________________
સૂત્ર-૩૧૧,૩૧૨
શ્રીવત્સથી અંકિત વક્ષઃસ્થલવાળા હોય છે.
- વિવેચન-૩૧૧/૧૧, ૩૧૨ :
આ સૂત્રમાં સટ્રૂપ વસ્તુને સદ્રૂપ પદાર્થથી ઉપમિત કરેલ છે. ચોવીસ તીર્થંકરો સટ્રૂપ (અસ્તિરૂપ) છે અને નગરના દરવાજાનું પણ અસ્તિત્વ છે. સટ્રૂપ દરવાજાથી અરિહંત ભગવાનના વક્ષઃસ્થલને ઉપમિત કર્યું છે. અહીં દરવાજા ઉપમાન છે અને વક્ષઃસ્થલ ઉપમેય છે. નગરના દરવાજા વગેરે ઉપમાનથી ઉપમેય ભૂત તીર્થંકરોનું વક્ષઃસ્થલ આદિ જાણી શકાય છે. વક્ષઃસ્થલ તીર્થંકથી અવિનાભાવી હોવાથી તીર્થંકર પણ ઉપમિત થઈ જાય છે.
૨૩૩
• સૂત્ર૩૧૩ :
વિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમકે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના વિધમાન આયુષ્યના પ્રમાણને, અવિધમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું.
• વિવેચન-૩૧૩ :
અહીં નાક, તિર્થયાદિના આયુષ્ય સરૂપ છે. જ્યારે પલ્યોપમ, સાગરોપમ અસત્કલ્પનાથી કલ્પિત હોવાથી અસપ છે. તેના દ્વારા નરકાદિનું આયુષ્ય પ્રમાણ બતાવાય છે. અહીં ઉપમેય સસ્તૂપ છે અને ઉપમાન અસટ્રૂપ છે. નાકાદિ આયુ ઉપમેય છે, પલ્યોપમ-સાગરોપમ ઉપમાન છે.
• સૂત્ર-૩૧૪ થી ૩૧૬ :
અવિધમાન-અસત્ વસ્તુને વિધમાન-રાદ્ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસત્-સત્ ઉપમા કહેવાય છે.
સર્વપ્રકારે જીર્ણ ડીંટીયાથી તૂટીને (મૂળ ભાગ પાસેથી છૂટા પડીને) નીચે પડી ગયેલા, નિસાર-સાર ભાગ જેનો સુકાય ગયો છે, તેવા અને વૃક્ષતિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું.
અત્યારે તમે છો તેવા અમે ભૂતકાળમાં હતા અને અત્યારે અમે જેવા છીએ તેવા તમે ભવિષ્યમાં થશો.
અહીં જે જીર્ણ પાંદડા અને કૂંપળો વચેના વાર્તાલાપનો ઉલ્લેખ છે, તેવો વાર્તાલાપ થયો નથી અને થશે પણ નહીં. ભવ્ય જીવોને પ્રતિબોધવા આ ઉપમા
આપવામાં આવી છે.
• વિવેચન-૩૧૪ થી ૩૧૬ -
આ દૃષ્ટાંતમાં “નફ તુમે તા ગમ્યું = જેવા તમે, તેવા અમે હતા અને ‘તુજે વિ ય ોધિા નન્ના અન્તે = તમે થશો, જેવા અમે છીએ! આ બે ઉપમા આપવામાં આવી છે. પ્રથમાં નંદ તુઘ્ને = જેવા તમે તે ઉપમાન છે અને ત અ = તેવા અમે, તે ઉપમેય છે. કૂંપળ વિધમાન છે તેથી ઉપમાન સત્ છે અને ઉપમેય જે જીર્ણ પત્ર અવસ્થા ઝૂંપળમાં તે અવસ્થા અત્યારે વિધમાન નથી માટે અસત્
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઉપમેયને સત્ ઉપમા આપવામાં આવી છે. તે જ રીતે બીજી ઉપમા ના અન્તે = જીર્ણ પત્ર અવસ્થા વિધમાન છે. તે ઉપમા છે અને તુમ્હે - તેદિ = તમે થશો. કૂંપળોની તથાવિધ અવસ્થા ભવિષ્યમાં થશે અત્યારે વિધમાન નથી. તે ઉપમેય છે. અસત્ ઉપમેયને સત્ની ઉપમા આપવામાં આવી છે માટે તે અસત્-સત્ ઉપમા સંખ્યા કહેવાય છે.
૨૩૪
• સૂત્ર-૩૧૭/૧ :
અવિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસ-અસપ ઉપમા કહેવાય છે. જેમકે ગધેડાના વિષાણ-શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપમ્ય સંખ્યાનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૩૧૭/૧ :
અહીં ઉપમાન ખરવિષાણ છે. તે અસ્તિત્વ ધરાવતા નથી, અસટ્રૂપ છે. ઉપમેય સસલાના શીંગડા છે. તે પણ અસત્ છે. અહીં અસી અસની ઉપમા છે. • સૂત્ર-૩૧૭/૨ :
પ્રા :- પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કાલિકશ્રુત પરિમાણ સંખ્યા (૨) દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા.
• વિવેચન-૩૧૭/૨ :
જેની ગણના કરવામાં આવે તે સંખ્યા અને જે સંખ્યામાં પર્યવ-પરિમાણનો વિચાર કરવામાં આવે તેને પરિમાણ સંખ્યા કહે છે.
• સૂત્ર-૩૧૭/૩ :
પ્રશ્નન - કાલિક શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કાલિક શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. (૧) પર્યંત સંખ્યા, (૨) અક્ષર સંખ્યા, (૩) સંઘાત સંખ્યા, (૪) પદ સંખ્યા, (૫) પાદ સંખ્યા, (૬) ગાથા સંખ્યા, (૩) શ્લોક સંખ્યા, (૮) વેષ્ટક સંખ્યા, (૯) નિયુક્તિ સંખ્યા, (૧૦) અનુયોગદ્વાર સંખ્યા, (૧૧) ઉદ્દેશક સંખ્યા, (૧૨) અધ્યયન સંખ્યા, (૧૩) શ્રુતસ્કંધ સંખ્યા, (૧૪) અંગ સંખ્યા. આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. • વિવેચન-૩૧૭/૩ :
દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં જે શ્રુતની સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે. અગિયાર અંગ, અંગ પ્રવિષ્ટ કાલિક શ્રુત કહેવાય છે. નંદીસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર વગેરે અંગ બાહ્ય કાલિક શ્રુત છે. તે કાલિક શ્રુતના અક્ષર, પદ, ગાથા, અધ્યયન વગેરેની સંખ્યાના પરિમાણનો વિચાર કરવામાં આવે તે કાલિક શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. સૂત્રમાં ચૌદ સંખ્યા પરિમાણ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે –