________________
સૂત્ર-૩૨૯
(૪) ભાવ પ.
નામ અને સ્થાપના ક્ષપણાનું વર્ણન પૂર્વ કથિત, નામ સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું.
પ્રશ્ન :- દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્યક્ષપણાના બે પ્રકાર છે, (૧) આગમથી દ્રવ્ય ક્ષપણા (૨) નોઆગમથી દ્રવ્ય ક્ષપણા.
પ્રશ્ન :- આગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જેણે ‘ક્ષપણા' પદને શીખી લીધું છે, સ્થિર, જિત, મિત અને પરિજિત કર્યું છે વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયનની સમાન જાણવું. માવત્ આ આગમથી દ્રવ્ય ક્ષપણા છે.
પ્રશ્ન :- નોઆગમથી દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગમથી દ્રવ્યક્ષપણાના ત્રણ ભેદ છે, (૧) નાયક શરીર દ્રવ્યક્ષપણા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય ક્ષપણા (૩) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા.
પ્રશ્ન :- ફ્લાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જ્ઞાયકશરીર દ્રવ્ય ક્ષપણાનું આ સ્વરૂપ છે – 'ક્ષપણા' પદના અર્થને જાણનાર જ્ઞાતાનું વ્યગત, ચ્યુત, ચ્યાવિત, વ્યક્ત શરીર છે, વગેરે વર્ણન દ્રવ્યઅધ્યયન પ્રમાણે જાણવું. યાવત્ આ જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ છે.
૨૫૩
પ્રા :- ભવ્યશરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમય પૂર્ણ થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર
ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે.
તેના માટે દષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે.
પાં ઃ- જ્ઞાયકશરી-ભશરીર વ્યતિરિકત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઉભયવ્યતિક્તિ દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યતિક્તિ દ્રવ્ય ક્ષપણાનું જાણવું અથતિ લૌકિક, કુપાવાયનિક, લોકોત્તકિ આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત્ત, ચિત્ત, મિશ્ર તેવા પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય ક્ષપણા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે.
પ્રશ્ન :- ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી ભાવક્ષપણા, (૨) નોઆગમથી ભાવક્ષપણા. પ્રશ્ન - આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- “ક્ષપણા’ આ પદના અર્થના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી ભાવ પણાનું સ્વરૂપ છે.
પ્રશ્ન :- નોઆગમતઃ ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નોઆગતઃ
41/17
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રશસ્ત, (૨) અપશત. પ્રશ્ન :- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ક્રોધક્ષપણા, (૨) માનપણા, (૩) માયક્ષપણા, (૪) લોભક્ષપણા.
પ્રા :- અપશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- પ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાનક્ષપણા-જ્ઞાનનોક્ષય, (૨) દર્શનક્ષપણા-દર્શનનો ક્ષય (૩) ચાસ્ત્રિક્ષપણા-ચાસ્ત્રિનો ક્ષય. આ પ્રશસ્ત ક્ષપણા છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઔધ નિષ્પન્ન નિક્ષેપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૩૨૯/૫ ઃ
૨૫૮
કર્મ નિર્જરા, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યક્ષપણા નામાદિ ‘આય' પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયવ્યતિક્તિ નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત્ત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવુંનષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી)
અર્થ ધરાવે છે.
અહીં ક્રોધાદિ કષાયના ક્ષયને પ્રશસ્ત માનવાનું કારણ એ છે કે ક્રોધાદિ સંસારના કારણ છે. ક્રોધાદિના ક્ષયથી સંસાર પરિભ્રમણ અટકે છે માટે ક્રોધાદિના ક્ષયને પ્રશસ્ત કહ્યો છે. જ્ઞાનાદિ આત્માના ગુણ છે. આ આત્મગુણોની ક્ષીણતા સંસારનું કારણ છે, તેથી જ્ઞાનાદિની ક્ષપણા પ્રશસ્ત છે. અહીં પ્રશસ્ત-અપ્રશસ્ત વિશેષણ ક્ષપણાના જ છે. આ રીતે ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું.
* સૂત્ર-૩૨૯/૬ ઃ
પ્રશ્ન :- નામનિષ નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અહીં નિક્ષેપને પ્રાપ્ત આવશ્યકના પ્રથમ અધ્યયનનું નિષ્પન્ન નામ સામાયિક છે. તે સામાયિક રૂપ નામ નિષ્પન્ન નિક્ષેપના સંક્ષેપમાં ચાર પ્રકાર છે, (૧) નામ સામાયિક, (ર) સ્થાપના સામાયિક, (૩) દ્રવ્ય સામાયિક, (૪) ભાવ સામાયિક.
• વિવેચન-૩૨૯/૬ :
આ સૂત્રમાં નિક્ષેપના બીજા ભેદ ‘નામનિષ્પન્ન નિક્ષેપ'નું વર્ણન છે. નામનિષ્પન્ન નિક્ષેપ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે ‘સામારૂપ્' પદ આપ્યું છે.
નામ નિષ્પન્ન નિક્ષેપ શું છે ? આ પ્રશ્નનો ઉત્તર છે કે પ્રસંગ પ્રાપ્ત ‘નામ નિષ્પન્ન નિક્ષેપ' અહીં, આવશ્યકનું પ્રથમ અધ્યયન “સામાયિક” છે. નિક્ષેપના
પ્રથમ ભેદ ઓધનિષ્પન્ન નિક્ષેપમાં અધ્યયન, અક્ષીણ વગેરે પદો દ્વારા સામાયિકનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. અહીં વિશેષ નિર્દેશ પૂર્વક સામાયિકનું નામ નિષ્પન્ન નિક્ષેપ રૂપે કથન કરી તેના ચાર નિક્ષેપ કર્યા છે.