________________
સૂત્ર-૩૨૨
આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
૨૪૩
આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યસમવતારનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસમવાર અને સમુચ્ચય દ્રવ્ય સમવતારની પ્રરૂપણા પૂર્ણ થઈ. • વિવેચન-૩૨૨/૩ :
પ્રત્યેક દ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં જ રહે છે, પરંતુ વ્યવહારથી મનાય છે કે તે પોતાનાથી વિસ્તૃતમાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારથી જ્યારે પોતાનાથી મોટા-વિસ્તૃતમાં સમાવેશ પામે તે સમયે પણ તે દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી પોતાના સ્વરૂપમાં તો રહે જ છે. કોઈ દ્રવ્ય એકલું પરસમવાર હોય તેવું સંભવિત નથી. પરમાં રહેવા છતાં પદાર્થ પોતાના સ્વરૂપમાં તો રહે જ છે
માટે આત્મભાવ અને ઉભયભાવ સમવતાર ઘટિત થઈ શકે છે, પણ પરસમવતાર ઘટિત થઈ શકતો નથી. તેથી સૂત્રકારે અહીં બે જ પ્રકારના સમવતાર ગ્રહણ કર્યા છે.
નિશ્ચયનયથી આ સર્વ પોતાના સ્વરૂપમાં સમવતરિત થાય છે-રહે છે. વ્યવહાથી પોતાના આત્મસ્વરૂપમાં રહેવાની સાથે પોતાનાથી વિસ્તૃત માપમાં સમાવેશ પામે છે.
ચતુષ્ટિકા દ્વાત્રિંશિકામાં, દ્વાત્રિંશિકા પોડશિકામાં, ષોડશિકા અષ્ટભાગિકામાં, અષ્ટભાગિકા ચતુર્ભાગિકામાં, ચતુગિકા અર્ધમાનિકામાં અને અર્ધમાનિકા માનિકામાં રહે છે. પોતાના આત્મભાવમાં પણ રહે છે આમ આત્મભાવમાં અને ઉભયભાવમાં સમવતાર પામે છે.
• સૂમ-૩૨૨/૪ :
Rot;- ક્ષેત્રસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ક્ષેત્ર સમવતારના બે પ્રકાર, તે આ પ્રમાણે છે - (૧) આત્મસમવતાર (૨) તભય સમવતાર. ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ જંબુદ્વીપમાં અને આત્મભાવમાં સમાવિષ્ટ થાય છે. જંબુદ્વીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તભયામવતારની અપેક્ષાએ તિલોક (મધ્યલોકમાં) અને આત્મભાવમાં સમવતરિત થાય છે.
તિગ્લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તભયસમવતારની અપેક્ષાએ લોકમાં અને આત્મભાવમાં સ્થિત છે. • વિવેચન-૩૨૨/૫ :
ક્ષેત્ર પોતે પોતાના સ્વરૂપમાં તો રહે જ છે, સાથે લઘુક્ષેત્ર પોતાનાથી બૃહત્ ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય, તેને ક્ષેત્ર સમવતાર કહે છે. ભરત ક્ષેત્ર પોતાના નિજસ્વરૂપમાં સમવતરિત છે અને વ્યવહારથી જંબુદ્વીપમાં સમવતરિત છે. જંબુદ્વીપ મધ્યલોકમાં
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
અને મધ્યલોક, લોકમાં સમવતરિત છે. લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે અને તદુભય સમવતારની અપેક્ષાએ અલોકમાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે.
૨૪૮
• સૂત્ર-૩૨૨/૬ :
પ્રશ્ન :- કાલસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - કાલરામવતારના ભે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) આત્મસમવતાર (૨) તદુભય સમવતાર, (૧) આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે, તભયામવતારની અપેક્ષાએ સમય આવલિકામાં અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે.
તે જ પ્રમાણે (૨) આવલિકા (૩) આનપાણ, (૪) સ્તોક, (૫) લવ, (૬) મુહૂર્ત, (૭) અહોરાત્ર, (૮) પક્ષ, (૯) માસ, (૧૦) ઋતુ, (૧૧) અયન, (૧૨) સંવત્સર, (૧૩) યુગ, (૧૪) સો વર્ષ (૧૫) હજાર વર્ષ, (૧૬) લાખ વર્ષ, (૧૭) પૂર્વાંગ, (૧૮) પૂર્વ, (૧૯) ત્રુટિતાંગ, (૨૦) ત્રુટિત (૨૧) અડડાંગ, (૨૨) અડડ, (૨૩) વવાંગ, (૨૪) વવ, (૨૫) હૂહૂકાંગ, (૨૬) હૂહૂક, (૨૭) ઉત્પલાંગ, (૨૮) ઉત્પલ, (૨૯) પદ્મ ંગ, (૩૦) પદ્મ, (૩૧) નલિનીંગ, (૩૨) નલિન, (૩૩) અનિકુરાંગ, (૩૪) અનિપુર, (૩૫) અયુતાંગ, (૩૬) અયુત, (૩૭) નિયુđાંગ, (૩૮) નિયુત. (૩૯) પ્રત્યુતાંગ, (૪૦) યુત, (૪૧) ચૂલિકાંગ, (૪૨) ચૂલિકા, (૪૩) શીર્ષપહેલિકાંગ, (૪૪) શીર્ષ પ્રહેલિકા, (૪૫) પલ્યોપમ, (૪૬) સાગરોપમ. આ સર્વ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહેછે. (૪૭) તભય સમવતારથી પુદ્ગલપરાવર્તન કાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૮) પુદ્ગલ-પરાવર્તનકાળ આત્મસમવતાથી આત્મભાવમાં અને તભય
સમવતારથી અતીત-અનાગતકાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૯) અતીતઅનાગતકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારની અપેક્ષાએ સદ્ધિાકાળમાં તતા આત્મભાવમાં રહે છે.
• વિવેચન-૩૨૨/૬ :
સમયાદિથી જે જણાય તે કાળ છે. કાળનું નાનામાં નાનું એકમ સમય છે. તેનાથી નિષ્પન્ન આવલિકા, આનપ્રાણ, સ્ટોક, લવ વગેરે ઉત્તરોત્તર મોટા-મોટા કાળવિભાગ છે. નિશ્ચયનયથી તે સર્વ પોતાના નિજસ્વરૂપમાં રહે છે. વ્યવહારનયથી નિજસ્વરૂપમાં તો રહે જ છે પણ સાથે પોતાથી મોટા કાળ વિભાગમાં પણ રહે છે, (સમાવિષ્ટ થાય છે.) સમય આવલિકામાં, આવલિકા આનપ્રાણમાં, આનપ્રાણ
સ્ટોકમાં, સ્તોક લવમાં, લવ મુહૂર્તમાં રહે છે. તેમ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં સમાવિષ્ટ થાય છે. ઉત્સર્પિણી-અવસર્પિણી પુદ્ગલપરાવર્તનમાં, પુદગ્ધપરાવર્તન અતીત અનાગતમાં, અતીત અનાગતકાળ સર્વ અદ્ધાકાળમાં સમવતરિત થાય છે.