યાં કોઈ જીવની અવગાહના થઈ શકતી નથી માટે ત્યાં એક પણ સામાયિક નથી.
ઉર્ધ્વ-અધોદિશા ચતુuદેશિક છે, તેથી ત્યાં પણ જીવોની અવગાહનાનો સંભવ ન હોવાથી ત્યાં એક પણ સામાયિક નથી. 3. કાળ અપેક્ષાએ - અવસર્પિણીના બીજા, ચોથા, પાંચમાં આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા, ચોથા આરામાં ચાર પ્રકારની સામાયિક હોય છે. શેષ આરામાં બે-બે સામાયિક હોય છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલમાં અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં ચારે સામાયિક હોય છે. અકર્મ ભૂમિ હોગોની